Home /News /business /

10 વર્ષમાં તમારા પૈસા થશે ડબલ, કમાલની છે આ સરકારી ગેંરટીવાળી સ્કીમ

10 વર્ષમાં તમારા પૈસા થશે ડબલ, કમાલની છે આ સરકારી ગેંરટીવાળી સ્કીમ

પ્રતિકાત્મક તસવીર

આ સ્કીમમાં રોકાણકારને ઉત્તર વળતર અને રોકાણની સુરક્ષા મળે છે, જો તમે પણ પોતાના પૈસા ડબલ કરવાનું વિચારી રહ્યા છો તો આ યોજનામાં રોકાણ કરી શકો છો.

    નવી દિલ્હી: જો તમે પૈસા ડબલ કરવાનું વિચારી રહ્યા છો તો પોસ્ટ ઑફિસની કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra) યોજનામાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઑફિસ (Indian Post Office)ની આ યોજનામાં રોકાણથી રોકાણકારોને તેમના પૈસાની સુરક્ષાની ખાતરીને સાથે સાથે ઉત્તમ વળતરની પણ ગેરંટી મળે છે. આ યોજનામાં વ્યાજનો દર (Rate of Interest) અને રોકાણ બેગણું થાય તેનો સમય સરકાર તરફથી ત્રિમાસિક આધારે નક્કી કરવામાં આવે છે. ઇન્ડિયા પોસ્ટ ઑફિસની વેબસાઇટ પ્રમાણે, કિસાન વિકાસ પત્રની પાકતી મુદ્દત 124 મહિના છે. એટલે કે આ યોજનામાં હવે ગ્રાહકોનું રોકાણ 124 મહિના એટલે કે 10 વર્ષ અને ચાર મહિનામાં ડબલ થઈ જશે.

    કોણ રોકાણ કરે શકે?

    કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઇએ. જેમાં સિંગલ એકાઉન્ટની સાથે સાથે જોઈન્ટ એકાઉન્ટની પણ સુવિધા છે. આ યોજના સગીર માટે પણ ઉપલબ્ધ છે, જેની દેખરેખ તેના પાલકે કરવાની હોય છે. આ યોજના હિન્દુ અવિભાજ્ય પરિવાર એટલે કે HUF અને NIRને બાદ કરતા ટ્રસ્ટ માટે પણ લાગૂ છે. KVPમાં 1,000 રૂપિયા, 5,000 રૂપિયા, 10,000 રૂપિયા અને 50,000 રૂપિયાના સર્ટિફિકેટ છે, જેને તમે ખરીદી શકો છો.

    જાણો વ્યાજદર

    KVP માટે નાણાકીય વર્ષ 2021ના બીજા ત્રિમાસિક સમયગાળા એટલે કે 30 સપ્ટેમ્બર સુધી વ્યાજદર 6.90 ટકા નક્કી કરવામાં આવ્યો છે. અહીં તમારું રોકાણ 124 મહિનામાં ડબલ થઈ જાય છે. જો તમે એક હપ્તામાં 1 લાખનું રોકાણ કરો છો તો તમારા પૈસા 10 વર્ષમાં બે લાખ થઈ જશે.

    કિસાન વિકાસ પત્રમાંથી અઢી વર્ષના સમય બાદ પૈસા ઉપાડી શકાય છે. KVP એક પોસ્ટ ઓફિસમાંથી બીજી ઓફિસમાં પણ ટ્રાન્સફર કરી શકાય છે. કિસાન વ્યક્તિ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને પણ ટ્રાન્સફર કરી શકાય છે. KVPમાં નૉમિનીની પણ સુવિધા છે. કિસાન વિકાસ પત્રને પાસબુકના આકારમાં જાહેર કરવામાં આવે છે.

    આ પણ જુઓ-

    PAN કાર્ડ આપવું પડશે

    રોકાણની કોઈ મર્યાદા ન હોય ત્યાં મની લૉન્ડ્રિંગનો પણ ખતરો રહેલો છે, આ માટે સરકારે 2014માં 50,000થી વધારેના રોકાણ પર PAN કાર્ડ ફરજીયાત કરી દીધું છે. જો 10 લાખ કે તેનાથી વધારે રોકાણ કરો છો તો આવકનું પ્રમાણપત્ર પણ આપવું પડશે, જેમ કે ITR, પગાર રસીદ, બેંકનું સ્ટેટમેન્ટ. આ ઉપરાંત ઓળખપત્ર તરીકે આધાર કાર્ડ આપવું પડશે.

    ત્રણ રીતે ખરીદી શકો છો:

    વ્યક્તિગત સર્ટિફિકેટ: આ પ્રકારનું સર્ટિફિકેટ પોતાના માટે અથવા તો સગીર માટે ખરીદી શકાય છે.
    જોઈન્ટ A એકાઉન્ટ સર્ટિફિકેટ: આને બે વયસ્ક વ્યક્તિ માટે સંયુક્ત રૂપમાં જાહેર કરવામાં આવે છે. બંને વ્યક્તિને ચૂકવણી થાય છે અથવા જે જીવિત હોય.
    જોઈન્ટ B એકાઉન્ટ સર્ટિફિકેટ: આને બે વયસ્ક સંયુક્ત રીતે ખરીદી શકે છે. બંનેમાંથી કોઈ એકને ચૂકવણી થાય છે અથવા જે જીવિત હોય તેને ચૂકવણી કરવામાં આવે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Interest, Investment, Post office, Return

    આગામી સમાચાર