Union
Budget 2023

Highlights

Home /News /business /Home Loan Interest Rates: 20 વર્ષની મુદ્દત માટે 50 લાખની હોમ લોનમાં હપ્તો કેટલો આવે? અહીં જાણો

Home Loan Interest Rates: 20 વર્ષની મુદ્દત માટે 50 લાખની હોમ લોનમાં હપ્તો કેટલો આવે? અહીં જાણો

આરબીઆઈ દ્વારા રેપો રેટ વધ્યા બાદ તમારી લોન પર કેટલી અસર પડશે અને હાલ 50 લાખની લોન કેટલો ઈએમઆઈ આવે છે તે સમજો.

Home Loan EMI Calculation: હાલમાં જ કેન્દ્રિય બેંકે રેપો રેટમાં વધારો કરતા દરેક લોકો એ ગણતરીમાં પડ્યા છે કે તેમની હોમ લોનનો હપ્તો કેટલો વધી શકે અથવા તો જો નવી હોમ લોન લેવા જઈ રહ્યા હોય તો કેટલો માસિક હપ્તો આવી શકે. આ માટે અમે તમને હાલના જુદી જુદી બેંકોના વ્યાજ દરના આધારે રુ.50 લાખની હોમ લોનના EMI અંગે જણાવી રહ્યા છીએ.

વધુ જુઓ ...
RBIની મોનિટરી પોલિસી કમિટીએ ગઈકાલે એટલે કે શુક્રવારે 5 ઓગસ્ટના દિવસે બેંચમાર્ક રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરીને રેટને 4.90 ટકાથી 5.40 ટકા કરી દીધો છે. રેપો રેટમાં વધારા સાથે જ તમામ લોનમાં પણ વ્યાજ દરો વધશે. બેંકરોએ જણાવ્યું કે નિયર ટર્મ લોન રેટ્સમાં 0.25થી 0.50 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે. ફેડરેલ બેંકના ચીફ ફાઈનાન્શિયલ ઓફીસર અને ગ્રુપ પ્રેીડેન્ટ વેંકટરામન વેંકટેશ્વરને અમારા સહયોગી મની કંટ્રોલ સાથે 5 ઓગસ્ટના દિવસે વાત કરતા કહ્યું કે, 'રેપો રેટમાં વધારા બાદ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ્ડ લેંડિંકગ રેટ (MCLR) લિંક્ડ લોન રેટમાં 0.20 ટકાથી 0.30 ટકા સુધીનો વધારો થઈ શકે છે. તો ડિપોઝિટ રેટમાં 0.30 ટકાથી 0.50 ટકા સુધીનો વધારો થઈ શકે છે.'

Stock Market: RBIની નવી પોલિસી બાદ માર્કેટ પોઝિટિવ નોટ પર બંધ થયું, હવે આગામી સપ્તાહ કેવું રહેશે?

આ જ રીતે Axis Bankના નીરજ ગંભીરે કહ્યું કે, તેમને આશા છે કે પોલિસી રેટમાં વધારા અનુરુપ ડિપોઝિટ અને લેંડિંગ દરોમાં પણ નિયમ સમયમાં વધારો થઈ શકે છે. જોકે તમણે ઉમેર્યું કે આ વધારો કેટલો થશે તેના આધાર લિક્વિડિટી અને બજારની સ્થિરતા પર નિર્ભર કરે છે. મહત્વનું છે કે મોંઘવારી હજુ પણ એક મોટી ચિંતા છે. આ કારણે જ કેન્દ્રિય બેંકે શુક્રવારે સતત ત્રીજીવાર રેપ રેટમાં વધારો કર્યો હતો. જોકે આરબીઆઈએ નાણાકીય વર્ષ 2023 માટે મોંઘવારીનું અનુમાન 6.7 ટકા રાખ્યું છે.જ્યારે ગ્રોથ એટલે કે GDPનું અનુમાન 7.2 ટકા રાખ્યું છે. ત્યારે આગામી સમયમાં તમારી લોનનો ઈએમઆઈ કેટલો વધશે. તે આ નીચેના કોષ્ટક પરથી સમજીએ.

હવે વધુ કિંમતે વેચી શકશો પોતાના જૂના ટુ-વ્હીલર, Heroએ લોન્ચ કર્યું રિસેલ પ્લેટફોર્મ
20 વર્ષની મુદ્દત માટે રૂ. 50 લાખની લોન પર હપ્તા

બેન્ક (Banks)વ્યાજદર (%) (50 લાખની હોમ લોન પર વાર્ષિક વ્યાજ)EMI
આઈઓબી IOB)7.15રૂ.39,216
સેન્ટ્રલ બેન્ક (Central Bank)7.2રૂ.39,367
બેન્ક ઓફ ઈન્ડિયા (Bank of India)7.3રૂ.39,670
બેન્ક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra)7.3રૂ.39,670
ઈન્ડિયન બેન્ક (Indian Bank)7.4રૂ.39,974
પંજાબ નેશનલ બેન્ક (Punjab National Bank)7.4રૂ.39,974
પંજાબ& સિન્ડ બેન્ક (Punjab & Sind Bank)7.4રૂ.39,974
યૂકો બેન્ક (UCO Bank)7.4રૂ.39,974
યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા (Union Bank of India)7.4રૂ.39,974
બેન્ક ઓફ બરોડા (Bank of Baroda)7.45રૂ.40,127આ તમામ લિસ્ટેડ (BSE) પબ્લિક એન્ડ પ્રાઇવેટ બેંકો (સ્મોલ ફાઇનાન્સ બેંકોને બાદ કરતા)ની વેબસાઇટ (Websites of banks) પર દર્શાવેલા હોમ લોનના વ્યાજ (Home loan interest rate)ના ડેટાને અહી ધ્યાનમાં લેવાયા છે. આ ડેટા 03 જૂન 2022 સુધીના છે. ટોચની 10 બેંકોને વ્યાજ દરના આધારે ચડતા ક્રમમાં સૂચિબદ્ધ (Listed banks) કરવામાં આવી છે. એટલે કે હોમ લોન (રૂ. 50 લાખની) પર સૌથી ઓછા વ્યાજ દર (Interest rate) ઓફર કરતી બેંકને ટોચ પર રખાઇ છે, જ્યારે સૌથી વધુ વ્યાજ દર ઓફર કરતી બેંકને તળિયે રખાઈ છે. 50 લાખ રૂપિયાની લોન (Loan) પર બેંકો દ્વારા આપવામાં આવતા સૌથી નીચા દરને કોષ્ટકમાં ધ્યાનમાં લેવામાં આવ્યા છે. હપ્તા (EMI)ની ગણતરી રૂ. 50 લાખની લોન માટે ટેબલમાં દર્શાવવામાં આવેલા વ્યાજના દરના આધારે કરાય છે અને આ લોનમાં 20 વર્ષની મુદ્દત ધ્યાનમાં લેવાઈ છે. ઉલ્લેખનિય છે કે, હપ્તા (EMI)ની ગણતરી માટે પ્રોસેસિંગ અને અન્ય ચાર્જિસ (processing charges)ને શૂન્ય ગણવામાં આવે છે.
Published by:Mitesh Purohit
First published:

Tags: Cheapest home loan banks, Home loan EMI, RBI repo rate, હોમ લોન વ્યાજ દર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन