નથી પસંદ આવી LIC પોલિસી તો પરત મળશે પૈસા, જાણો નિયમ અને શરત

News18 Gujarati
Updated: May 13, 2019, 2:53 PM IST
નથી પસંદ આવી LIC પોલિસી તો પરત મળશે પૈસા, જાણો નિયમ અને શરત
આ અધિકારનો પ્રયોગ પોલિસીનાં દસ્તાવેજ મળવાનાં 15 દિવસની અંદર જ કરવામાં આવે છે

આ અધિકારનો પ્રયોગ પોલિસીનાં દસ્તાવેજ મળવાનાં 15 દિવસની અંદર જ કરવામાં આવે છે

  • Share this:
મની ડેસ્ક: ઘણી વખત લોકો LICની પોલિસી કરીદી છે પણ બાદમાં તે પોલિસી અંગે સંતુષ્ટ હોતા નથી ઘણી વખત પોલિસી લીધા બાદ આ ટેન્શન રહે છે કે જે પોલિસી તેમને લીધી છે તે કેટલી હદે ફાયદાકારક છે. જો આપ પણ પોલિસી
લીધા બાદ આ સ્થિતિમાં આવી ગયા છો તો અમે આપને તેમાંથી બહાર આવવાનો રસ્તો બતાવવા જઇ રહ્યાં છીએ. જેનાંથી આપ પોલિસી લીધા બાદ તે પોલિસીનાં પૈસા પરત લઇ શકો છો. અમે વાત કરી રહ્યાં છીએ ફ્રી-લુક પીરિયડની.
ફ્રી લુક સમયનો લાભ આપ 15 દિવસ સુધી ઉઠાવી શકો છો. ફ્રી-લુક સમય દરમિયાન આ પ કંપનીને પોલિસી પરત કરી શકો છો. ઇરડાનાં દિશાનિર્દેશો અનુસાર વીમા કંપનીઓ પોલિસી ધારકોમાં પોલિસી જારી કર્યા બાદ ફ્રી લૂક સમય ઉપલબ્ધ કરાવે છે.

આ પોલિસી પર થાય છે લાગૂ- ફ્રી-લુક અવધિ માટે બીજી બાજુ એ છે કે, આ ઓછામાં ઓછી 3 વર્ષનાં જીવન વીમા પોલિસી કે મેડિકલ વીમા પોલિસી પર લાગૂ થાય છે. આ અધિકારનો પ્રયોગ પોલિસીનાં દસ્તાવેજ મળવાનાં 15 દિવસની અંદર જ કરવામાં આવે છે. પોલિસી દસ્તાવેજની પ્રાપ્તિની તારીખ સાબિત કરવાનું દાયિત્વ પોલિસી ધારકનો હોય છે.

કેવી રીતે લેશો ફ્રી લૂક સમયનો લાભ- પોલિસીધારક વીમા કંપનીઓ ફ્રી- લૂક અવધિની દિશામાં કામ કરવા માટે લખી શકાય છે મોટાભાગે મામલોમાં કંપનીની વેબસાઇટમાં ફ્રી લૂક ફાર્મ ડાઉનલોડ કરવામાં આવશે. તેનાં પોલિસીધારકનાં પોલિસીનાં દસ્તાવેજ મળવાની તારીખ, એજન્ટની જાણખારી અને રદ્દ કરવા કે બદલવાનું કારણ અંગે જાણકારી આપે છે. તે ઉપરાંત પોલિસીનાં મૂળ દસ્તાવેજ, પહેલાં પ્રીમિયમની રસીદ, એક કેન્સલ ચેક અને અન્ય દસ્તાવેજ જમા કરાવવાનાં રહે છે. પૈસા પરત આપવાનાં કેસમાં પોલિસી ધારકોએ બેંક સંબંધી જાણકારી પણ ઉપલબ્ધ કરવાની જરૂર છે.

કંપની દ્વારા પોલિસી કેન્સલ કરો- જો આપે પોલિસી કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે તો ફક્ત એજન્ટનાં બોલવાથી કામ નહીં ચાલે, એજન્ટ આ પ્રોસેસમાં મોડુ કરી શકે છે. એવી ઘણી ઘટનાઓ બની છે જેમાં એજન્ટ ફ્રી-લુક પીરિયડ પૂર્ણથવા સુધી ડોક્યુમેન્ટ્સ તેમની પાસે રાખે છે એટલે આપ સીધો નિર્ણય કંપનીને ન જણાવો. એપ્લિકેશન જમા કરવા માટે આપે કંપનીની ઓફિસમાં જવું પડે. ઘણી કંપનીઓની વેબસાઇટ્સ પર કેસલેશન ફોર્મ મુકી રાખે છે. જેને ડાઉનલોડ
કરવાનું રહે છે.

યૂલિપ કિસ્સો- યૂનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પોલિસી મામલે જો કોઇ ફ્રી-લૂક અવધીમાં પોલિસી રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે તો તેની ઉપર ઓછામાં ઓછુ પ્રીમિયમ અનુાસર પૈસા મળશે. આ ઉપરાંત યૂનિટ રદ્દ કરવા પર લગાવેલી રકમ, રદ્દ  કરવાની તારીખ અને ફંડનાં મુ્લય મળશે. જેમાંથી ખર્ચા કાપી લેવામાં આવશે. એવું ત્યારે થશે જ્યારે આપ પોલિસી ઉપરની તમામ પ્રોસેસ સાથે રિટર્ન કરશે.
First published: May 13, 2019, 2:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading