Home /News /business /આ કંપનીના રોકાણકારોનું તો નસીબ ચમકી ગયું, દરેક શેર પર થશે 450 રૂપિયાનો ફાયદો

આ કંપનીના રોકાણકારોનું તો નસીબ ચમકી ગયું, દરેક શેર પર થશે 450 રૂપિયાનો ફાયદો

દરેક શેર પર થશે 450 રૂપિયાનો ફાયદો

FMCG સેક્ટરની દિગ્ગજ કંપની ઈમામી લિમિટેડ સાથે જોડાયેલી મહત્વની ખબર સામે આવી છે. જો તમે પણ આ કંપનીમાં રોકાણ કર્યુ છે, તો આ ખબર જરૂર વાંચો.

નવી દિલ્હીઃ FMCG સેક્ટરની દિગ્ગજ કંપની ઈમામી લિમિટેડ સાથે જોડાયેલી મહત્વની ખબર સામે આવી છે. જો તમે પણ આ કંપનીમાં રોકાણ કર્યુ છે, તો આ ખબર જરૂર વાંચો.

ઈમામી લિમિટેડ ઓપન માર્કેટ દ્વારા શેર બાયબેક કરશે. કંપનીએ 24 માર્ચે સ્ટોક એક્સચેન્જોને જણાવ્યં કે. 1 રૂપિયાના અંકિત મૂલ્યના 41.4 લાખ ઈક્વિટી શેરોને 450 રૂપિયાની કિંમત પર પરત ખરીદવાની મંજૂરી મળી ગઈ છે.

 આ પણ વાંચોઃ હેલ્થ ઈન્શ્યોરન્સ પર મળે છે 1 લાખ રૂપિયા સુધીનો ફાયદો, જાણો કેવી રીતે લઈ શકો લાભ?

ઓપન બાયબેક ઓફર એટલે શું?


ઓપન બાયબેક ઓફર એક કંપનીને વિસ્તારિત સમય મર્યાદામાં ઓપન બજારમાં શેર હાસિલ કરવાની અનુમતિ આપે છે. બીજી તરફ ટેન્ડર ઓફર બાયબેકનો અર્થ છે કે, શેરધારકોને એક નિર્દિષ્ટ સમય મર્યાદાની અંદર અને એક નિર્ઘારિત મૂલ્ય પર તેના બધા જ શેરોનો એક હિસ્સો કે બધા જ શેરોને ટેન્ડર કરવાની આવશ્યકતા હોય છે.

આ પણ વાંચોઃ આ કંપની તમને કમાણી કરાવવા તૈયાર, આગામી સપ્તાહમાં લોન્ચ કરશે IPO

કંપનીની માર્કેટ કેપ 16,126.96 કરોડ રૂપિયા છે


શેર બાયબેક પર કંપની 18,600 લાખ રૂપિયા સુધી ખર્ચ કરશે. બોર્ડે 450 રૂપિયા પ્રતિ શેર પર બાયબેકની મંજૂરી આપી દીધી છે. ઈમામી લિમિટેડના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સેની મીટિંગ 24 માર્ચ 2023એ થઈ, જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો. વર્તમાનમાં કંપનીની માર્કેટ કેપ 16,126.96 કરોડ રૂપિયા છે.



જ્યારે કોઈ કંપની ઓપન માર્કેટમાં ઉપલબ્ધ શેરોને ખરીદે છે, તો તેને બાયબેક કહેવામાં આવે છે. કંપનીઓ અલગ-અલગ કારણોથી શેરને બાયબેક કરે છે.
First published:

Tags: Business news, Investment, Stock market