Home /News /business /જો 2 લાખ રુપિયા હોય તો નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ રીતે રોકાણ કરો અને બિન્દાસ્ત બની જાવ

જો 2 લાખ રુપિયા હોય તો નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ રીતે રોકાણ કરો અને બિન્દાસ્ત બની જાવ

તમે કેટલું સાહસ લઈ શકો છો તેના આધારે આ રીતે રોકાણ કરો તો ફાયદામાં રહેશો.

Best Investment Option: ટૂંકાગાળામાં ધમાકેદાર રિટર્ન આપે તેવો ઓપ્શન શોધવો ખૂબ જ અઘરું કામ છે. હકીકતમાં તગડા રિટર્ન માટે રોકાણકારે સતત જાગૃત રહીને પરિસ્થિતિનું મુલ્યાંકન કરતા રહેવું પડે છે. તેવામાં જો તમારી પાસે એક નિશ્ચિત રકમ છે તો તેનું ક્યાં રોકાણ કરવું જોઈએ અને તેમાંથી કઈ રીતે વધુમાં વધુ કમાણી કરી શકાય તેના ઓપ્શન અંગે અહીં વિગતે ચર્ચા કરીએ.

વધુ જુઓ ...
મુંબઈઃ શેરબજારથી (Stock Market) લઈને દરેક જગ્યાએ રોકાણકારોનો એક જ સર્વસામાન્ય પ્રશ્ન હોય છે કે મને રિટર્ન કેટલું મળશે? દરેક વ્યક્તિ પોતાના રોકાણ પર જલ્દીમાં જલ્દી વધુ રિટર્ન મેળવવા (Best Investment Option) માગતો હોય છે. તેવામાં જો તમારી પાસે રુ. 2 લાખ હોય તો રોકાણ (How to Invest rs.2 Lakh) કરવા માટે ક્યા બેસ્ટ ઓપ્શન છે? હકીકતમાં રોકાણ માટે કોઈ એક ઓપ્શન આપવો ખૂબ જ અઘરી બાબત છે. ત્યારે રોકાણકારોને આ બાબતે વધુ સ્પષ્ટ ચિત્ર આપવા માટે અમારી સહયોગી CNBC-TV18.com એ કેટલાક નિષ્ણાતો સાથે ચર્ચા કરીને હાલની સ્થિતિમાં કઈ રીતે રોકાણ કરવું જોઈએ તે અંગે નિષ્કર્ષ કાઢ્યો હતો.

જો તમારી પાસે રુ.10 લાખ હોય તો જાણીતા એક્સપર્ટ મુજબ આ રીતે રોકાણ કરો પછી નિરાંતે બેઠાં બેઠાં રુપિયા ગણો

ઈક્વિટી ઇન્વેસ્ટમેન્ટ

એસેટ મેનેજમેન્ટ હાઉસ રેનેસંસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (Renaissance Investment Managers) ના ડિરેક્ટર પવન પરાખે જણાવ્યું કે જો તમારી પારે રુ. 2 લાખ પડ્યા હોય તો તમારા માટે ઈક્વિટી એટલે કે શેરબજાર રોકાણ કરવા માટેનો સૌથી ઉત્તમ વિકલ્પ છે. તેમણે પોતાની વાતને વ્યાજબી ઠેરવવા માટે દલીલ આપતા કહ્યું કે, 'હાલના તબક્કે મોંઘવારીને પહોંચી વળવા માટે તમારા રોકાણ પર મળતો વ્યાજદર પૂરતો નથી, તો અર્થતંત્રના વધુ ઔપચારિકીકરણ સાથે, નોંધપાત્ર રકમ જે પહેલા રિયલ એસ્ટેટ સેક્ટરમાં જોવા મળતી તે હવે નથી. રિયલ એસ્ટેટ હવે મુખ્યત્વે ગ્રાહકોની માંગને આકર્ષે છે રોકાણકારોની નહીં. ભારતીય અર્થતંત્ર માટે વૃદ્ધિનો અંદાજ ખૂબ જ આશાસ્પદ છે, જે ઇક્વિટીમાં રોકાણ કરવાના કેસને વધુ મજબૂત બનાવે છે.” જોકે આ સાથે તેમણે કહ્યું કે રોકાણકારોએ એ બાબતે જાગૃત રહેવું જોઈએ કે ડેટની સામે ઈક્વિટીમાં જોખમ વધુ રહેલું છે.

Mutual Fund: ડાઈરેક્ટ પ્લાન કેમ રેગ્યુલર પ્લાનથી છે સસ્તો? ડિટેઇલમાં જાણો બંનેના ફાયદો- નુકસાન

તો, પછી તમારે કઈ રીતે રોકાણી વહેચણી કરવી જોઈએ?

તેમણે આગળ વાત કરતા જણાવ્યું કે, 'જો તમારી સાહસ ખેડવાની શક્તિ મધ્યમ કે પછી વધુ હોય તો તમારે ફંડનો મોટો ભાગ શેરમાં રોકવો જોઈએ. જ્યારે બીજી તરફ તમે રિસ્ક ઓછું લઈ શકો તેવા રોકાણકાર હોવ તો તમારે ફંડના 30-40 ટકા શેરબજારમાં અને બાકીના ડેટ માર્કેટમાં રોકાણ કરવું જોઈએ.' એટલું જ નહીં શેરમાં પણ વધુ રોકાણ લાર્જ કેપ કંપનીમાં હોવું જોઈએ અને મહત્વનું છે કે તે ક્વોલિટી શેરમાં હોવું જોઈએ.

આ સાથે તેમણે ટિપ્સ આપતા કહ્યું કે, 'રોકાણકાર ફક્ત કોઈ શેરમાં વધુ રિટર્ન મળ્યું છે તે જોઈને આંધળુકિયા ન કરવા જોઈએ પરંતુ તેમનું રોકાણ જોખમ લેવાની શક્તિના બેલેન્સમાં હોવું જોઈએ.'

વૈકલ્પિક રોકાણ ઓપ્શન્સ

ગ્રિપના સ્થાપક અને સીઇઓ નિખિલ અગ્રવાલ જણાવે છે કે, જે રોકાણકારો પાસે પહેલાથી જ સ્ટોક અથવા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા શેરમાર્કેટના કેટલાક એક્સપોઝર સાથે ઓછા જોખમવાળા, ઓછા વળતરની પ્રોડક્ટ્સ સાથે હાલનો પોર્ટફોલિયો છે, તેમણે વૈકલ્પિક રોકાણ વિકલ્પો માટે જવું જોઈએ.

eClerx Services: બોનસ શેરના સમાચારથી આ IT શેરમાં 14 ટકાનો ઉછાળો, શું તમારી પાસે છે?

અગ્રવાલે આગળ જણાવ્યું કે “આ પ્રોડક્ટનું નામ સૂચવે છે તેમ આ એસેટ તમારા વર્તમાન રોકાણ પોર્ટફોલિયોમાં મૂલ્ય ઉમેરે છે અને તમને વ્યાજબી વૈવિધ્યતા પ્રદાન કરે છે અને તે શેરબજારના ઉતાર-ચઢાવ સાથે સીધી રીતે જોડાયેલા નથી, જેથી પોર્ટફોલિયોમાં બેલેન્સ જાળવવામાં મદદરુપ થાય છે. આવો પોર્ટફોલિયો બનાવવા માટે તમારે એસેટ લીઝિંગ, ઈન્વેન્ટરી ફાઈનાન્સ, સ્ટાર્ટઅપ ઈક્વિટી અને કોમર્શિયલ રિયલ એસ્ટેટ જેવી વસ્તુઓનો સમાવેશ કરવાની જરૂર પડશે. આ તમને તમારા મધ્યમ અને લાંબા ગાળાના ટાર્ગેટ પાર પાડવા માટે વિવિધતા લાવવા અને અંદાજીત રિટર્ન મેળવવામાં મદદ કરશે."

અગ્રવાલે અંતમાં કહ્યું કે, "વધુમાં, તમે જુદા જુદા વૈકલ્પિક રોકાણોમાં રૂ. 2 લાખની રકમ પણ રોકી શકો છો જે તમારી અપેક્ષાઓ સાથે સૌથી વધુ સુસંગત છે. આ વિકલ્પો 10 ટકાથી 21 ટકાના આંતરિક દરે પ્રી ટેક્સ રિટર્ન ઓફર કરે છે.''

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Investment tips, Share market, Stock market Tips, શેરબજાર

विज्ञापन