કોરોના મહામારીને રોકવા માટે અત્યારે રસીકરણ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ ઘણા બધા લોકો જાગૃતિના અભાવે રસી મુકવાથી દૂર ભાગે છે. આવી સ્થિતિમાં લોકોમાં જાગૃતિ આવે તે માટે સરકાર દ્વારા પ્રયાસ થઇ રહ્યા છે. આ સાથે જ વિવિધ કંપનીઓ પણ રસીકરણ (Vaccination) અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે આકર્ષક ઓફર આપી રહી છે.
લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવાની ઓફર એમેઝોન (Amazon) દ્વારા પણ આપવામાં આવી રહી છે. હાલ એમેઝોન દ્વારા ફ્રન્ટ લાઇન વર્કરને $500,000 (રૂ. 3.70 કરોડ જેટલી રકમ)ની રોકડ ઈનામ સ્વરૂપે આપવાની જાહેરાત થઈ છે. આ સાથે જ કંપનીએ કાર અને રજાઓનું પેકેજની ઓફર પણ કરી છે. આ ઓફરનો લાભ લેવા માટે રસી લીધી હોવાનો પુરાવો આપવો પડશે.
બ્લુમબર્ગના અહેવાલ મુજબ એમેઝોનની વેક્સિન કોમ્પિટિશન હેઠળ કુલ 18 ઈનામ આપવામાં આવશે. જેની કુલ કિંમત 2 મિલિયન ડોલર જેટલી છે. જેમાં બે ઈનામમાં $500,000 (રૂ. 3.70 કરોડ જેટલી રકમ)ની રોકડ રકમ, છ ઈનામમાં $100,000 (રૂ.70 લાખ જેટલી રકમ)નું ઈનામ અને પાંચ ઈનામમાં વાહન અને પાંચ વેકેશન પેકેજનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, એમેઝોનની આ કોમ્પિટિશન તેના ફ્રન્ટલાઈન વર્કર્સ માટે છે. ગોડાઉન અને લોજીસ્ટિક ફેસેલટીમાં કામ કરનાર લોકો, હોલ ફૂડસ માર્કેટ, એમેઝોન ફ્રેશ કિરાના સ્ટોર તથા એમેઝોન વેબ સેવા કેન્દ્રોમાં કલાક મુજબ કામ કરતા કર્મચારીઓ જ તેમાં ભાગ લઈ શકશે.
એમેઝોન દ્વારા માસ્ક પહેરવું ફરજીયાત કરાયું
ગોડાઉનમાં કામ કરતા કર્મચારીઓને માસ્ક પહેરવાની તાકીદ એમેઝોન દ્વારા કરવામાં આવી છે. હાલ દેશમાં ડેલ્ટા વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવાયું છે. તાજેતરમાં જે એમેઝોને કહ્યું હતું કે, અમેરિકામાં કોરોનાના નવા વેરિયન્ટના ફેલાવા અને જાહેર આરોગ્ય અધિકારીઓ તથા તબીબી નિષ્ણાંતના માર્ગદર્શન સાથે આપણે ઘરની અંદર ચહેરો કવર કરવાની જરૂર છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર