નવી દિલ્હી. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બુધવારે લોકોને જૂના સિક્કા અને નોટની ખરીદી તથા વેચાણને લઈ એક જરૂરી એલર્ટ જાહેર કર્યું છે. ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે છેતરપિંડી કરનારા કેટલા તત્વો ઓનલાઇન, ઓફલાઇન પ્લેટફોર્મ પર જૂની બેંક નોટ અને સિક્કાના વેચાણ માટે કેન્રીર્ય બેંકના નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યા છે. મૂળે, છેલ્લા થોડાક દિવસોથી જૂના સિક્કા તથા નોટની ખરીદી તથા વેચાણને લઈને અનેક સમાચારો સામે આવી રહ્યા છે, જેને કારણે RBIએ આ એલર્ટ જાહેર કર્યું છે.
RBIએ ટ્વીટ કરી લોકોને ચેતવ્યા
રિઝર્વ બેંકે એક ટ્વીટ જાહેર કરીને કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંકના ધ્યાનમાં એ વાત આવી છે કે કેટલાક તત્વો ખોટી રીતે ભારતીય રિઝર્વ બેંકના નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યા છે અને વિભિન્ન ઓનલાઇન, ઓફલાઇન પ્લેટફોર્મનમ માધ્યમથી જૂની બેંક નોટ અને સિક્કાઓને વેચવા માટે લોકો પાસેથી ચાર્જ કે કમીશન અથવ તો ટેક્સ માંગી રહ્યા છે.
રિઝર્વ બેંકે પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ પ્રકારની કોઈ પણ ગતિવિધિમાં સામેલ નથી અને આ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે કોઈ પાસેથી કોઈ ચાર્જ કે કમીશન ક્યારેય નથી માંગ્યું. સાથોસાથ બેંકે કહ્યું કે તેણે કોઈ સંસ્થા કે વ્યક્તિને આ પ્રકારની ગતિવિધિઓ માટે કોઈ પ્રકારની ઓથોરિટી નથી આપી.
ભારતીય રિઝર્વ બેંક આ પ્રકારના મામલામાં ડીલ નથી કરતી અને ક્યારેય આ પ્રકારના ચાર્જ કે કમીશન માંગતી નથી. ભારતીય રિઝર્વ બેંકે કોઈ સંસ્થા, કંપની કે વ્યક્તિ વગેરેને આ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર RBI તરફથી ચાર્જ કે કમીશન લેવાની ઓથોરિટી નથી આપી. ભારતીય રિઝર્વ બેંક સામાન્ય લોકોને આ પ્રકારના છેતરપિંડી કરનારા અને નકલી ઓફર્સમાં ફસાઈ ન જવાની સલાહ આપી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર