Jan Dhan Account: SBI ગ્રાહકોને થશે 2 લાખ રુપિયાનો મોટો ફાયદો, જાણો શું કરવું પડશે?

પ્રતિકાત્મક તસવીર

SBI પોતાના ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીનો મફત ઇન્સ્યોરન્સ આપી રહી છે, જાણો કેવી રીતે ઉઠાવશો ફાયદો

  • Share this:
    નવી દિલ્હી. State Bank of Indiaના ગ્રાહકો માટે ખૂબ કામના સમાચાર છે. જો તમે સ્ટેટ બેંક (SBI)ના ગ્રાહક છો કે નવું એકાઉન્ટ ખોલાવી રહ્યા છો તો તમે 2 લાખ રૂપિયાનો ફાયદો મેળવી શકો છો. SBI પોતાના ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીનો મફત ઇન્સ્યોરન્સ (Free insurance) આપી રહી છે. મૂળે, બેંક આ સુવિધા જન ધન એકાઉન્ટ (Jan Dhan Accounts)ના ખાતાધારકોને આપી રહી છે. SBI જે ગ્રાહકોની પાસે રૂપે (RuPay) ડેબિટ કાર્ડ છે, તેમને 2 લાખ રૂપિયા સુધી મફત આકસ્મિક વીમા કવર આપે છે. RuPay ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનાર લોકોને મૃત્યુ વીમો, ખરીદી સુરક્ષા કવર અને અન્ય લાભ મળે છે. જન ધન એકાઉન્ટ ખાતાધારક (Jan Dhan Accounts) મફત ઇન્સ્યોરન્સનો લાભ ઉઠાવી શકે છે.

    જાણો કેવી રીતે ક્લેમ કરવાનો હોય છે?

    આ યોજના હેઠળ વ્યક્તિગત દુર્ઘટના પોલિસી ભારતની બહાર થયેલી ઘટના પણ કવર થાય છે. જરુરી દસ્તાવેજ જમા કરાવવા પર વીમા રકમ અનુસાર ભારતીય રૂપિયામાં ક્લેમ ચૂકવણી કરવામાં આવશે. કોર્ટના આદેશ અનુસાર લાભાર્થી કાર્ડધારક કે કાયદાકિય ઉત્તરાધિકારીના ખાતામાં નોમિની બનાવી શકાય છે.

    આ પણ વાંચો, પહેલી ઓગસ્ટથી બદલાઈ જશે આટલા નિયમ, સામાન્ય લોકો પર થશે સીધી અસર

    ટ્રાન્સફર કરવાનો પણ વિકલ્પ ઉપલબ્ધ હોય છે

    બેઝિક સેવિંગ એકાઉન્ટ (Savings Account)ને જન ધન યોજના ખાતામાં ટ્રાન્સફર કરવાનો પણ વિકલ્પ છે. જેમની પાસે Jan Dhan Accounts છે, તેમને બેંકથી RuPay PMJDY કાર્ડ મળે છે. 28 ઓગસ્ટ 2018 સુધી ખોલવામાં આવેલા જન ધન ખાતા પર ઇશ્યૂ કરવામાં આવેલા RuPay PMJDY કાર્ડોની વીમા રકમ 1 લાખ રૂપિયા હશે. 28 ઓગસ્ટ 2018 બાદ જાહેર RuPay કાર્ડ પર 2 લાખ રૂપિયા સુધીનો એક્સિડેન્ટલ કવર બેનેફિટ મળશે.

    આ પણ વાંચો, Steve Jobsની 1973માં હાથથી લખેલી જોબ એપ્લિકેશનની NFT તરીકે થશે હરાજી



    2014માં શરૂ થઈ હતી યોજના

    નોંધનીય છે કે, પ્રધાનમંત્રી જન ધન યોજના (PM Jan Dhan Scheme) વર્ષ 2014માં શરૂ થઈ હતી. આ યોજના આર્થિક રીતે નબળા લોકોને સસ્તી રીતે ફાઇનાન્સિયલ સર્વિસ, બેન્કિંગ બચત અને જમા ખાતા, ક્રેડિટ, પેન્શન સુધી પહોંચને સુનિશ્ચિત કરે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના ગ્રાહકોને KYC ડોક્યૂમેન્ટ આપીને ઓનલાઇન જન ધન ખાતું ખોલાવી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: