Home /News /business /રૂ. 6 લાખમાં ખરીદી શકો છો રૂ. 10 લાખની SUV, બસ દર મહિને આટલું જ કરવાનું

રૂ. 6 લાખમાં ખરીદી શકો છો રૂ. 10 લાખની SUV, બસ દર મહિને આટલું જ કરવાનું

રૂ. 6 લાખમાં ખરીદી શકો છો રૂ. 10 લાખની SUV, આ રીતે કરો રોકાણ અને મેળવો બંપર રીટર્ન

SIP Investment: જો તમારું પણ સપનું હોય કે તમારે SUV ખરીદવી છે તો તે પૂરું કરવા માટે તમારે મહેનત કરવાની જરુર નથી પરંતુ તમારી પાસે રહેલા રુપિયાને કામ લગાડો, જો આમ કરી શકો છો તો માત્ર 6 લાખ રુપિયામાં તમે 10 લાખની એસયુવી ખરીદી શકો છો. આ કેવી રીતે થાય તે આવો સમજીએ?

વધુ જુઓ ...
    મ્યુચ્યુઅલ ફંડ (Mutual Funds)માં એસઆઈપી (SIP) એક એવો વિકલ્પ છે, જેના દ્વારા તમે રેગ્યુલર રોકાણ (Regular Investment) દ્વારા લાંબાગાળે સારી માત્રામાં ફંડ બનાવી શકો છો. એસઆઈપીની સૌથી મોટી ખાસિયત (Benefits of SIP) એ છે કે તમે તેમાં 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. એસઆઈપીને લઈને રોકાણકારોમાં જબરદસ્ત ક્રેઝ છે. આનો અંદાજ દર મહિને ઇનફ્લોથી લગાવી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી સંગઠન AMFIના ડેટા અનુસાર ડિસેમ્બર 2022માં એસઆઈપી દ્વારા રેકોર્ડ 13,573 કરોડ રૂપિયાનું રોકાણ પ્રાપ્ત થયું હતું. આ પહેલા નવેમ્બર અને ઓક્ટોબરમાં એસઆઈપી ઈનફ્લો 13 હજાર કરોડથી વધુ હતો. એસઆઈપીમાં કોમ્બિંગનો જબરદસ્ત ફાયદો છે. આવી સ્થિતિમાં જો 5 વર્ષ, 10 વર્ષના નાણાકીય લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તે એક સારો વિકલ્પ છે.

    આ પણ વાંચોઃ ગજબના ફાયદાનો સોદો છે 'કાળા ટમેટા'ની ખેતી, લાખો રુપિયા કમાઈ રહ્યા છે આ ખેડૂતો

    ખરીદી શકો છો રૂ. 10 લાખની SUV


    એસઆઈપી રિટર્નની વાત કરીએ તો, 5 વર્ષમાં સૌથી વધુ રિટર્ન આપનારા ટોપ 20 ફંડોએ વાર્ષિક 20 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. જો તમે 5 વર્ષમાં મિનિમમ 10 લાખ રૂપિયાની SUV ખરીદવાનું લક્ષ્ય રાખ્યું છે અને તેના માટે એસઆઈપી શરૂ કરવા માંગો છો, તો એસઆઈપી કેલ્ક્યુલેટર મુજબ જો તમને 20 ટકા વાર્ષિક રિટર્ન મળે છે, તો તમારે 5 વર્ષ સુધી દર મહિને 10 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. તમારું કુલ રોકાણ 6 લાખ રૂપિયા અને અંદાજિત વળતર 4.34 લાખ રૂપિયા હશે. આ રીતે કુલ કોપર્સ 10.34 લાખ રૂપિયા થશે.

    જો આ રિટર્ન વાર્ષિક 12 ટકા છે તો 5 વર્ષ માટે તમારે દર મહિને 12,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ સમયગાળામાં તમારું કુલ રોકાણ 7.2 લાખ રૂપિયા અને અંદાજીત વળતર 2.69 લાખ રૂપિયા રહેશે. આ રીતે કુલ ફંડ 5 વર્ષમાં 9.90 લાખ રૂપિયા થઈ શકે છે. જણાવી દઇએ કે, સામાન્ય રીતે એસઆઈપીમાં લાંબાગાળાનું વળતર સરેરાશ 12 ટકા હોય છે. સાથે જ મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્નની ગેરંટી પણ નથી. બજારની વધઘટની અસર ફંડની કામગીરી પર પડી શકે છે.

    આ પણ વાંચોઃ દુકાળિયા પ્રદેશમાં કરી સ્ટ્રોબેરીની ખેતી, આજે લાખોની કમાણી, જુઓ ફોટોઝ

    ટોપ 5 પોલિસીમાં 25 ટકાથી વધુ રિટર્ન


    ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ટોપ 5 એસઆઈપી પરફોર્મર ફંડ પર નજર કરવામાં આવે તો તેમને 25 ટકા કે તેથી વધુનું વાર્ષિક રિટર્ન મળ્યું છે. તેમાં ક્વાંટ સ્મોલ કેપ ફંડે સૌથી વધુ વાર્ષિક રિટર્ન 37.97 ટકા આપ્યું છે. આ ઉપરાંત નિપ્પોન ઇન્ડિયા સ્મોલકેપ (27.43 ટકા), પીજીઆઈએમ ઇન્ડિયા મિડકેપ ઓપોર્ચ્યુનિટી ફંડ (26.99 ટકા), કોટક સ્મોલ કેપ (25.62 ટકા) અને નિપ્પોન ઇન્ડિયા ઇટીએફ નિફ્ટી પીએસયુ બેન્ક (25.56 ટકા)એ વાર્ષિક 25 ટકાથી વધુનું વળતર આપ્યું હતું.

    ડિસેમ્બરમાં રેકોર્ડ SIP ઇનફ્લો


    ડિસેમ્બર મહિનાના AMFIના આંકડા મુજબ, SIP પર રોકાણકારોનો ભરોસો મજબૂત છે. આ કારણે રોકાણનો આંકડો નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો. ડિસેમ્બરમાં રોકાણકારોએ SIPની મદદથી રેકોર્ડ 13,573 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. નવેમ્બરમાં આ આંકડો 13,307 કરોડ હતો. મેનેજમેન્ટ હેઠળની કુલ એસેટમાં 40 લાખ કરોડનો ઘટાડો થયો છે. નવેમ્બરની સરખામણીએ તેમાં 50 હજાર કરોડનો ઘટાડો થયો છે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Mutual funds, Share market, SIP investment, Stock market Tips, SUV

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन