Home /News /business /રેશનકાર્ડમાં ઉમેરવું છે નવા સભ્યનું નામ? તો આપનાવો આ પ્રક્રિયા; બહુ જ સરળતાથી પતી જશે કામ

રેશનકાર્ડમાં ઉમેરવું છે નવા સભ્યનું નામ? તો આપનાવો આ પ્રક્રિયા; બહુ જ સરળતાથી પતી જશે કામ

રેશનકાર્ડમાં ઉમેરવું છે નવા સભ્યનું નામ?

રેશન કાર્ડ દરેક વ્યક્તિ ન બનાવી શકે છે. આ એક નિશ્ચિત આવકના વર્ગ માટે હોય છે. જેની મર્યાદા જુદા-જુદા રાજ્યોમાં અલગ-અલગ હોય છે. તેવા માટે તમે રેશન કાર્ડમાં સભ્યનું નામ પણ જોડી શકો છો.

  • News18 Hindi
  • Last Updated :
  • New Delhi, India
નવી દિલ્હીઃ ઘણીવાર પરીવારમાં કોઈ પુરુષ સદસ્યના લગ્ન થવા કે કોઈ વ્યક્તિનો જન્મ થવા પર પરિવારમાં નવો સભ્ય આવે છે. એવામાં તમને રેશન કાર્ડમાં પરિવારના કોઈ પણ સભ્યનું નામ અપડેટ કરાવવાને લઈને જાણકારી હોવી જરૂરી છે. રેશન કાર્ડ દ્વારા સરકાર તેમના રાજ્યમાં રહેનારા ગરીબ પરિવારોને રાશન પ્રદાન કરે છે. રેશન કાર્ડ દ્વારા કોઈ ગરીબને અનાજ આપવામાં આવે છે. રેશન કાર્ડનો ઉપયોગ ઘણી જગ્યાઓએ આઈડી પ્રૂફ તરીકે પણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે એલપીજી કનેક્શન, ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવું વગેરે. તેને સરનામાંના પ્રૂફ તરીકે પણ માન્ય કરવામાં આવે છે.

પરંતુ ધ્યાન આપવા જેવી વાત એ છે કે, રેશન કાર્ડ દરેક વ્યક્તિ ન બનાવી શકે છે. આ એક નિશ્ચિત આવકના વર્ગ માટે હોય છે. જેની મર્યાદા જુદા-જુદા રાજ્યોમાં અલગ-અલગ હોય છે. તેવા માટે તમે રેશન કાર્ડમાં સભ્યનું નામ પણ જોડી શકો છો.

આ પણ વાંચોઃ આ સ્મોલ કંપનીના શેરે 1 જ દિવસમાં આપ્યું 15%થી પણ વધું વળતર, રોકાણકારોને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો

નવા સભ્યનું નામ જોડવા માટે અહીં આપવી પડશે જાણકારી


રેશનકાર્ડમાં નવા સભ્યનું નામ જોડવા માટે તમારે તમારા આધાર કાર્ડમાં સંશોઘન કરવું પડશે. ઉદાહરણ તરીકે કોઈ યુવતીના લગ્ન પછી તેની અટક બદલાય છે, તો તેના પોતાના આધાર કાર્ડમાં પિતાની જગ્યાએ પતિનું નામ ભરવું પડશે અને નવા સરનામા પર અપડેટ કરાવવું પડશે. ત્યારબાદ નવા આધાર કાર્ડની વિગતો પતિના વિસ્તારમાં ઉપલબ્ધ ફૂડ વિભાગના અધિકારીને આપવાની રહેશે.

આ પણ વાંચોઃ અદાણીને ટાર્ગેટ કરનારી કંપની હિંડનબર્ગનો શું છે ધંધો, અત્યાર સુધીમાં કેટલીય કંપનીને કરી ચુક્યા છે કંગાળ

તમે ઈચ્છો તો ઓનલાઈન વેરિફિકેશન પછી નવા સભ્યનું નામ જોડાવી શકો છો. આમાં તમારે જૂના રેશન કાર્ડમાંથી નામ કમી કરાવીને નવા રેશન કાર્ડ માટે અરજી કરવી પડશે. આ બધા માટે તમારો નંબર રજિસ્ટર્ડ હોવો જોઈએ. આ માટે તમારે રાજ્યના ખાદ્ય પુરવઠાની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે.


આ દસ્તાવેજોની જરૂર પડશે


- બાળકનું નામ જોડવા માટે ઘરના વડાનું રેશન કાર્ડ, બાળકના જન્મનું પ્રમાણપત્ર અને બાળકના માતા-પિતા બંનેના આધાર કાર્ડની જરૂર પડશે.
- પત્નીનું નામ જોડવા માટે પહેલા માતા-પિતાના ઘરમાં જે રેશનકાર્ડ હસએ, તેમાંથી નામ હટાવવા માટે પ્રમાણપત્ર, મેરેજ સર્ટિફિકેટ, પતિનું રેશન કાર્ડ, અને મહિલાનું આધાર કાર્ડ આપવું પડશે.
First published:

Tags: Business news, Gujaratinews, Ration card

विज्ञापन