Home /News /business /આ બેંકે ગ્રાહકોને ટ્વીટ કરીને આપી ચેતવણી, જલ્દીથી પતાવી લો આ કામ નહિ તો અટકી જશે બેંકના બધા જ કામ
આ બેંકે ગ્રાહકોને ટ્વીટ કરીને આપી ચેતવણી, જલ્દીથી પતાવી લો આ કામ નહિ તો અટકી જશે બેંકના બધા જ કામ
જલ્દીથી પતાવી લો આ કામ
પંજાબ નેશનલ બેંક તરફથી તેના ગ્રાહકોને SMS, E-Mail અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કેવાયસી અપડેટ માટે સૂચના આપી છે. જે પણ ગ્રાહકોએ આ સમયમર્યાદા પહેલા પોતાનો કેવાયસી અપડેટ ન કરાવ્યો, તેમને બેંકિંગ અને લેવડ-દેવડમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
નવી દિલ્હીઃ જો પંજાબ નેશનલ બેંકમાં તમારું ખાતું છે તો તમારા માટે એક બહુ જ મહત્વના સમાચાર છે. વાસ્તવમાં બેંકના ઘણા બધા ગ્રાહકો છે જેમણે હજુ સુધી કેવાયસી અપડેટ કરાવ્યો નથી. એટલા માટે પીએમબીએ તેના ગ્રાહકોને કેવાયસી અપડેટ કરાવવા માટે ચેતવણી આપી છે. આ માટે બેંક 12 ડિસેમ્બર 2022ની ડેડલાઈન પણ નક્કી કરી છે.
કેવાયસી અપડેટ માટે સૂચના
પંજાબ નેશનલ બેંક તરફથી તેના ગ્રાહકોને SMS, E-Mail અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કેવાયસી અપડેટ માટે સૂચના આપવામાં આવી છે. જે પણ ગ્રાહકોએ આ સમયમર્યાદા પહેલા પોતાનો કેવાયસી અપડેટ ન કરાવ્યો, તેમને બેંકિંગ અને લેવડ-દેવડમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
જો કોઈ ગ્રાહક 12 ડિસેમ્બર 2022 પહેલા KYC અપડેટ નહિ કરાવે તો તેને બેંકિંગ અને લેવડ-દેવડ સાથે જોડાયેલા કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં બેંકના ખાતામાંથી લેવડ-દેવડ કરવા પર અસ્થાયી રૂપથી રોક લાગી જશે. તેને ફરીથી શરૂ કરાવવા માટે ગ્રાહકોએ બેંકની શાખામાં જવુ પડશે. જો તમે હજુ સુધી KYC કરાવ્યુ નથી, તો આ મુશ્કેલીઓથી બચવા માટે જલ્દીથી પોતાના ખાતામાં KYC અપડેટ કરાવી લો.
કેન્દ્રીય બેંક આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન હેઠળ બધી જ બેંકોના ગ્રાહકો માટે કેવાયસી અપડેટ કરાવવું અનિાવર્ય કરવામાં આવ્યુ છે. તેને ધ્યાનમાં રાખીને પીએનબીએ તેના ગ્રાહકોને જલ્દીથી કેવાયસી એપડેટ કરાવવા અપીલ કરી છે. હજુ પણ ઘણા ગ્રાહકો એવા છે, જેમણે કેવાયસી અપડેટ કરાવ્યુ નથી. પીએનબીએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે.
KYC કેવી રીતે થશે?
તમે બેંકની નજીકની શાખામાં જઈને બેંક ખાતમાં કેવાયસી અપડેટ કરાવી શકો છો. આ માટે તમારે એક પાસપોર્ટ સાઈઝનો ફોટો, પાન કાર્ડ, આધાર કાર્ડ, વગેરે જેવા દસ્તાવેજોની જરૂર પડશે. બેંક જઈને તમે મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી સાથે આ દસ્તાવેજોને અપલોડ કરીને કેવાયસી અપડેટ કરાવી શકો છો. બેંકની તરફથી સાફ કહેવામાં આવ્યુ છે કે, કેવાયસી માટે બેંક તમારી પાસેથી મેસેજ કે ફોન પર કોઈ ખાનગી માહિતી માંગતી નથી. આ માટે કોઈ પણ પ્રકારના કોલ કે મેસેજ પર વિશ્વાસ ન કરો.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર