Home /News /business /

ક્રેડિટ કાર્ડ સાથે ફ્રોડ થવાના કેસમાં મળે છે વળતર, જાણો કેવી રીતે

ક્રેડિટ કાર્ડ સાથે ફ્રોડ થવાના કેસમાં મળે છે વળતર, જાણો કેવી રીતે

ડિઝિટલ બેંકિગના કારણે સાઇબર ક્રાઇમની ઘટના વધી ગઇ છે. છાપામાં તમે પણ અનેક વાર તેવી ઘટનાઓ વાંચતા હશો કે ફોન પર બેંકનો પિન માંગી ઓનલાઇન છેતરપીંડી કરી લાખોનું નુક્શાન કરી ગયા! ત્યારે જો તમારી જોડે તેવું થાય તો તાત્કાલિક સંબંધિત બેંકને આ અંગે સૂચિત કરો.

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ આજના સમયે ખુબ જ વધી ગયો છે પરંતુ આજ કેટલાક લોકો ક્રેડિટ કાર્ડ લેવા માટે ડરે છે.

    ક્રેડિટ કાર્ડનો ઉપયોગ આજના સમયે ખુબ જ વધી ગયો છે પરંતુ આજ કેટલાક લોકો ક્રેડિટ કાર્ડ લેવા માટે ડરે છે. ક્રેડિટ કાર્ડ ખોવાઇ જવાથી તેનો દુરુપયોગ થવાનો ડર લાગે છે. એ વિચારીને પરેશાન થઇ જાય છે કે આ નુકસાનની ભરપાઇ કેવી રીતે કરી શકાશે.

    જો તમારું ક્રેડિટ કાર્ડ ખોવાઇ જાય તો તેનો દુરુપયોગ થાય તો તમારે ચિંતા કરવાની જરૂરત નથી. આવું થવા પરત ક્રેડિટ કાર્ડ રજૂ કરનારી બેન્ક તમને વળતર આપશે. એના માટે બેન્કનો વીમા કંપની સાથે કરાર હોય છે. તો ચાલો જાણીએ કે વળતર માટેનો દાવો કેવી રીતે કરી શકાય.

    - સૌથી પહેલા જો તમારું ક્રેડિટ કાર્ડ ગુમ થઇ ગયું છે તો તમારે એનો પુરાવો આપવો પડશે.
    - જો કાર્ડ ખાર્ડ ખોઇદેનાર વ્યક્તિ કાર્ડ ખોવાઇ જવાનો મજબૂત પુરાવો રજૂ ન કરી શકે તો બેન્ક વળતરની પ્રક્રિયા આગળ નહીં વધારે.
    - એક વાત હંમેશા ધ્યાન રાખવું કે કાર્ડ ખોવાઇ જાય કે તરત જ એની જાણકારી બેન્કને આપવી અને કાર્ડને બ્લોક કરાવી દેવું. એટલા માટે આ કાર્ડનો દુરુપયોગ થવાની સંભાવના ઓછી થઇ જાય.
    - કાર્ડ ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં પણ નોંધાવો અને એની કોપી લઇ લો. કેટલાક રાજ્યોમાં ઓનલાઇન ફરિયાદ નોંધાવાની પણ વ્યવસ્થા છે. એનાથી તમારી પાસે મજબૂત પુરાવો આવી જશે.
    - ત્યારબાદ બેન્ક વળતર આપવાની પ્રક્રિયા આગળ વધારે છે
    -કાર્ડ ગુમાવ્યા પછી કાર્ડહોલ્ડરને મળનાર વળતર એવાત ઉપર નિર્ભર નથી કરતા કે કાર્ડનો દુરઉપયોગ કરનાર પાસેથી પૈસા વસુલ્યા છે કે નહીં વીમા કવરમાં હોવાના કારણે એટલે આ વાતની ચિંતા નહીં કરવી જોઇએ.
    Published by:ankit patel
    First published:

    Tags: Bank

    આગામી સમાચાર