Home /News /business /પાસપોર્ટ મેળવવો હોય તો હવે થઈ જાઓ ટેન્શન ફ્રી, ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન અરજી

પાસપોર્ટ મેળવવો હોય તો હવે થઈ જાઓ ટેન્શન ફ્રી, ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન અરજી

ઘરે બેઠા-બેઠા જ પતી જશે કામ

એવામાં જો તમે એક દેશથી અન્ય દેશની યાત્રા કરવા માંગો છો, તો તમારી પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે. ડિજિટલાઈઝેશનના સમયમાં તમે ભારતીય પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. હવે તમે ઘરે બેઠા કેટલાક સરળ સ્ટેપ્સની મદદથી ઓનલાઈન જ પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. આવો જાણીએ વિગતમાં.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ જો એક દેશથી અન્ય દેશમાં યાત્રા કરવાની હોય તો તેના માટે પાસપોર્ટની જરૂર પડે છે. પાસપોર્ટ એક દેશની સરકાર દ્વારા તેના નાગરિકોને આપવામાં આવેલો એક સત્તાવાર દસ્તાવેજ છે, જે લોકોને દેશથી અન્ય દેશમાં વિદેશી દેશોની યાત્રાને અઘિકૃક કરવા, ઓળખની ચકાસણી, નાગરિકનો પુરાવોસ વિદેશમાં સુરક્ષાનો અધિકાર અપાવવા અને તેના મૂળ દેશમાં ફરીથી પ્રવેશવાનો અધિકાર પ્રમાણિત કરાવે છે.

પાસપોર્ટ અરજી


એવામાં જો તમે એક દેશથી અન્ય દેશની યાત્રા કરવા માંગો છો, તો તમારી પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે. ડિજિટલાઈઝેશનના સમયમાં તમે ભારતીય પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. હવે તમે ઘરે બેઠા કેટલાક સરળ સ્ટેપ્સની મદદથી ઓનલાઈન જ પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. આવો જાણીએ વિગતમાં.

આ પણ વાંચોઃ આ કંપનીના શેરે પકડી સુપરમેનની ઝડપ, 1 મહિનામાં જ રૂપિયા કરી દીધા ડબલ; હજુ પણ તેજીની સંભાવના

ઓનલાઈન પાસપોર્ટ માટે કેવી રીતે અરજી કરવી?


- પાસપોર્ટ સેવા કેન્દ્રના ઓનલાઈન પોર્ટલ પર જાઓ.
- ન્યૂ યૂઝર રજિસ્ટ્રેશન પર ક્લિક કરો.
- વિગતો દાખલ કર્યા બાદ રજિસ્ટર પર ક્લિક કરો.
- હવે ફરીથી લોગ ઈન કરો.
- નવા પાસપોર્ટ માટે અરજી કરો, લિંક પર ક્લિક કરો.
- ફોર્મમાં આવશ્યક વિગતો ભરો અને સબમિટ કરો.
- આગામી પગલા માટે એપોઈન્મેન્ટ શિડ્યુલ કરવા માટે "View Saved/Submitted Applications" સ્ક્રીન પર "Pay and Schedule Appointment" લિંક પર ક્લિક કરો.
- પછી એપ્લિકેશન રેફરન્સ નંબર/એપોઈન્મેન્ટ નંબર ધરાવતી અરજીની રસીદ પ્રિન્ટ કરવા માટે "પ્રિન્ટ એપ્લિકેશન રસીદ" લિંક પર જાઓ.
- પાસપોર્ટ કાર્યાલયમાં જવા દરમિયાન Appointment Detailsની સાથે એક એસએમએસ પણ એપોઈન્મેન્ટના પ્રમાણના રૂપમાં સ્વીકાર કરવામાં આવે છે.
- અંતમાં મૂળ દસ્તાવેજોની સાથે ભૌતિક ચકાસણી માટે પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લો, જ્યાં એપોઈન્મેન્ટ બુક કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ 400 રૂપિયામાં નોકરી કરનારા સતીષ કૌશિક પાસે હાલ કેટલી સંપત્તિ? જાણો, બોલીવૂડમાંથી કેટલું કમાયા?


ઓનલાઈન ચૂકવણી કરવી અનિવાર્ય


બધી જ પીએસકે/પીઓપીએસકે/પીઓમાં એપોઈન્મેન્ટ બુક કરવા માટે ઓનલાઈન ચૂકવણી અનિવાર્ય કરી દેવામાં આવી છે. ચૂકવણી ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ, ઈન્ટરનેટ બેંકિંગ સહયોગી બેંક અને SBI બેંક ચલણ દ્વારા કરી શકાય છે.
First published:

Tags: Business news, Indian passport rules, Travel tourism

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો