આ એપ્સ દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં કરો છો રોકાણ તો થઇ જાઓ સાવધાન, બની શકો છો ફ્રોડનો શિકાર

ક્રિપ્ટો કરન્સીની પ્રતિકાત્મક તસવીર

Cryptocurrency: જો તમે ટ્વિટર ટ્રેન્ડમાંથી સલાહ લો છો તો આપને જણાવી દઇએ કે થોડા સમયથી સોશ્યલ મીડિયા પર સતત #BuyTheDip અને #HODL ટ્રેન્ડ થઇ રહ્યા છે.

  • Share this:
નવી દિલ્હીઃ બિટકોઇન (Bitcoin) સહિત અન્ય ક્રિપ્ટોકરન્સીનું (Cryptocurrency) મૂલ્ય છેલ્લા થોડા સપ્તાહોમાં સતત નીચે જઇ રહ્યુ છે. એવામાં ઘણા લોકો વિચારી રહ્યા છે કે શું અત્યારે તેમાં પૈસા લગાવી શકાય કે નહીં. સાથે જ રોકાણકારોને આશા છે કે જલ્દી જ ક્રિપ્ટોકરન્સીની વેલ્યુ વધશે. એવામાં અત્યારે રોકાણ કરવું ફાયદાકારક બની શકે છે. જો તમે ટ્વિટર ટ્રેન્ડમાંથી (twitter trading) સલાહ લો છો તો આપને જણાવી દઇએ કે થોડા સમયથી સોશ્યલ મીડિયા પર સતત #BuyTheDip અને #HODL ટ્રેન્ડ થઇ રહ્યા છે.

જોકે રોકાણ કરતા પહેલા તમારે તે એપ પર એક લાંબી અને ધ્યાન પૂર્વક નજર કરી લેવી જોઇએ જેનો તમે ઉપયોગ કરી રહ્યા છો. ખાસ કરીને જો તમે એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરો છો. એન્ડ્રોઇડ યૂઝર્સ જો કે અલગ અલગ એપ્સ દ્વારા રોકાણ કરી રહ્યા છે તેઓ ફ્રોડનો શિકાર થઇ શકે છે.

જાણો, શું છે સમગ્ર મામલો?
લુકઆઉટ થ્રેટ લેબના સુરક્ષા સંશોધકોએ 170 એન્ડ્રોઇડ એપ્સનું લીસ્ટ બનાવ્યું છે, જેમાં 25 અધિકારિક એપ છે. ગૂગલ પ્લે સ્ટોર પર ઘણા એવી એપ્સ છે જે તેવા લોકો સાથે છેતરપિંડી કરે છે જે ક્રિપ્ટો માઇનિંગ દ્વારા પૈસા કમાવવા માંગે છે. જોકે ગૂગલે પ્લે સ્ટોર પર આવી ઘણી એપ્સને હટાવી દીધી છે, પરંતુ આ માત્ર થોડા સમયની વાત થઇ શકે છે.

આ પણ વાંચોઃ-માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! 12 વર્ષના નાના ભાઈથી 16 વર્ષની બહેન બની ગર્ભવતી

આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! કોન્ટ્રાક્ટરની પત્નીને પતિના મિત્રએ કેફી પીણું પીવડાવી ઉતાર્યા નગ્ન ફોટો અને વીડિયો, અઢી વર્ષ સુધી કર્યું યૌનશોષણ

બની શકે છે કે આ પ્રકારની નકલી ક્રિપ્ટોકરન્સી એપ તમારા સ્માર્ટફોનમાં પહેલાથી જ હોય. આ એપ વપરાશકર્તાઓ પાસેથી પૈસા વસૂલી રહી હતી, જેથી ક્રિપ્ટો કોઇનને માઇન કરવામાં સક્ષમ બની શકે. તેમણે જે કોઇન્સને માઇનિંગનો દાવો કર્યો હતો તેમાં બિટકોઇન અને એશેરિયમ સામેલ છે. આ એપ્સનો ભાવ $12.99થી $259.99ની વચ્ચે છે.

આ પણ વાંચોઃ-ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

આ પણ વાંચોઃ-સુરતઃ પૂત્રવધૂએ નિર્દયી રીતે વૃદ્ધ સાસુને ફટકારી, કાંતા બહેનની કહાની વાંચીને તમે પણ રડી જશો

લેણદેણની સમગ્ર જાણકારી મેળવાઇ
ક્રિપ્ટો માઇનિંગ એપ માટે સાઇન અપ કરનારે લેણદેણ કરનારની એક આખી લીસ્ટ જોઇ, જે તમામ નકલી હતી. આ સ્કેમિંગ એપ્સમાં યૂઝર્સ દ્વારા પોતાના ખાતામાંથી પૈસા ઉપાડ્યા પહેલા માઇનિંગ કરાયેલ સિક્કાઓથી ઓછામાં ઓછી રકમ માટેની નીતિ પણ હતી.સુરક્ષા સંશોધકોનું કહેવું છે કે, તેમાંથી અમુક એપ્સ માટે પ્લે સ્ટોર વપરાશકર્તા સમીક્ષાઓ સૂચવે છે કે વપરાશકર્તાઓને હજુ પણ પરત લેવાની મંજૂરી ન હતી, ભલે તે અગાઉથી નક્કી થયેલ ઓછામાં ઓછી રકમ જાળવી રહ્યા હોય. લુકઆઉટ થ્રેટ લેબનું માનવું છેકે ગૂગલ પ્લે સ્ટોર અને હકીકતમાં ત્રીજા પક્ષના એપ સ્ટોર પર ઉપલબ્ધ આ એપ્સએ 93000થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી છે અને વપરાશકર્તાઓ દ્વારા મેમ્બરશીપ રકમ ભરવામાં અને એપમાં અપગ્રેડ ખરીદવાની સાથે ઓછામાં ઓછા $350,000ની ચોરી થઇ છે.
First published: