Home /News /business /તહેવારોની મોસમમાં આ બેંકમાંથી લેશો હોમ લોન તો આપવુ પડશે ઓછુ વ્યાજ, સસ્તા દરે લોન આપતી બેંકોની યાદી

તહેવારોની મોસમમાં આ બેંકમાંથી લેશો હોમ લોન તો આપવુ પડશે ઓછુ વ્યાજ, સસ્તા દરે લોન આપતી બેંકોની યાદી

આ બેંક આપી રહી છે સસ્તા દરે હોમ લોન(ફાઈલ તસવીર)

Home loans: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ વર્ષે ચાર વખત રેપોરેટમાં વધારો કર્યો છે. કેન્દ્રીય બેંક દ્વારા વ્યાજના દરોમાં વધારો કરવાથી હોમ લોન, પર્સનલ લોન અને કાર લોનના વ્યાજ દરોમાં બેંકોએ વધારો કર્યો છે. હોમ લોનની વાત કરીએ તો તેના વ્યાજ દર હવે 8 ટકા સુધી વધી ગયા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ વર્ષે ચાર વખત રેપોરેટમાં વધારો કર્યો છે. કેન્દ્રીય બેંક દ્વારા વ્યાજના દરોમાં વધારો કરવાથી હોમ લોન, પર્સનલ લોન અને કાર લોનના વ્યાજ દરોમાં બેંકોએ વધારો કર્યો છે. હોમ લોનની વાત કરીએ તો તેના વ્યાજ દર હવે 8 ટકા સુધી વધી ગયા છે. આપણા દેશમાં ઘર ખરીદવા માટે હોમ લોન લેતા લોકોની સંખ્યા ઘણી વધારે છે. હવે વ્યાજ દરો વધવાને કારણે ઘર ખરીદનારા લોકોએ વધારે વ્યાજ ચૂકવવુ પડશે.

    મહત્વની વાત તો એ છે કે, બધી જ બેંક અને નોન-બેંકિંગ કંપનીઓની લોનના વ્યાજ દર સમાન નથી હોતા. હોમ લોન આપવાની દરેક બેંકની શરતો અને વ્યાજ દર જુદા-જુદા હોય છે. એટલા માટે લોન લેતા પહેલા અલગ-અલગ બેંકોમાં વ્યાજ દરો વિશે જાણકારી લઈ લેવી જોઈએ. આજે અમે તેમને એવી બેંકો અને NBFC વિશે જણાવીશુ જે, સસ્તી હોમ લોન આપી રહી છે.

    સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા


    મનીકંટ્રોલની એક રિપોર્ટ અનુસાર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 20 વર્ષની મુદ્દત માટે 75 લાખ રૂપિયાની હોમ લોન પર 7.5 ટકા વ્યાજ દર લઈ રહી છે. આમાં તમારો માસિક હપ્તો 60,419 રૂપિયા હશે.

    આ પણ વાંચોઃ સોના-ચાંદીમાં તેજી યથાવત, સોનું 52 પાર તો ચાંદી પણ 62 નજીક પહોંચ્યું

    બજાજ ફાયનાન્સ


    નોન બેંકિંગ ફાયનાન્સ કંપની, બજાજ ફાયનાન્સમાથી જો તમે 20 વર્ષ માટે 75 લાખ રૂપિયાની લોન લો છો, તો તમને 7.7 ટકા વાર્ષિક દરથી વ્યાજ ચૂકવવુ પડશે. આ લોનની EMI 61,340 રૂપિયા થશે.

    યૂનિયન બેંક


    યૂનિયન બેંક જાહેર ક્ષેત્રની બેંક યૂનિયન બેંકનું નામ પણ સસ્તી લોન આપનારી બેંકોની યાદીમા સામેલ છે. યૂનિયન બેંકમાંથી જો તમે 75 લાખ રૂપિયાની લોન લો છો અને તેને 20 વર્ષમાં પરત કરો છો, તો તમારે 7.75 ટકાના વાર્ષિક દરે વ્યાદ ચૂકવવુ પડશે.

    કોટક મહિન્દ્રા બેંક


    ખાનગી ક્ષેત્રની બેંક, કોટક મહિન્દ્રા બેંક હોમ લોન પર 7.99 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. આ વ્યાજ દર 75 લાખ રૂપિયાની તે લોન પર છે જેને 20 વર્ષમાં ચૂકવવાની છે. જો કોટક મહિન્દ્રા બેંકમાંથી તમે લોન લો છો, તો EMI 62,686 રૂપિયા થશે.

    આ પણ વાંચોઃ શેરબજારની આજે ઘટાડા સાથે શરુઆત, પ્રોફિટ બુકિંગથી ભારે વેચવાલીનું દબાણ

    આઈડીબીઆઈ બેંક


    આઈડીબીઆઈ બેંક પણ 20 વર્ષની પરિપક્વતા મુદ્દત સાથે 75 લાખ રૂપિયાની હોમ લોન પર 8 ટકા ઓફર કરી રહી છે. આ રીતે LIC હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડની હોમ લોન પર વ્યાજ દર 8 ટકા છે. આદિત્ય બિરલા હાઉસિંગ ફાયનાન્સ પણ આ જ દરે હોમ લોન આપી રહ્યુ છે.


    કેનરા બેંક


    કેનરા બેંક 8.05 ટકાના દરે હોમ લોન ઓફર કરી રહી છે. અહીં તમને EMI 62,967 રૂપિયા થશે. કરૂર વૈશ્ય બેંક પણ 20 વર્ષની 75 લાખ રૂપિયાની લોન પર 8.05 ટકા વ્યાજ આપી રહી છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Cheapest home loan banks, Reserve bank of india

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन