Home /News /business /Solar Panel : હવે વીજળીનું બિલ આવશે ઝીરો! આ સરકારી યોજનાના ઘણા છે ફાયદા

Solar Panel : હવે વીજળીનું બિલ આવશે ઝીરો! આ સરકારી યોજનાના ઘણા છે ફાયદા

હવે વીજળીનું બિલ આવશે ઝીરો!

ઘરની છત પર સોલાર પેનલ લગાવવાનો ખર્ચ લગભગ એક લાખ રૂપિયા આવે છે. પરંતુ સબસિડી બાદ માત્ર 70 હજાર રૂપિયામાં એક કિલોવોટનો સોલર પ્લાન્ટ લગાવી શકાશે. કેન્દ્ર સરકારની સબસિડી સિવાય કેટલાક રાજ્યો આ માટે અલગથી સબસિડી પણ આપે છે. એવામાં 70 હજારનો આ ખર્ચ હજુ વધુ ઘટી જાય છે.

વધુ જુઓ ...
    કેન્દ્ર સરકાર ઊર્જાના પરંપરાગત સ્ત્રોતોને બદલે વૈકલ્પિક સ્ત્રોતો પર નિર્ભરતા વધારવા પર સતત ભાર આપી રહી છે. આ જ દિશામાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી આપણે તેલની આયાત માટે વિદેશી દેશો પર નિર્ભર ન રહીએ.

    સરકાર સૌર ઊર્જાના વધુ સારા ઉપયોગ પર ધ્યાન આપી રહી છે અને આ માટે કેન્દ્ર દ્વારા સબસિડી પણ આપવામાં આવી રહી છે. જો તમે તમારા ઘરની છત પર સોલર પેનલ લગાવો છો, તો તમને 30 ટકા સબસિડી આપવામાં આવશે. ઉપરાંત, તેનો ઉપયોગ ઘરમાં વપરાતી વીજળી માટે પણ કરી શકાય છે.

    સરકાર આપે છે સબસિડી


    તમારા ઘરની છત પર સોલર પેનલ લગાવવાથી વીજળી બિલનું ટેન્શન પણ સમાપ્ત થઈ જશે, કારણ કે સામાન્ય ઘરોમાં વીજળીના વપરાશ માટે પૂરતી ઊર્જા અહીંથી મેળવી શકાય છે. સોલર પેનલ લગાવનારાઓને કેન્દ્ર સરકાર દ્વારા રૂફટોપ સોલાર પ્લાન્ટ પર 30 ટકા સબસિડી આપવામાં આવી રહી છે, જેના કારણે તમારો એક લાખનો ખર્ચ ઘટીને લગભગ 70 હજાર રૂપિયા થઈ જશે.

    ઘરની છત પર સોલાર પેનલ લગાવવાનો ખર્ચ લગભગ એક લાખ રૂપિયા આવે છે. પરંતુ સબસિડી બાદ માત્ર 70 હજાર રૂપિયામાં એક કિલોવોટનો સોલર પ્લાન્ટ લગાવી શકાશે. કેન્દ્ર સરકારની સબસિડી સિવાય કેટલાક રાજ્યો આ માટે અલગથી સબસિડી પણ આપે છે. એવામાં 70 હજારનો આ ખર્ચ હજુ વધુ ઘટી જાય છે.

    આ પણ વાંચો -Crypto યુઝર્સ સાવધાન! અજાણી લિંક પર ક્લિક ન કરતા, યુટ્યુબ થકી ફેલાઈ રહ્યો છે ખતરનાક માલવેર

    25 વર્ષ માટે ટેન્શન બનો ફ્રી!


    આ યોજનાનો લાભ લેવા માટે તમારે સૌપ્રથમ રાજ્ય સરકારની રિન્યુએબલ એનર્જી ઓથોરિટી પાસે જવું પડશે, જે સોલર પેનલ બહાર પાડે છે. દેશના મોટા શહેરોમાં તેમની ઓફિસો સ્થાપિત કરવામાં આવી છે અને ખાનગી ડીલરો દ્વારા સોલર પેનલ આપવામાં આવે છે. જો તમને પેનલ લગાવવા માટે સબસિડી જોઈતી હોય તો તેનું ફોર્મ પણ આ ઓફિસોમાંથી ઉપલબ્ધ થશે. એકવાર આ સોલાર પેનલ ઘરે લગાવી દેવામાં આવે તો પછીના 25 વર્ષ સુધી તમે મફતમાં વીજળી વાપરી શકો છો.

    સોલર પેનલનું આયુષ્ય લગભગ 25 વર્ષ છે. મતલબ કે આટલા લાંબા સમય સુધી કામમાં ખામી આવાની કે બગડવાની શક્યતા નહિવત્ છે. પેનલ્સ ઇન્સ્ટોલ કર્યા પછી તમને સૌર ઉર્જા દ્વારા વીજળી મળશે.

    પેનલ તમારી છત પર સ્થાપિત થશે અને તેથી તેની જાળવણી સરળ બની જશે. આ પેનલ્સની ક્ષમતા 1 kW થી 5 kW સુધીની છે. તેને ઇન્સ્ટોલ કર્યા પછી વીજળીનું બિલ નહિ આવે, સાથે જ તમે ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને પ્રદૂષણ ઘટાડવામાં યોગદાન આપી શકો છો.

    આ પણ વાંચો -હર્ષદ મહેતાની પત્નીએ તોડ્યું મૌન, સ્વર્ગસ્થ બિગ બુલના બચાવ માટે શરૂ કરી વેબસાઇટ

    કુલર-એસી બધું ચાલશે


    પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે સોલાર પેનલમાં મેઇનટેનન્સ ખર્ચ નહિવત છે. તમારે દર 10 વર્ષે એકવાર બેટરી બદલવી પડશે. તેની બેટરીની કિંમત પણ લગભગ 20 હજાર રૂપિયા છે. જરૂરિયાત મુજબ આ સોલાર પેનલને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે.

    ઘરમાં ટ્યુબલાઇટથી લઈને પંખા અને ફ્રીજથી લઈને ટીવી સુધીની દરેક વસ્તુ આ સોલાર પેનલની વીજળીથી ચાલી શકે છે. આ માટે એક કિલોવોટની ક્ષમતાની પેનલ પૂરતી છે. જો તમારે ઘરમાં AC ચલાવવું હોય તો 2 KWની પેનલની જરૂર પડશે. આના જેવા મોટા વિદ્યુત ઉપકરણને ચલાવવા માટે ક્ષમતા અનુસાર વિવિધ પેનલ ઉપલબ્ધ છે.
    First published:

    Tags: Solar panel

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો