Home /News /business /

Expert's Views: ટૂંકાગાળામાં 20 ટકાથી વધુ રિટર્ન જોઈતું હોય તો આ Hot Stocks પર લગાવો દાવ

Expert's Views: ટૂંકાગાળામાં 20 ટકાથી વધુ રિટર્ન જોઈતું હોય તો આ Hot Stocks પર લગાવો દાવ

એક્સપર્ટે સૂચવેલા આ શેરમાં ટૂંકાગાળામાં મોટી કમાણી થઈ શકે.

Expert Views On Stock Market: જો તમે પણ શેરબજારમાં ટૂંકા ગાળામાં તગડી કમાણી કરવા માગતા હોવ તો એક્સપર્ટ્સે સૂચવેલા આ હોટ સ્ટોક્સ પર દાવ લગાવો. માસિક ચાર્ટમાં નિફ્ટીએ પાછલા મહિનાની ઊંચાઈ જાળવીને તેથી ઉપર જવાનું ચાલુ રાખ્યું છે, જે ઇન્ડેક્સમાં બુલિશ અંડરટોન સૂચવે છે.

વધુ જુઓ ...
મુંબઈઃ માસિક ચાર્ટમાં નિફ્ટીએ પાછલા મહિનાની ઊંચાઈ જાળવીને તેથી ઉપર જવાનું ચાલુ રાખ્યું છે, જે ઇન્ડેક્સમાં બુલિશ અંડરટોન સૂચવે છે. સાપ્તાહિક સમયગાળામાં નિફ્ટી છેલ્લા 7 અઠવાડિયાથી સૌથી ઊંચી, મહત્તમ બોટમ પેટર્ન બનાવી રહી છે અને 50-અઠવાડિયાના SMA (સિમ્પલ મૂવિંગ એવરેજ)થી ઉપર ટકી રહી છે, જે બુલિશ સેન્ટિમેન્ટ દર્શાવે છે. દૈનિક સમયગાળામાં આપણે ઇન્ડેક્સમાં તીવ્ર વધારો જોયો છે જે દર્શાવે છે કે તેજીની બજાર પર મજબૂત પકડ છે.

આગળ જતાં, નિફ્ટી માટે તાત્કાલિક રેઝિસ્ટન્સ 17,800ના લેવલે અને મુખ્ય રેઝિસ્ટન્ટ 18,115, 18,350ના લેવલે મૂકવામાં આવેલ છે. બીજી બાજુ, ઇન્ડેક્સને તેનો તાત્કાલિક સ્પૉર્ટ 17,350ના લેવલે અને ત્યારબાદ 17,000ના લેવલ પર છે.

How to Invest: નોકરી મળતા જ શરૂ કરો આ કામ, 10 વર્ષમાં બની જશો કરોડપતિ

ટૂંકા ગાળાના ચાર્ટ પેટર્ન મુજબ, અમને લાગે છે કે ઇન્ડેક્સ તેના 17,800 ના રેઝિસ્ટન્ટ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે અને ત્યારબાદ 18,115 સુધી જશે. જો આપણે ભાવ 17,350ના લેવલથી નીચે ટકી રહેલ જણાશે તો અમારો બુલિશ વ્યુ નકારીશું.

આગામી 2-3 અઠવાડિયા માટે અહીં ત્રણ બાય કૉલ્સ છે:

ઇન્દ્રપ્રસ્થ ગેસ: બાય | LTP: રૂ 408.10 | સ્ટોપ-લોસ: રૂ. 360 | ટાર્ગેટ: રૂ 470 | રિટર્ન: 15 ટકા

ઈન્દ્રપ્રસ્થ ગેસના વીકલી ચાર્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે મજબૂત ડાઉનટ્રેન્ડ પછી ભાવ રૂ. 340ના લેવલની આસપાસ જોવા મળ્યા હતા. જયારે રૂ. 340ની આસપાસના ભાવમાં પણ પોલેરિટીમાં ફેરફાર જોવા મળ્યો છે.

દૈનિક સમયમર્યાદામાં સિમેટ્રિકલ ટ્રાઇંગલ જયારે બ્રેકઆઉટ આપે છે, ત્યારે નવા વલણની શરૂઆત સૂચવે છે.

બ્રેકઆઉટ ઉચ્ચ વોલ્યુમ અને ગેપ સાથે હતું, જે બ્રેકઆઉટની પુષ્ટિ છે.

દૈનિક સમયમર્યાદા પર રચાયેલ અપર બોલિંગરે બેન્ડ વિસ્તરણ કરવાનું શરૂ કર્યું છે જે દર્શાવે છે કે અપસાઇડ મૂવમેન્ટ માટે વોલેટિલિટી વધી રહી છે.

દૈનિક તેમજ સાપ્તાહિક સમયમર્યાદામાં આરએસઆઈ (રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ) 50-માર્કની ચાટથી ઉપર ટકી રહ્યા છે જેનાથી આપણે અનુમાન કરી શકીએ છીએ કે કિંમતો ઉંચી જવાની વૃત્તિ ધરાવે છે.

અમે અપેક્ષા રાખીએ છીએ કે સ્ટોક રૂ. 470ના લેવેલ સુધી ઊંચો જશે, જ્યારે તેના માટે સ્ટોપ-લોસ અમે અપેક્ષા રાખીએ છીએ કે સ્ટોક રૂ. 470ના લેવલ સુધી ઊંચો જશે. તેના માટે સ્ટોપ-લોસ રૂ. 360 રાખવો જોઈએ.

Syrma SGS Technology IPO: અઢી મહિના પછી આજે ખૂલી રહ્યો છે પહેલો ઈશ્યુ, જાણો ભરવો જોઈએ કે નહીં?

HDFC બેંક: બાય | LTP: રૂ 1,485.70 | સ્ટોપ-લોસ: રૂ. 1,400 | ટાર્ગેટ: રૂ 1,600 | વળતર: 8 ટકા

એચડીએફસી બેંકના વીકલી ચાર્ટ પર જોઈ શકીએ છીએ કે રૂ. 1,300 ની આસપાસના કટોકટીના લેવલથી ટેકો લઇને સ્ટોકની કિંમતોએ ઉછાળો દર્શાવ્યો છે. રૂ. 1,300ના સમાન સ્તરે આપણે કિંમતો દ્વારા પોલેરિટીમાં ફેરફાર પણ જોઈ શકીએ છીએ.

દૈનિક ચાર્ટ પર જુલાઈના છેલ્લા સપ્તાહમાં કિંમતોએ ડબલ બોટમ પેટર્નમાંથી બ્રેકઆઉટ આપ્યો હતો, જે અપવર્ડ ટ્રેન્ડની શરૂઆત સૂચવે છે.

બ્રેકઆઉટ હાઇ વોલ્યુમ અને ગેપ સાથે હોવાથી બ્રેકઆઉટની પુષ્ટિ કરે છે.

અપર બોલિંગર બેન્ડની ઉપર કિંમતો જળવાઈ રહે છે જે સ્ટોકની વધતી જતી અસ્થિરતાને દર્શાવે છે. RSI એ સાપ્તાહિક સમયગાળા પર બ્રેકઆઉટ આપ્યું છે જે દર્શાવે છે કે શેરની કિંમતોમાં ભારે ગતિ છે.

આગળ જતાં અમે રૂ. 1,400ના સ્ટોપ-લોસ માટે રૂ. 1,600ના લેવલ સુધી ભાવ ઊંચા જવાની અપેક્ષા રાખીએ છીએ.

શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ: બાય | LTP: રૂ 1,406.05 | સ્ટોપ-લોસ: રૂ. 1,230 | ટાર્ગેટ: રૂ. 1,700 | વળતર: 21 ટકા

Business Idea: ગામડાથી લઈને શહેર ગમે ત્યાં કરી શકો છો આ બિઝનેસ, થશે લાખોની કમાણી તે પણ ટેક્સ ફ્રી

સાપ્તાહિક સમયગાળામાં શ્રીરામ ટ્રાન્સપોર્ટે તેના અગાઉના રૂ. 428.70 (માર્ચ 2020) લેવલથી રૂ. 1,700 ના લેવલ (નવેમ્બર 2021) સુધીના ઉછાળા પરથી 50 ટકા ફિબોનાકી રીટ્રેસમેન્ટ લેવલનો સપોર્ટ લીધો છે.

જુલાઈ 2022માં સ્ટોકની કિંમતોએ રેક્ટેન્ગલ પેટર્નમાંથી બ્રેકઆઉટ આપ્યો હતો જે સૂચવે છે કે કિંમતો અપવર્ડ ટ્રેન્ડમાં રહી શકે છે.

દૈનિક સમયગાળામાં કિંમતો સૌથી ઊંચી, અપર બોટમ પેટર્ન શરૂ થઈ છે, જે ટ્રેન્ડની શરૂઆત થઇ હોવાની પુષ્ટિ કરે છે.

દૈનિક સમયગાળાના ભાવ અપર બોલિંગર બેન્ડની આસપાસ ફરતા હોય છે, જે સૂચવે છે કે અપસાઇડ માટે વોલેટિલિટી વધી રહી છે.

સાપ્તાહિક અને દૈનિક સમયગાળા પર રચાયેલ RSI 50 માર્કથી ઉપર છે, જે દર્શાવે છે કે કિંમતોમાં મજબૂત વૃદ્ધિ છે.

આગળ જતાં અમે રૂ. 1,230ના સ્ટોપ-લોસ સાથે રૂ. 1,700ના લેવલ સુધી ભાવ ઊંચા જવાની અપેક્ષા રાખીએ છીએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Expert opinion, Hot stocks, Share bazar, Stock market Tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन