Home /News /business /વેડિંગ ડ્રેસના બિઝનેસથી થશે લાખોની કમાણી, જાણો આ માટેની સ્ટ્રેટેજી

વેડિંગ ડ્રેસના બિઝનેસથી થશે લાખોની કમાણી, જાણો આ માટેની સ્ટ્રેટેજી

જો તમને ફેશનની સમજણ છે તો કપડાનો બિઝનેસ શરૂ કરવો તે તમારી સ્કિલ અને ક્રિએટિવિટીને કરિયરમાં બદલવાની એક શાનદાર રીતે છે.

જો તમને ફેશનની સમજણ છે તો કપડાનો બિઝનેસ શરૂ કરવો તે તમારી સ્કિલ અને ક્રિએટિવિટીને કરિયરમાં બદલવાની એક શાનદાર રીતે છે. આમ તો કપડાના બિઝનેસમાં કિડ્સ વેર, હોજયરી મટિરીયલના કપડા પણ સામેલ છે. આ ઘણો પ્રોફિટ માર્જિનવાળો બિઝનેસ છે.

  નવી દિલ્હીઃ જો તમને ફેશનની સમજણ છે તો કપડાનો બિઝનેસ શરૂ કરવો તે તમારી સ્કિલ અને ક્રિએટિવિટીને કરિયરમાં બદલવાની એક શાનદાર રીતે છે. આમ તો કપડાના બિઝનેસમાં કિડ્સ વેર, હોજયરી મટિરીયલના કપડા પણ સામેલ છે. આ ઘણો પ્રોફિટ માર્જિનવાળો બિઝનેસ છે.

  CNBC-TV18 હિન્દીના અહેવાલ અનુસાર, લગ્નમાં લોકો કપડા પર ઘણો ખર્ચ કરવા તૈયાર રહે છે. જોકે આ માટે તમારી ફેશન સેન્સ સારી હોય તે ખૂબ જરૂરી છે. જોકે માત્ર બિઝનેસ શરૂ કરવો જ બધુ હોતું નથી, તેને બિઝનેસમાં રૂપાંતરિત કરવો પણ જરૂરી છે.

  રિટેલ કે હોલસેલ મોડલ પસંદ કરો

  કોઈ પણ બિઝનેસ શરૂ કરવા માટે સૌથી જરૂરી છે રિસર્ચ. તેના આધારે સારો પ્લાન તૈયાર કરી શકાય છે. રિસર્ચના આધારે નક્કી કરો કે તમે રિટેલ મોડલમાં જવા માંગો છો કે હોલસેલ મોડલ પર. હોલસેલ મોડલ પર કપડાનો કારોબાર તૈયાર કરવા માટે મોટા પ્રમાણમાં રોકાણની જરૂરિયાત છે. બીજી તરફ રિટેલ મોડલમાં ઓછા ખર્ચે બિઝનેસ શરૂ કરી શકાય છે.

  મોડલ પ્રમાણે પૈસા એકત્રિત કરો

  બિઝનેસ શરૂ કર્યા પછી તેને ચલાવવા માટે પણ પૈસાની જરૂરિયાત હોય છે. આ માટે કપડાની ખરીદી, માર્કેટિંગ, ઓફિસ કે દુકાનનું ભાડું સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને એસ્ટિમેટ બનાવો. આ અંગેનો હિસાબ તમારી પાસે હોવો જોઈએ નહિતર તમે મુશ્કેલીમાં પડી શકો છો. વ્યાપાર શરૂ કરવા માટે કદાચ પ્લાન પ્રમાણે મૂડી ઓછી પડી રહી છે તો લોન પણ લઈ શકાય.

  લાયસન્સ અને પરમિટ

  ગુમાસ્ત લાયસન્સથી લઈને પાન નંબર, જીએટી જે પણ ચીજોની જરૂરિયાત છે, તેને બનાવો. જો તમે પોતાના કપડાનો બિઝનેસ ઓનલાઈન કરવા માંગો છો તો ફ્લિપકાર્ટ, એમેઝોન વગેરે જેવા તમામ ઓનલાઈન માર્કેટ પ્લેસ પર રજિસ્ટર કરો. પોતાની વેબસાઈટ બનાવીને પણ તમે પોતાનો બિઝનેસ ઓનલાઈન લઈ જઈ શકો છે. આ સિવાય તમારે કરન્ટ બેન્ક એકાઉન્ટની પણ જરૂર પડશે.

  સ્ટોક માટે સપ્લાયર શોધો

  તમારી પાસે તમામ પ્રકારના ગ્રાહકોની જરૂરિયાતનો સ્ટોક હોવો જોઈએ. રિટેલ કે હોલસેલ બંને મોડલ માટે તમારે આવા સપ્લાયર શોધવા પડશે, જે સારા રેટ પર સારી ક્વોલિટીનો માલ આપી શકે. તમે બ્રાન્ડેડ ક્લોથ માટે કોઈ એક બ્રાન્ડની ફ્રેન્ચાઈઝી પણ લઈ શકો છે. તમારે અલગ-અલગ જગ્યાએથી પોતાનો સ્ટોક મંગાવવો જોઈએ, જેથી કોઈ એક સપ્લાયર પર તમારી નિર્ભરતા ન હોય.

  કપડાની પ્રાઈસિંગ

  કપડાનો બિઝનેસ ખૂબ જ સ્પર્ધાત્મક છે. એવામાં પોતાના કોમ્પિટિટર્સનો મુકાબલો કરવા માટે યોગ્ય કિંમત અને સારી ક્વોલિટી ખૂબ જ મહત્વ ધરાવે છે. તમે ડિસ્કાઉન્ટનો પણ સહારો લઈ શકો છો. શરૂઆતમાં તમારે કદાચ વધુ ડિસ્કાઉન્ટ આપવું પડે એવું બની શકે, જોકે તે સેલ વધારવા અને કોમ્પિટિટરનો મુકાબલો કરવામાં તારી મદદ કરશે.

  આ પણ વાંચોઃ બિસલેરીની ડિલરશીપ લઈને કરો લાખોમાં કમાણી, આ રીતે કરો એપ્લાય

  માર્કેટિંગ પ્લાન બનાવો

  કપડાનું સેલિંગ વધારવા માટે માર્કેટિંગ પ્લાન બનાવવો જરૂરી છે. એક માર્કેટિંગ પ્લાન તમારા બિઝનેસની સફળતામાં મોટો રોલ પ્લે કરી શકે છે. તમારા કપડાને ઓનલાઈન વેચવા હોય કે ઓફલાઈન બંને મોડમાં તમારે ગ્રાહકો સુધી પહોંચવું પડશે.
  Published by:Vrushank Shukla
  First published:

  Tags: Pre wedding, Wedding

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन