Home /News /business /પર્સનલ લોન પર નથી ચૂકવવું વ્યાજ, તો અપનાવો આ ઉપાય અને થઈ જાઓ વ્યાજ મુક્ત
પર્સનલ લોન પર નથી ચૂકવવું વ્યાજ, તો અપનાવો આ ઉપાય અને થઈ જાઓ વ્યાજ મુક્ત
વ્યાજ મુક્ત બની જાઓ
Personal Loan: આજકાલ વ્યાજ દરોમાં સતત વધારો થઈ રહ્યો છે અને વધારે વ્યાજ ચૂંકવવું બધાને ભારે પડે છે. એવામાં જો તમે કોઈ પર્સનલ લોન લીધી છે અને તેના પર વ્યાજ ચૂકવવા માંગતા નથી, તો તમે લોનને પ્રી-ક્લોઝ કરી શકો છો. પ્રી-ક્લોઝર તે પ્રક્રિયા છે, જ્યારે તમે લોનની મુ્દ્દત સમાપ્ત થવા પહેલા જ સંપૂર્ણ રકમની ચૂકવણી કરી દો છો. અહીં અમે તમને પર્સનલ લોન પ્રી-ક્લોઝ કરવાની રીતે વિશે જણાવીશું.
નવી દિલ્હીઃ આપણને જ્યારે ઈમરજન્સીમાં રૂપિયાની જરૂર પડે છે. તો આવા સમયમાં આપણે પર્સનલ લોનની મદદ લેતા હોય છે. બીજી લોનની સરખામણીમાં પર્સનલ લોન સરળતાથી મળી જાય છે અને તેના માટે કોઈ મિલકત પણ ગિરવે મૂકવી પડતી નથી. જ્યારે આપણને ક્યાંયથી પણ રૂપિયા મળવાની આશ હોતી નથી, ત્યારે પર્સનલ લોન જ એક યોગ્ય વિકલ્પ છે. જો કે, લોન તો આપણને સરળતાથી મળી જાય છે, પરંતુ બાદમાં તેના રી-પેમેન્ટ માટે ઈએમઆઈની ઝંઝટ લાંબા સમય સુધી રહે છે.
લોનને પ્રી-ક્લોઝ કરી શકો છો
આજકાલ વ્યાજ દરોમાં સતત વધારો થઈ રહ્યો છે અને વધારે વ્યાજ ચૂંકવવું બધાને ભારે પડે છે. એવામાં જો તમે કોઈ પર્સનલ લોન લીધી છે અને તેના પર વ્યાજ ચૂકવવા માંગતા નથી, તો તમે લોનને પ્રી-ક્લોઝ કરી શકો છો. પ્રી-ક્લોઝર તે પ્રક્રિયા છે, જ્યારે તમે લોનની મુ્દ્દત સમાપ્ત થવા પહેલા જ સંપૂર્ણ રકમની ચૂકવણી કરી દો છો. અહીં અમે તમને પર્સનલ લોન પ્રી-ક્લોઝ કરવાની રીતે વિશે જણાવીશું.
જાણકારી અનુસાર, બેંકોમાં જુદા-જુદા લોક-ઈન પીરિયડ હોય છે, જેનાથી પહેલા તમે લોન બંધ કરી શકો છો. જો કે, લોન ઉપલબ્ધ કરવા માટે કેટલીક બેંક કે સંસ્થાઓ વ્યાજની રકમ પર થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે પ્રી-ક્લોઝ કરવા માટે ફી લે છે. પર્સનલ લોનને યોગ્ય રીતે ક્લોઝ કરવી જરૂરી હોય છે, કારણ કે તેનાથી તમારા સીબીલ સ્કોર પર અસર પડી શકે છે. તેનાથી સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા હોવા પર તમે સંબંધિત બેંકને સંપર્ક કરી શકો છો.
પર્સનલ લોન પ્રી-ક્લોઝ કરવા માટે તમારે સૌથી પહેલા સંબંધિત બેંકની શાખાની મુલાકાત લેવી પડશે. અહી તમારે આઈડી પ્રૂફ, અંતિમ ઈએમઆઈ પેમેન્ટનું બેંક સ્ટેટમેન્ટ અને રી-પેમેન્ટ માટે ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ વગેરે દસ્તાવેજો સાથે લઈ જવા પડશે. જ્યારે તમે ચેક કે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા લોનની બચેલી રકમની ચૂકવણી કરી દો તો બેંક તમને એક એકનોલેજમેન્ટ લેટર આપે છે. તેને સંભાળીને રાખવાનો હોય છે. લોન પ્રી-ક્લોઝ કરવા માટે કેટલાક દિવસો પછી બેંક તમને લોન એગ્રીમેન્ટ મોકલી આપે છે.
EMI કરતા વધુ નહિ પણ સંપૂર્ણ રકમ કેવી રીતે ચૂકવવી?
જો તમારી પાસે લોનની ઈએમઆઈથી વધારે રકમ છે અને તમ તેનો ઉપયોગ લોન ચૂકવા માટે કરવા માંગો છો, તો આવું પણ કરી શકો છો. તેના માટે તમારી લોનની મુદ્દત ઘટી જશે કે પછી ઈએમઆઈની રકમ ધટી જશે. આ રીતે લોન ચૂકવી તો તેને પર્સનલ લોન પાર્ટ પ્રી-પેમેન્ટ કહેવામાં આવે છે. પર્સનલ લોનના પાર્ટ પેમેન્ટ માટે તમારે સંબંધિત બેંકની શાખામાં જઈને બેંક ઓફિસને આ અંગે સૂચના આપવી પડે છે. તમારી રિક્વેસ્ટ સબમિટ થયા પછી બેંક તમારી અપડેટેડ ઈએમઆઈ કે લોનની નવી મુદ્દત વિશે જાણ કરે છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર