Home /News /business /રજાના દિવસે સહકર્મીને કામ સંબંધિત ફોન-મેસેજ કરવા પર લાગશે 1 લાખનો દંડ

રજાના દિવસે સહકર્મીને કામ સંબંધિત ફોન-મેસેજ કરવા પર લાગશે 1 લાખનો દંડ

રજાના દિવસે સહકર્મીને કામ સંબંધિત ફોન-મેસેજ કરવા પર લાગશે 1 લાખનો દંડ

કંપની તો આવી હોવી જોઈએ રજા એટલે રજા, જો બોસ પણ રજાના દિવસે કર્મચારીને ફોન કરે તો તેને પણ દંડ થાય અને તે પણ રોકડમાં, ડ્રીમ 11 કંપની આવો નિયમ બનાવનારી કદાચ પહેલી કંપની બની હશે.

  કોઈપણ જગ્યાએ, કોઈપણ સંસ્થામાં કામ કરતો કર્મચારી રજા કેમ લેતો હોય છે? કોઈ મહત્વપૂર્ણ કામ અર્થે બહાર જવાનું હોય અથવા બિમાર હોય અથવા કોઈ પ્રસંગમાં હાજરી આપવા-ફરજ નિભાવવા જવું પડે તેમ હોય તો જ કર્મચારી રજા લે છે. કોઈપણ કર્મચારી હોય રજા પર જાય ત્યારે કામ સંબંધિત ફોન કોલ્સ અથવા મેસેજથી પરેશાન થવા માંગતા નથી, પરંતુ વર્ષોથી આ પ્રકારની પ્રથા ચાલતી આવે છે. રજા પર રહેલા કર્મચારીનું કામ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવે ત્યારે તેમને પોતાના જે-તે પ્રસંગમાં ખલેલ પહોંચાડીને કંપનીઓ પોતાનું કામ કઢાવે જ છે, પરંતુ ભારતનું ભાવિ બનનારા આજકાલના ન્યૂ એજ સ્ટાર્ટઅપે કઈંક નવતર અને વખાણવા લાયક નિર્ણય કર્યો છે.

  કર્મચારીઓને રજાના દિવસે પડતી સમસ્યાઓ સાંભળીને તેની નોંધ લઈને ફેન્ટેસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ11 (Dream11)‌એ એક રસપ્રદ પોલિસી બનાવી છે, જેમાં કર્મચારીઓ તેમની રજાઓ શાંતિથી માણી શકશે. કર્મચારી વેકેશન પર હોય અને જો તેને કોઈપણ સહયોગી દ્વારા હેરાન કરવામાં આવશે તો સખત દંડ કરવાનું અજુગતું ફરમાન કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

  આ પણ વાંચોઃ રજાના દિવસે સહકર્મીને કામ સંબંધિત ફોન-મેસેજ કરવા પર લાગશે 1 લાખનો દંડ

  ડ્રીમ11ની 'અનપ્લગ પોલિસી'(Unplug Policy) અનુસાર કર્મચારીઓ વર્ક-સંબંધિત ઈમેલ, મેસેજ, કોલ્સ અને તેમના સહકાર્યકરોથી એક સપ્તાહની રજા લઈ શકે છે.

  લિંક્ડઇન પોસ્ટમાં કંપનીએ લખ્યું: “ડ્રીમ11 પર અમે ખરેખર અનપ્લગ્ડ 'ડ્રીમસ્ટર'ને લોગ ઓફ કરીએ છીએ. જેમાં રજા પર ગયેલ કર્મચારીને દરેક સંભવિત કોમ્યુનિકેશન પ્લેટફોર્મથી દૂર રાખવામાં આવશે. તેમાં અધુરા કામ, ઇમેઇલ અને વોટ્સએપ ગ્રુપ દરેકથી તે કર્મચારીઓને મુક્તિ આપીને રજા માણવાનો પુરતો સમય આપવામાં આવશે. અમારી કંપની ખાતરી કરે છે કે એક જરૂરી રજા પર ગયેલા કર્મચારીને તેમના હકની રજા ભોગવવાનો અને ડ્રીમસ્ટરની વર્ક ઇકોસિસ્ટમમાંથી કોઈ પણ તેમનો સંપર્ક કરશે નહીં.”

  CNBC TV-18ના રિપોર્ટ મુજબ કંપનીના સ્થાપકો હર્ષ જૈન અને ભાવિત સેઠે જણાવ્યું છે કે જે પણ કર્મચારી "UNPLUG" સમયગાળા દરમિયાન અન્ય કર્મચારીનો સંપર્ક કરશે તેને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. કંપનીમાં દરેક વ્યક્તિને તેમની પોઝીશન, કાર્યભાર, નોકરીની તારીખ અથવા અન્ય પરિબળોને ધ્યાનમાં લીધા વિના જ 'અનપ્લગ' સમય આપવામાં આવશે. સ્થાપકોના જણાવ્યા અનુસાર, કંપની કોઈપણ કર્મચારી પર નિર્ભર ન રહે તેની ખાતરી કરવા માટે આ પોલિસી લાગુ કરવામાં આવી હતી.  કંપનીની નવી પોલિસીથી કર્મચારીઓ ખૂબ જ ખુશ હોવાનું કહેવાઈ રહ્યું છે. “કર્મચારીઓને કંપનીની તમામ સિસ્ટમો અને ગ્રુપથી દૂર રહેવાનો વિકલ્પ આપવો એ પણ કર્મચારીને મળતા એક ફાયદા સમાન જ છે. અમે સાત દિવસ સુધી કામકાજના કોલ્સ, ઇમેઇલ, મેસેજ અથવા તો WhatsAppથી પરેશાન નહીં થઈએ. આ વિકલ્પ અમને અમારા મનગમતા સમયમાં માત્ર પોતાનું જ કામકાજ કરવાનો સમય આપે છે. અમુક કિસ્સામાં દૂરના અંતરિયાળ ક્ષેત્ર કે પર્વતો પર જતા સમયે નેટવર્ક ન હોવાનો ડર કે વસવસો રહેશે નહીં. અનપ્લગિંગ માનસિક શાંતિનું એક ઉત્તમ ટૂલ રહેશે. આ ડિસ્કનેક્ટ થયેલો સમય વ્યક્તિને કાયાકલ્પ કરવામાં, આરામ કરવામાં અને રીફ્રેશ થવામાં પણ મદદ કરે છે. ડ્રીમ 11ના કર્મચારીએ જણાવ્યું હતું કે કર્મચારી કે કોઈપણ વ્યક્તિ આ પ્રકારના બ્રેક બાદ શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવા માટે ફ્રેશ, ખુશ અને નવી એનર્જી સાથે આવશે.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Job and Career

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन