Home /News /business /

બેંક ખાતામાં મારી પાસે ₹5 લાખ છે, મારે હોમલોનની ચુકવણી કરવી કે પછી સ્ટોકમાં રોકાણ કરવું?

બેંક ખાતામાં મારી પાસે ₹5 લાખ છે, મારે હોમલોનની ચુકવણી કરવી કે પછી સ્ટોકમાં રોકાણ કરવું?

મારી પાસે ₹5 લાખ છે, મારે હોમલોનની ચુકવણી કરવી કે પછી સ્ટોકમાં રોકાણ કરવું

તમારી લોન પ્રીપે કરવાનાં વ્યાજ કરતા તમારા ફંડના રોકાણોમાંથી થતી આવક વધું છે, જ્યારે બીજું એક પરિબળ જે માનસિકતા પર આધાર રાખે છે. બીજા વિકલ્પની પસંદગી દેવામાંથી મુક્તિનો માનસિક સંતોષ આપે છે.

તમારે પ્રીપેડ કરવું કે નહીં તેનો આધાર કેટલીક બાબતો પર રહેલો છે. જેમાંથી એક મૂળ બાબત એ જોવાની રહે છે કે શું તમારા ટેક્સ બેનિફીટ્સ બાદ કરતા તમારી લોન પ્રીપે કરવાનાં વ્યાજ કરતા તમારા ફંડના રોકાણોમાંથી થતી આવક વધું છે, જ્યારે બીજું એક પરિબળ જે માનસિકતા પર આધાર રાખે છે. બીજા વિકલ્પની પસંદગી દેવામાંથી મુક્તિનો માનસિક સંતોષ આપે છે.

તમામ રકમનું એકીકૃત રોકાણ શેરમાં કરવું એ સલાહનીય નથી. જો તમારે ઈક્વિટીમાં રોકાણ કરવું જ હોય તો સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન (STP)ના માધ્યમથી કરવું વધુ હિતાવહ છે. જ્યાં તમે તમારા ફંડને લિક્વિડ ફંડમાં મુકી, તેમાંથી તમારી પસંદગીની અલગ અલગ સ્કીમમાં તેનું રોકાણ કરી શકો છો.

જો તમે કોઈ એક જ જગ્યાએ આ તમામ રકમનો ઉપયોગ કરવા માંગો છો તો તમારે તમારી લોનનાં પ્રીપે માટે તેનો ઉપયોગ કરવો. જો તમારા કિસ્સામાં આમ કરવામાં પોસ્ટ ટેક્સ વ્યાજ દરની રકમ ઓછી હોય તો પણ તમે આવું કરી શકો છો. કોઈ પણ સમયે લોનનું આંશિક અથવા તો પૂર્ણ પ્રીપે કરી શકાય છે. કેટલાક બેંક અથવા ધીરાણકારો લોનના પ્રીપે પર આપવામાં આવતી રકમ ઉપર ફી પણ વસૂલતા હોય છે. જ્યારે તમે તમારી લોનને પ્રીપે કરવાનો નિર્ણય કરો છો તે પહેલા નજીકના ભવિષ્યમાં તમને પડનારી નાણાકીય જરૂરીયાતોનું મુલ્યાંકન ચોક્કસથી કરી લો. કેમ કે જો નજીકના ભવિષ્યમાં તમારી આવી કોઈ જરૂરીયાત છે, તો જે દરે તમે હોમલોન લીધી છે તે દરે તમે અન્ય લોન કે ઉધાર મેળવી શકશો નહી. નજીકના ભવિષ્યમાં પડનારી આકસ્મિક જરૂરિયાતોને ધ્યાનમાં લઈ નિયમિત ભરવામાં આવતી ઈએમઆઈ ઉપરાંતની કોઈ ચુકવણી અંગેનો નિર્ણય લેવો વધું યોગ્ય છે. આ સિવાય તમારે હોમ લોન પર મળતા ટેક્સ ડિડક્શનના લાભને પણ ધ્યાનમાં લેવું જરૂરી છે જો પોસ્ટ ટેક્સ ઈન્ટ્રેસ્ટની રકમ કરતા કર કપાતનો લાભ વધું મળતો હોય તો તે પ્રમાણે અંતિમ નિર્ણય કરવો જોઈએ.

હોમલોન જીવનની સૌથી લાંબી ચાલતી લોનોમાંથી એક છે. મોટાભાગના લોકો તેમાંથી શક્ય તેટલી જલ્દી છુટકારો મેળવવા ઈચ્છે છે, જે કે લોનની ચુકવણી કરવી કે પછી બચતનું કોઈ સારી જગ્યાએ રોકાણ કરવું એ બાબતોમાંથી કોઈ એક નક્કી કરવી અઘરી બની જાય છે. હોમલોનને ઘણાબધા અલગ અલગ પરિબળો અસર કરે છે જેનો તમારે અચુકપણે વિચાર કરવો જ પડે છે જેમ કે લોન પરનો રેટ ઓફ ઈન્ટરેસ્ટ, બાકી મુદ્દત, ઈનવેસ્ટમેન્ટનો રેટ ઓફ રિટર્ન, ટેક્સ બેનિફિટ વગેરેનો સમાવેશ થાય છે. હાલના સમયમાં જમીન અને મકાનની કિંમતમાં જે રીતે વધારો થઇ રહ્યો છે તેના મુજબ તમારા સપનાઓનું ઘર મેળવવા માટે તમારે હોમ લોન તો લેવી જ પડે તેવું બની ગયું છે. ઇનકમ ટેક્સ એક્ટ અનુસાર તમે હોમ ઓનર તરીકે હોમલોન પર ટેક્સ માં મુક્તિ માંગી શકો છો. જ્યારે પણ તમે હોમલોન પ્રીપે કરવાનો વિચાર કરી રહ્યા છો તો ઉપર જણાવેલી તમામ બાબતો ચોક્કસથી ધ્યાનમાં લેવી જરૂરી બની જાય છે.
First published:

Tags: Business news, Business news in gujarati, Investment

આગામી સમાચાર