Home /News /business /Gold-Silver Price: સોનામાં ફરીથી આવી તેજી, ચાંદી પણ 0.33 ટકાના વધારા પર

Gold-Silver Price: સોનામાં ફરીથી આવી તેજી, ચાંદી પણ 0.33 ટકાના વધારા પર

સોનામાં અને ચાંદીમાં તેજી

સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.04 ટકાના વધારા સાથે 55,759 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.33 ટકા વધીને 68,590 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ગઈ કાલની સરખામણીએ સોનું થોડું નીચે ગબડ્યા બાદ ફરીથી ઉપર ચઢી રહ્યુ છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ આજે વૈશ્વિક દબાણ વચ્ચે ફરીથી માર્કેટ થોડા ઉછાળા સાથે ખુલ્યુ છે. તો બીજી બાજું સોના અને ચાંદીમાં પણ થોડી તેજી જોવા મળી રહી છે. આજે પણ શરુઆતના કારોબારમાં સોનામાં સામાન્ય તેજી છે. સવારે 10.45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.04 ટકાના વધારા સાથે 55,759 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.33 ટકા વધીને 68,590 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. ગઈ કાલની સરખામણીએ સોનું થોડું નીચે ગબડ્યા બાદ ફરીથી ઉપર ચઢી રહ્યુ છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ વધારો દેખાઈ રહ્યો છે. જોકે આજના ઉછાળા સાથે પણ સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ પ્રમાણમાં સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર ફેબ્રુઆરીના વાયદાનું સોનું 0.04 ટકાના વધારા સાથે 55,759 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાનું ચાંદી 0.33 ટકા વધીને 68,590 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    આ પણ વાંચોઃ આ IPO પર દાવ લગાવનારા રોકાણકારો માટે ખુશખબર, લિસ્ટિંગ પર જ થશે આટલો ફાયદો

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 55,759 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 1432 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
    શહેર22 કેરેટ24 કેરેટ
    Chennai₹52,300₹57,050
    Mumbai₹51,300₹55,960
    Delhi₹51,450₹56,110
    Kolkata₹51,300₹55,960
    Bangalore₹51,350₹56,010
    Hyderabad₹51,300₹55,960
    Kerala₹51,300₹55,960
    Pune₹51,300₹55,960
    Vadodara₹51,350₹56,010
    Ahmedabad₹51,350₹56,010
    Jaipur₹51,450₹56,110
    Lucknow₹51,450₹56,110
    Coimbatore₹52,300₹57,050
    Madurai₹52,300₹57,050
    Vijayawada₹51,300₹55,960
    Patna₹51,350₹56,010
    Nagpur₹51,300₹55,960
    Chandigarh₹51,450₹56,110
    Surat₹51,350₹56,010
    Bhubaneswar₹51,300₹55,960
    Mangalore₹51,350₹56,010
    Visakhapatnam₹51,300₹55,960
    Nashik₹51,330₹55,990
    Mysore₹51,350₹56,010

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચોઃ લાખોની કોર્પોરેટ જોબ છોડી કપલે 20 એકરમાં ઓર્ગેનિક ખેતી શરું કરી, આજે સફળતાના શિખરે

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.


    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Gold price today, Gold silver price, Gold silver rates, Silver Price Today

    विज्ञापन
    विज्ञापन