Home /News /business /રેસ્ટોરન્ટ કે ડિલિવરી એપમાં તમને ખરાબ ભોજન અપાયું છે તો આ રીતે નોંધાવો ફરિયાદ
રેસ્ટોરન્ટ કે ડિલિવરી એપમાં તમને ખરાબ ભોજન અપાયું છે તો આ રીતે નોંધાવો ફરિયાદ
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2005 હેઠળ ગ્રાહકોની ફરિયાદ નિવારણ માટે કાયદાઓ ઘડવામાં આવ્યા છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2005 હેઠળ ફરિયાદોને ધ્યાને લઈને કાર્યવાહી અંગે ઘણા નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમે ભોજનની ગુણવત્તા અને રેસ્ટોરન્ટની સેવાને લઈને ફરિયાદ કરી શકશો.
Food Complaint: સામાન્ય રીતે લોકોમાં બહારનું ખાવાનો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જાય છે. લોકો તેના માટે નત-નવા રેસ્ટોરન્ટમાં જઈને સ્વાદનો આનંદ માણતા હોય છે. લોકોને અલગ અલગ પ્રકારું ખાવાનું ખુબજ પસંદ પડે છે. પણ ઘણીવાર આ પ્રયોગ ઉલટો પડે છે. એવું તમારી સાથે પણ થયું હશે કે તમને રેસ્ટોરન્ટનું ખાવાનું પસંદ નહિ પડ્યું હોય અથવા તો તેની સર્વિસ તમને ગમી નહિ હોય. એટલા માટે એ અતિ જરૂરી છે કે તમને તમારા અધિકારોનો ખ્યાલ હોવો જોઈએ. જેથી તમે તેની યોગ્ય જગ્યાએ ફરિયાદ કરી શકો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2005 હેઠળ ગ્રાહકોની ફરિયાદ નિવારણ માટે કાયદાઓ ઘડવામાં આવ્યા છે. ભોજનમાં ખામી કે સેવામાં ખામી જેવી અનેક બાબતોને લઈને તમે અરજી કરી શકો છો.