તમારી પાસે પણ ફાટેલી નોટ હોય તો ગભરાશો નહીં, સરળતાથી બદલી શકો છો, આવી છે રીત

ઘણી વખત એટીએમમાંથી પૈસા કાઢતી વખતે પણ ફાટેલી નોટ આવી જાય છે. આવી નોટોના કારણે લોકો પરેશાન થાય છે

ઘણી વખત એટીએમમાંથી પૈસા કાઢતી વખતે પણ ફાટેલી નોટ આવી જાય છે. આવી નોટોના કારણે લોકો પરેશાન થાય છે

  • Share this:
નવી દિલ્હી : ફાટેલી ચલણી નોટોના કારણે અનેક લોકો પરેશાન છે. આર્થિક વ્યવહારો સમયે ધ્યાન બહાર ખિસ્સામાં આવી જતી ફાટેલી નોટો વાપરવી મુશ્કેલ હોય છે. અધૂરામાં પૂરું ઘણી વખત એટીએમમાંથી પૈસા કાઢતી વખતે પણ ફાટેલી નોટ આવી જાય છે. આવી નોટોના કારણે લોકો પરેશાન થાય છે. અલબત્ત, હવે જો એટીએમમાંથી આ પ્રકારની નોટો બહાર આવે તો પરેશાન થવાની જરૂર નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોકોની તકલીફ જોઈને નવો ઉકેલ આપ્યો છે. તો ચાલો તે ઉકેલ અંગે જાણીએ.

નોટની જાણકારી આપવી પડશે

એટીએમમાંથી જો ફાટેલી નોટ નીકળે તો તમે બેંકનો સંપર્ક કરી શકો છો. બેંક તેમને નોટો બદલી આપશે. અલબત્ત, એ માટે તમારે ફોર્મ ભરવું પડશે. જેમાં સમય, તારીખ અને કયા એટીએમમાંથી આ નોટ નીકળી તે દર્શાવવું પડશે. આ સાથે તમારે વિથડ્રોવ સ્લીપ પણ જમા કરાવવી પડશે. જો એટીએમમાંથી સ્લીપ નીકળી ન હોય તો તમારા મોબાઈલમાં આવેલો મેસેજ એટેચ કરવો પડશે.

આ પણ વાંચો - ગરમીમાં CNG કાર ચલાવવામાં આવી શકે છે મુશ્કેલીઓ, આ ટિપ્સ અનુસરો નહીં થાય નુકસાન

શું કહે છે RBIનો નિયમ?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ એટીએમમાંથી નીકળેલી ફાટેલી નોટને બેંકમાં લઈ જઈ શકાય છે, ત્યાં જઈને બેંક કર્મચારીને તે નોટ તેમના એટીએમમાંથી નીકળી હોવાનું જણાવવાનું રહે છે. ત્યારબાદ આ નોટ બદલી અપાય છે. જો આવી સ્થિતિમાં પણ બેંક તમારી નોટ પરત ન લે તો અન્ય ઉકેલ પણ આજમાવી શકો છો. રિઝર્વ બેંકના એક્સચેન્જ કરન્સી નિયમ 2017 મુજબ જો તમને ફાટેલી નોટો મળે તો તે બદલી આપવાની જવાબદારી બેંકની છે. તેમાં વધુ સમય લાગતો નથી.

નિયમો મુજબ, કોઈ પણ બેંક એટીએમમાંથી નીકળેલી ફાટેલી નોટ લેવાની ના પાડી શકે નહીં. જો બેંક નિયમોનો ભંગ કરે તો બેંક કર્મચારી સામે કાર્યવાહી અને મોટો દંડ થઈ શકે છે.
First published: