Home /News /business /‘આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા’ મોંઘવારીમાં ઘરે બેઠા-બેઠા જ વધારવી છે તમારી આવક તો કરો આ 5 કામ

‘આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા’ મોંઘવારીમાં ઘરે બેઠા-બેઠા જ વધારવી છે તમારી આવક તો કરો આ 5 કામ

ઘેર બેસીને કરો આ 5 કામ

જો તમે ઘરે બેઠા જ તમારી રેગ્યુલર આવક સિવાય અન્ય કમાણી કરવા માંગો છો, તો તમે ડ્રોપશિપિંગ, સલગ્ન માર્કેટિંગ, ટ્યૂશન, કે ડેટા એન્ટ્રીનું કામ કરી શકો છો.

  નવી દિલ્હીઃ આમદની અઠન્ની અને ખર્ચા રૂપિયા. મોંઘવારીના આ દાયકામાં આ કહેવત બધાને લાગૂ પડે છે. મોટાભાગના પરિવાર કે પછી એક વ્યક્તિની જેટલી કમાણી કરે છે, તેનાથી વધારે તો ખર્ચ થઈ જાય છે. એવામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે વધારે કમાણી કરે.

  ઘરે બેસીને જ કરો કામ


  જો તમે પણ વિચારો છો અને તમારી કમાણીને ખર્ચ કરતા વધારે કરવા માંગો છો, તો આજે અમે તમને થોડી રીતે જણાવી રહ્યા છીએ. ખાસ વાત તો એ છે કે તમારે ક્યાંય નહિ જવું પડે. તમને ઘરે બેસીને જ કેટલાક કામ કરવાના રહેશે. જેનાથી તમે થોડા વધારે રૂપિયા કમાવવામાં સફળતા મેળવી શકો છો.

  2020માં આવેલી કોરોના બીમારીએ લોકોને ઈન્ટરનેટ અને ડિજિટલ દુનિયાની ક્ષમતાનો અનુભવ કરાવ્યો છે. આ દિવસોમાં મોટાભાગનું કામ વર્ક ફ્રોમ હોમ થી પણ થઈ શકે છે. ઘણા સારા ઓનલાઈન ટૂલ્સ છે. જેના પર કામ કરીને કોઈ પણ વ્યક્તિ વધારે કમાણી કરી શકે છે.

  આ પણ વાંચોઃઆ શેરમાં માત્ર 4 મહિનામાં પૈસા બમણા, શું છે આ તીવ્ર ઉછાળા પાછળનું કારણ, જાણો હવે રોકાણ કરવું કે નહિ

  1.ડ્રોપશિપિંગ શરૂ કરો અને કમાઓ


  આ દિવસોમાં ડ્રોપશિપિંગનો કોન્સેપ્ટ ઘણો ચર્ચામાં છે. કારણકે. ડ્રોપશિપિંગના બિઝનેસને શરૂ કરવા માટે શરૂઆતમાં કોઈ જ ખર્ચાની જરૂર હોતી નથી. જો તમારી પાસે કોઈ બિઝનેસ શરૂ કરવા માટે રોકાણ મૂડી નથી તો, ડ્રોપશિપિંગ તમારા માટે સૌથી સારો વિકલ્પ છે.

  ડ્રોપશિપિંગ એક ઈ-કોમર્સ રિટેલ મોડલ છે. જ્યાં તમે સીધા જ ગ્રાહકોને ઉત્પાદનનું વેચાણ કરી શકો છો. તેનો અર્થ છે કે, તમારે ગ્રાહક પાસેથી ઓર્ડર મેળવવાનો છે અને મેન્યુફેક્ચરર્સનો સંપર્ક કરીને પ્રોડક્સ સીધી જ ગ્રાહક સુધી ડિલીવરી કરવાની છે. મેન્યુફેક્ચરથી પ્રોડક્સ સીધી જ ગ્રાહકના ધરે પહુંચશે અને જે પણ નફો થશે તે તમારા ખિસ્સામાં જશે. Shopify આ જ રીતનું એક પ્લેટફોર્મ છે અને આ દિવસોમાં ઘણા લોકો તેનો ઉપયોગ કરીને આવક મેળવી રહ્યા છે.

  2.તમારી આવડત વેચો


  જો તમે એનિમેશન. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કે પોસ્ટર ડિઝાઈન કરવામાં રસ ધરાવો છો, તો તમે બીજાને શીખવાડીને કમાણી કરી શકો છો. એવા ઘણા લોકો લર્નિંગ એપ્સ છે, જ્યાં તમે પોતાને રજિસ્ટર કરાવી શકો છો અને તમારી આવડત દ્વારા રૂપિયા કમાય શકો છો. udemy.com, extramarks.com જેવા પ્લેટફોર્મ પર તમે બીજાને ભણાવીને કમાણી કરી શકો છો. Fiverr, freelancer.com, અને upwork.com જેવા ઘણા પ્લેટફોર્મ છે, જ્યાં તમે ફ્રીલાન્સિંગ કરીને રૂપિયા કમાઈ શકો છો.

  3. સંલગ્ન માર્કેટિંગ


  Affiliate Marketing વધારે રોકાણ કર્યા વિના વધારે આવક મેળવવાની એક અન્ય રીત છે. અહીં તમે કોઈ કંપનીના સહયોગી બનીને રૂપિયા કમાય શકો છો. ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી વેબસાઈટ્સ માટે પણ સલગ્ન માર્કેટિંગ કરી શકો છો. આ માટે તમારે કંપનીની સાથે સાઈન અપ કરવું પડશે. કંપની તમને કંઈક ખાસ કોડ લિંક આપશે. જેના માટે તમે તે ઉત્પાદનોને વેચવામાં મદદ મળશે.

  આ પણ વાંચોઃપહેલા દિવસે રોકાણકારોનો રહ્યો સુસ્ત પ્રતિભાવ, રોકાણ કરતાં પહેલા જાણો GMP સહિતની ડિટેઇલ્સ

  તમારું કામ માત્ર આટલું છે કે, તમને તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટસ કે કોઈ અન્ય માધ્યમ પરથી પ્રોડક્ટ વેચાવવાના રહેશે. જો તમારી કોડ વાળી લિંકથી કોઈ પણ ઉત્પાદન ખરીદવામાં આવશે, તો તેમાં તમારું કમિશન બનશે.

  4. ટ્યૂશન આપો


  ટ્યૂશન આપવું એક જૂનો વિચાર લાગી શકે છે, પરંતુ તે હજુ પણ મોટાભાગના અન્ય વ્યવસાયોની સરખામણીમાં સારી કમાણીનું સાધન છે. તમારા મુખ્ય કામની સાથે, તમે પાડોશમાં બાળકોને ટ્યૂશન આપીને સમયનો ઉપયોગ કરી શકો છો, કે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ પણ લઈ શકો છો. તે તમારી નિષ્ક્રિય આવકના સ્ત્રોતના રૂપમાં કામ કરી શકે છે.

  5. ડેટા એન્ટ્રી


  ડેટા એન્ટ્રી સૌથી સરળ ઉપલબ્ધ કાર્યોમાનું એક છે. જેને તમે પસંદ કરી શકો છો. આ માટે તમારો કોઈ વિશેષ આવડતની જરૂર હોતી નથી. ઘણી વેબસાઈટ તમને પ્રતિ શબ્દ ડેટા એન્ટ્રી માટે ચૂકવણી કરે છે. જે કોઈ પણ ડેટા એન્ટ્રી જોબ માટે આકર્ષક સાબિત થઈ શકે છે.


  જો તમે ડેટા એન્ટ્રીના કામની શોધ કરી રહ્યા હોવ તો, થોડી સતર્કતા રાખવાની પણ જરૂર છે. આ દિવસોમાં ઘણા બધા લોકો તમને ઓનલાઈન કામ આપવાની વાત કરે છે અને શરૂઆતમાં રજિસ્ટ્રેશન ફી માંગે છે. જાણકારી અનુસાર, કોઈ પણ ડેટા એન્ટ્રી નોકરી માટે કોઈ રજિસ્ટ્રેશન ફી નથી હોતી. જો કોઈ તમારી પાસે તેના માટે રૂપિયા માંગે છે, તો તમારે વિશ્વાસ ન કરવો જોઈએ. તમે indeed.com, naukri.com, upwork.com, linkedin.com વગેરે વેબસાઈટ પર જઈને ડેટા એન્ટ્રી કરાવી શકો છો.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business idea, Business news, Earn Money at Home

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन