Home /News /business /ઢગલો બ્રોકરેજ હાઉસ આપી રહ્યા છે સલાહ, આ શેર ખરીદી લો; બજેટના દિવસે થઈ જશો માલામાલ

ઢગલો બ્રોકરેજ હાઉસ આપી રહ્યા છે સલાહ, આ શેર ખરીદી લો; બજેટના દિવસે થઈ જશો માલામાલ

આ શેર ખરીદો

વાસ્તવમાં યોગ્ય ભાવ પર આ કંપનીઓના શેરોમાં રોકાણ કરીને તમે એકથી ડોઢ મહિનામાં જ સારું વળતર મળી શકે છે. જો કે, આમાં રોકાણ કર્યા પછી તમને 1 ફેબ્રઆરી 2023 સુધી રહા જોવી પડશે. એક્સપર્ટનું કહેવું છે કે, આગામી નાણાકીય વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર પર સરકારનું ધ્યાન રહેવાની આશા છે.

વધુ જુઓ ...
 • News18 Hindi
 • Last Updated :
 • New Delhi, India
  મુંબઈઃ દર વર્ષે કેન્દ્રીય બજેટ આવવા પહેલા દેશની આર્થિક અને રોકાણ સાથે સંબંધિત પ્રવૃતિઓ પર અસર પડે છે. કારણ કે, રોકાણકારોથી લઈને વેપારીઓ સુધી બધા બજેટમાં થનારી જાહેરાતોની રાહ જોતા હોય છે. આ વચ્ચે કેટલીક કંપનીઓના શેરોમાં પણ જબરદસ્ત ઉછાળો આવે છે. વાસ્તવમાં બજેટમાં કોઈ ખાસ સેક્ટરને લઈને મોટી જાહેરાતની આશામાં આ શેર ઉપર ચઢવા લાગે છે અને ઘણા રોકાણકારો આ તકનો ફાયદો ઉઠાવવાના પ્રયાસમાં હોય છે. જો તમે પણ કોઈ આવા જ શેરની શોધમાં છો તો અહીં બતાવવામાં આવેલા શેર પર દાવ લગાવી શકો છો.

  વાસ્તવમાં યોગ્ય ભાવ પર આ કંપનીઓના શેરોમાં રોકાણ કરીને તમે એકથી ડોઢ મહિનામાં જ સારું વળતર મળી શકે છે. જો કે, આમાં રોકાણ કર્યા પછી તમને 1 ફેબ્રઆરી 2023 સુધી રહા જોવી પડશે. એક્સપર્ટનું કહેવું છે કે, આગામી નાણાકીય વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર પર સરકારનું ધ્યાન રહેવાની આશા છે.

  આ પણ વાંચોઃ 2023માં ક્યાં રહેશે બ્રોકરેજ ફર્મ્સની નજર, જો ખોટમાં ન જવું હોય તો આજે જ જાણી લો

  બ્રોકરેજ હાઉસિઝે આ શેરો પર લગાવ્યો દાંવ


  બજાર જાણકારોનું માનીએ તો, જો ઈન્ફ્રા સેક્ટર માટે બજેટમાં કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી તો તેની સીધી અસર આ સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓને થશે. આમાં IRCON International, PNC Infratech અને KNR Constructions જેવા નામ સામેલ છે.

  આ ભારતીય રેલવેની સબસિડીયરી છે અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી પ્રોડક્ટસ પર કામ કરે છે. એચડીએફસી સિક્યોરિટીઝનું કહેવું છે કે, ઈરકોન ઈન્ટરનેશનલની ઓર્ડર બુક સપ્ટેમ્બર 2022માં 40,020 કરોડ રૂપિયા હતી અને આગામી બજેટમાં ઈન્ફ્રા સેક્ટર માટે મહત્વપૂર્ણ જાહેરાતથી તેને હજુ પણ વધારે ફાયદો મળી શકે છે. એટલા માટે બ્રોકરેજ ફર્મ્સે આ શેર ખરીદવાની સલાહ આપી છે.

  આ બે કંપનીઓ પર પણ બ્રોકરેજ ફર્મ્સએ ખરીદીની સલાહ આપી છે. આમાં નોમુરાએ પીએનસી ઈન્ફ્રાટેક એટલા માટે પસંદ છે કારણ કે, તે ખોટમાંથી નેટ કેશ કંપની બની ગઈ છે. આ ઉપરાંત, 20 બ્રોકરેજ બ્રોકરેજ હાઉસે પીએનસી ઈન્ફ્રાટેકના શેરો પર ખરીદીની સલાહ આપી છે. જ્યારે 22 બ્રોકરેજ ફર્મોએ કેએનઆઈ કનસ્ટ્રક્શનના શેરોમાં દાવ લગાવવા કહ્યું છે.

  આ પણ વાંચોઃ 2023માં રોકાણ કરતા અચકાશો નહિ, આ રહ્યા શ્રેષ્ઠ લાર્જ અને મિડ કેપ ફંડ્સ; આપશે દમદાર વળતર

  સરકારી સેક્ટરની કંપનીઓની યાદી પણ સામેલ


  સરકારી માલિકીની ડિફેન્સ સેક્ટરની આ કંપની એયરક્રાફ્ટ્સ અને હેલીકોપ્ટર્સ સહિત ઘણી પ્રકારની પ્રોડક્ટ્સ બનાવે છે. કંપનીનો અંદાજ છે કે, આગામી 6 મહિનામાં ઓર્ડરબુક 500 અબજ ડોલર સુધી પહોંચી જશે. આ સ્ટ્રોન્ગ ઓર્ડર બુકને જોતા 9 બ્રોકરેજ ફર્મ્સે એચએએલના શેરોને ખરીદવાની સલાહ આપી છે.

  એયર મિસાઈલમાં ખરીગી


  એયર મિસાઈલ, એન્ટી ટેંક ગ્રાઈડેડ સહિત અન્ય સેન્ય ઉપકરણ બનાવવા વાળી એ પણ ડિફેન્સ સેક્ટરની એક મુખ્ય કંપની છે. અંદાજ છે કે, આગામી બેથી ત્રણ વર્ષમાં કંપનીની ઓર્ડર બુક વધીને 250 અબજ ડોલર સુધી પહોંચી જશે. કારણ કે, સરકાર દેશમાં મિસાઈલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને તેનો સીધો ફાયદો આ કંપનીને મળશે. 7 બ્રોકરેજ હાઉસે આ કંપનીના શેરોમાં ખરીદીની સલાહ આપી છે.


  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Investment, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन