Home /News /business /જો તમારી પાસે રુ.10 લાખ હોય તો જાણીતા એક્સપર્ટ મુજબ આ રીતે રોકાણ કરો પછી નિરાંતે બેઠાં બેઠાં રુપિયા ગણો

જો તમારી પાસે રુ.10 લાખ હોય તો જાણીતા એક્સપર્ટ મુજબ આ રીતે રોકાણ કરો પછી નિરાંતે બેઠાં બેઠાં રુપિયા ગણો

શેર માર્કેટમાં શોર્ટ ટર્મ નહીં પણ લાંબાગાળે મોટાભાગે સારું રિટર્ન મળતું હોય છે તવું નિષ્ણાતો પણ માને છે.

Today Investment Idea: દેશના ખૂબ જ જાણીતા ફંડ હાઉસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસરનો આ રોકાણ મંત્ર જો ગાંઠે બાંધી લો તો મોટું વળતર મળી શકે છે. તેમના મતે ઈક્વિટીમાં રોકાણ ત્રણથી પાંચ વર્ષ માટે કરવું જોઈએ જો ફાયદો અને હાઈ રિટર્નની અપેક્ષા હોય તો, મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર નીલેશ સુરાના કહે છે તમારા રાકાણને એક બિઝનેસ તરીકે જુઓ તો સફળતાના ચાન્સ વધી જશે.

વધુ જુઓ ...
મુંબૂઈઃ છેલ્લા એક દાયકામાં મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ(ઈન્ડિયા) (Mirae Asset Investment Managers) પોતાની જુદી જુદી ઈક્વિટી સ્કિમના પરફોર્મન્સ અને વળતરને કારણે રોકાણકારોમાં એક જાણીતું નામ બની ગયું છે. એક તરફ આજના સમયમાં જ્યાં માર્કેટ હજુ પણ જુદા જુદા કારણે અનિશ્ચિતતાથી ભરેલું છે ત્યારે આ ફંડ હાઉસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર નીલેશ સુરાના કે જેઓ 37 લાખ કરોડની ભારતીય મ્યુચ્યુઅલ ફડ ઇન્ડસ્ટ્રીના 20 લાર્જેસ્ટ ઈક્વિટી ફંડ પૈકી બે ટોપ પર્ફોર્મિંગ સ્કીમ મીરે એસટ ઈમર્જિંગ બ્લુચીપ (Mirae Asset Emerging Bluechip) અને મીરે એસેટ લાર્જ કેપ (Mirae Asset Large Cap) દ્વારા રોકાણકારોની 94000 કરોડની એસેટનું સંચાલન કરે છે અને પાછલા કેટલાક વર્ષોથી સતત ધમાકેદાર રિટર્ન આપતા આવ્યા છે. તેમણે કેટલીક ટિપ્સ આપી છે જે મુજબ જો તમારી પાસે એક નિશ્ચિત રકમ હોય તો તેનું યોગ્ય રોકણ કરીને તમે નિરાંતનો શ્વાસ લઈ શકો છો અને કમાણી કરી શકો છો.

નીલેશ સુરાનાની રોકાણ શૈલી ક્વોલિટી બિઝનેસ શોધવો, તેમાં રોકાણ કરીને હોલ્ડ કરવું અને તે બિઝનેસમાં ગ્રોથ અને તેજી આવે તેની રાહ જોવી આ પ્રકારની છે. જ્યાં સુધી જે તે બિઝનેસ કે કંપનીની ફંડામેન્ટલ મજબૂત હોય ત્યાં સુધી તેઓ વિરોધાભાસી સાહસ લવાથી પણ અટકતા નથી. મિરેમાં જોડાતા પહેલા સુરાના પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ (PMS) ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા. અમારા સહયોગી મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં તેમણે સફળ રોકાણ મંત્ર આપતા જણાવ્યું કે જો કોઈ રોકાણકાર આજે ​​તેમના રૂ. 10 લાખનું રોકાણ કરવા માગે છે તો તેણે કેવી રીતે કરવું જોઈએ.

રોકાણકારોએ આ સમયે બજારમાં કેવો એપ્રોચ રાખવો જોઈએ?

વર્તમાન વાતાવરણમાં, જો કોઈ વ્યક્તિના એસેટ એલોકેશનમાં ઈક્વિટી રોકાણ ઓછું હોય તો તેણે તેને બેલેન્સ કરવા તરફ આગળ વધવું જોઈએ. આ માટે તેઓ વધારાની SIP (Systematic Investment Plan) શરૂ કરીને આમ કરી શકે છે. તેમજ હાલની SIP ચોક્કસપણે ચાલુ રાખવી જોઈએ. તમે જે રુપિયા ત્રણ-પાંચ વર્ષ માટે અલગ રાખવા ઈચ્છો છો તેનું જ ઈક્વિટીમાં રોકાણ કરવું જોઈએ.

રોકાણકારોએ કયા ફંડ્સ જોવું જોઈએ?

સુરાના કહે છે કે હાઇબ્રિડ્સ ફંડ કે જે ઇક્વિટી અને ડેટ બંનેમાં રોકાણ કરે છે તે સામાન્ય રીતે ઇક્વિટીમાં નવા હોય તેવા કોઈપણ રોકાણકાર માટે શરુઆત કરવાનો સારો ઓપ્શન છે. ઇક્વિટી સેવિંગ્સ ફંડ્સ (જેમાં લગભગ 40 ટકા રોકાણ ઇક્વિટીમાં હોય છે, બાકીના આર્બિટ્રેજ અને ડેટમાં હોય છે) એ પણ એક ઉત્તમ પ્રોડક્ટ છે કારણ કે તે ઓછી વોલેટિલિટી સાથે આવે છે અને નિશ્ચિત ઇન્કમ ફંડ્સ કરતાં વધુ વળતર આપે છે. સુરાનાના મતે બજારનું વર્તમાન વાતાવરણ જોતા ઇક્વિટી પોર્ટફોલિયોમાંથી ઓછામાં ઓછા 70 ટકા રોકાણ લાર્જ-કેપ્સમાં હોવું જોઈએ. તેમણે કહ્યું કે લાર્જ-કેપ્સ કંપનીઓ વધુ સારું પરફોર્મન્સ કરી શકશે કારણ કે તે વધુ મજબૂત બનીને ઉભરી આવશે.

આદર્શ એસેટ એલોકેશન કે સંપત્તિની ફાળવણી કેવી હોવી જોઈએ?

એસેટ એલોકેશન મુખ્યરુપે વ્યક્તિના આવકના સ્ત્રોત અને સ્થિરતા પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, ભાડાની આવક એ સ્થિર નોકરીમાંથી થતી આવક કરતાં અલગ છે. હું ફક્ત એટલું જ કહીશ કે ઇક્વિટી 5-10 વર્ષમાં જોખમ સાથે પણ શ્રેષ્ઠ વળતર જનરેટ કરશે. હું ભારતીય ઇક્વિટી માર્કેટ માટે આગામી બે દાયકા ખૂબ જ રોમાંચક જોઉં છું. અમે ઇક્વિટી માટે 13-15 ટકા વળતરની અપેક્ષા રાખીએ છીએ, જે તમામ એસેટ ક્લાસમાં સૌથી વધુ છે. હવે તે ધ્યાનમાં રાખીને અને જો તમારી પાસે પૂરતા રુપિયા હોય કે જે તમે આગામી ત્રણ વર્ષ માટે અલગ રાખી શકો, તો ઇક્વિટીમાં મહત્તમ ફાળવણી સલાહભર્યું છે.

તમે કયા સેક્ટરમાં બુલિશ છો?

અમે અગ્રણી બેંક, હેલ્થકેર, ઓટો અને ઓટોની આનુષંગિક બાબતો અંગે સકારાત્મક છીએ. તેમજ જો બાદમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધે અને આ સેક્ટરનો વિકાસ થશે તેવ શક્યતા આ સેક્ટરમાં પણ દેખાઈ રહી છે. વધુમાં અમે બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્ઝ્યુમર ગુડ્સમાં પણ તેજી જોઈ રહ્યા છે બાકી રોકાણકાર પોતાની વિવેકબુદ્ધી અનુસાર વિચારી શકે છે.

તમારો રોકાણ મંત્ર શું છે?

વેલ્યુ ઇન્વેસ્ટિંગના પિતા ગણાતા બેન્જામિન ગ્રેહામને ટાંકતા નીલેશ સુરાના કહે છે કે "રોકાણ જ્યારે વ્યવસાય જેવું હોય ત્યારે તે સૌથી વધુ બુદ્ધિશાળી હોય છે." આ ખૂબ જ સાદી છતા અસરકારક બાબત છે. તમે પછી શેરમાં રોકાણ કરો છો કે કોઈ ઇક્વિટી ફંડમાં પરંતુ તમારી માનસિકતા એવી હોવી જોઈએ જાણે તમે કોઈ વ્યવસાય કે ઉદ્યોગ ચલાવી રહ્યા હોવ. મેક્રો ઇકોનોમિક ઇન્ડિકેટર્સ કે પછી ટૂંકાગાળાના માર્કેટ ચઢાવ ઉતારથી પ્રભાવીત થવું જોઈએ નહીં.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Investment tips, Share market, Stock market Tips, શેરબજાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો