નવી દિલ્હી. તમે વિચારી પણ નહીં શકો કે કોઈ સમયે જૂની ચીજો (Antique Piece) આપને અચાનકથી અમીર બનાવી શકે છે. આપના ઘરમાં પડેલા જૂના સામાનની ડિમાન્ડ બજારમાં એટલી વધુ છે કે આપને તેના બદલામાં મોં માંગી રકમ મળી શકે છે. જો આપની પાસે જૂના સિક્કા (Old Coins) પડ્યા છે તો તમે કરોડપતિ બની શકો છો. મૂળે, કેટલાક લોકોને જૂનો સામાન સંભાળીને રાખવાની આદત હોય છે કે પછી તેમને શોખ હોય છે. હવે એક રૂપિયાનો આ સિક્કો (antique coins for sale) આપની કિસ્મત બદલી શકે છે અને તમે ઘરે બેઠા કરોડપતિ બની શકો છો. આવો જાણીએ તેના વિશે બધું જ...
દોઢ લાખ રૂપિયા કમાઈ શકો છો
આજે અમે આપને આવા જ એક સિક્કા વિશે જણાવી રહ્યા છીએ અને કેવી રીતે એક ક્લિકથી આપને કરોડપતિ બનાવી શકે છે. ઇ-કોમર્સ સાઇટ Quickr પર મહારાણી વિક્ટોરિયા નો વર્ષ 1862નો સિક્કો વેચાઈ રહ્યો છે. આ વેબસાઇટ પર આ સિક્કો 1.5 લાખ રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યો છે. વર્ષ 1862માં બનેલો એક રૂપિયાનો ચાંદીનો સિક્કો દુર્લભ સિક્કાઓની શ્રેણીમાં આવે છે. તેનાથી તમે દોઢ લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો.
નોંધનીય છે કે, ભારતમાં અનેક લોકો મહારાણી વિક્ટોરિયાના સિક્કાઓની ખરીદી કરવાનું પસંદ કરે છે. અનેક લોકો દિવાળી, અખા ત્રીજ જેવા શુભ મુહૂર્ત પર આવા સિક્કાની ખરીદી કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં અનેક સિક્કાઓને બનાવવાનું કામ બંધ થઈ ગયું છે. જેના કારણે આ સિક્કાની કિંમત ઘણી વધી ગઈ છે. આ પણ વાંચો, J&K: પુલવામામાં આતંકવાદીઓએ BJP કાઉન્સિલર રાકેશ પંડિતાની ગોળી મારી કરી હત્યા
આ સિક્કાને કેવી રીતે વેચી શકાય?
જો આપની પાસે પણ એક રૂપિયાનો આવો દુર્લભ સિક્કો છે અને તમે તેને વેચવા માંગો છો તો આપને ઇ-કોમર્સ વેબસાઇટ Quickr પર જવું પડશે. અહીં સૌથી પહેલા આપને સાઇટ પર એક ઓનલાઇન વિક્રેતા (Seller) તરીકે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. સિક્કાની એક તસવીર પ ક્લિક કરો અને તેને સાઇટ પર અપલોડ કરો. જો તમે ભાગ્યશાળી છો તો ખરીદનાર સીધો આપનો સંપર્ક કરશે. પછી તમે પેમેન્ટ અને ડિલીવરીની શરતો મુજબ આપનો સિક્કો વેચી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર