Home /News /business /દર મહિને પગાર જેટલાં કમાઓ રૂપિયા, આ સરળ રીતથી થશે ડબલ કમાણી
દર મહિને પગાર જેટલાં કમાઓ રૂપિયા, આ સરળ રીતથી થશે ડબલ કમાણી
પગાર બરાબર કમાઓ રૂપિયા
Trading Tips: જો તમારે તમારા પગારના બરાબર કમાણી કરવી છે તો, શેરબજારમાં એક નિશ્ચિત પેટર્નના હિસાબથી કામ કરવું પડશે. ત્યારે જ શેરબજારમાંથી રૂપિયા કમાઈ શકાય છે. મહિનાના 30 દિવસમાં શનિવાર અને રવિવારના દિવસે શેરબજારમાં રજા હોય છે. એવામાં દર મહિને 22 દિવસ ટ્રેડિંગ કરવાની તક મળે છે.
નવી દિલ્હીઃ આજકાલ પ્રાઈવેટ નોકરી કરનારા લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. લોકો પ્રાઈવેટ નોકરીમાં દર મહિને એક નક્કી રકમ પ્રાપ્ત કરે છે. જો કે, તેમ છતાય લોકો ઈચ્છે છે કે, તેમના પગારની જેટલી જ આવક બહારથી પણ થતી રહે. એવામાં આજે અમે તમને એક રીત જણાવીશું, જેના દ્વારા તમારા પગારની જેમ જ કમાણી કરી શકાય છે.
ટ્રેડિંગ
શેરબજારમાં ઘણા લોકો લાખો રૂપિયાનું રોકાણ કરે છે. સપ્તાહમાં શનિવાર અને રવિવારને છોડીને જો કોઈ જાહેર રજાનો દિવસ ન આવે તો પાંચ દિવસ શેરબજારમાં રોકાણ કરી શકાય છે. જ્યારે શેરબજારમાં દરરોજ ટ્રેડિંગ કરીને પણ રૂપિયા કમાઈ શકાય છે.
જો તમને પગાર જેટલી જ રકમ દર મહિને કમાવવી છે, તો શેરબજારમાં ટ્રેડિંગ કરી શકાય છે. ટ્રેડિંગ દ્વારા દરેક કારોબારી દિવસે સારી કમાણી કરી શકાય છે. જો કે, ટ્રેડિંગ કરવું ઘણું જોખમી હોય છે, પરંતુ તેમ છતાય સારી કમાણી કરી શકાય છે.
ટ્રેડિંગની તક
જો તમારે તમારા પગારના બરાબર કમાણી કરવી છે તો, શેરબજારમાં એક નિશ્ચિત પેટર્નના હિસાબથી કામ કરવું પડશે. ત્યારે જ શેરબજારમાંથી રૂપિયા કમાઈ શકાય છે. મહિનાના 30 દિવસમાં શનિવાર અને રવિવારના દિવસે શેરબજારમાં રજા હોય છે. એવામાં દર મહિને 22 દિવસ ટ્રેડિંગ કરવાની તક મળે છે.
જો માની લો કે કોઈનો પગાર 30 હજાર છે, તો તેણે 22 ટ્રેડિંગ દિવસોમાં દરેક દિવસે 1363 રૂપિયા નફો કમાવવો પડશે. નફો ઓછો થાય કે વધારે પરંતુ જો સરેરાશ, સરેરાશ દરરોજ 1363 રૂપિયા ટ્રેડિંગ કરીને કમાવવામાં આવે, તો મહિનાના 22 દિવસોમાં આરામથી 30 હજાર રૂપિયા કમાઈ શકાય છે.
સરેરાસ કમાવવા પડશે રૂપિયા
આમ જ જો તમારો પગાર 40 હજાર રૂપિયા છે, તો તમારે 22 કારોબારી દિવસો દરમિયાન દરરોજ ટ્રેડિંગથી 1818 રૂપિયા કમાવવા પડશે. જે દ્વારા તમે મહિનાના અંતિમ દિવસે 40 હજાર રૂપિયા કમાઈ લેશો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર