Home /News /business /

મિસ થઇ ગયું છે SIPનું પેમેન્ટ? તો જાણો બેંક દ્વારા લેવાશે કેવા પગલાં

મિસ થઇ ગયું છે SIPનું પેમેન્ટ? તો જાણો બેંક દ્વારા લેવાશે કેવા પગલાં

રોકાણ કરવા માટે SIP ખૂબ જ સરળ ઓપ્શન છે પરંતુ જો પેમેન્ટ ડેટ ચૂકી ગયા તો શું કરશો?

શું તમે એસઆઇપી (SIP) દ્વારા રોકાણ કરો છો? તો એવું ક્યારેક બન્યું હશે કે SIP પેમેન્ટ સમયે બેંક એકાઉન્ટમાં પૂરતા રુપિયા ન હોય અને તેના કારણે પેમેન્ટ મિસ થઈ ગયું હોય. તો તેની અસર તમારા રિટર્ન પર પડી શકે છે. તો આવી સ્થિતિમાં શું કરવું જોઇએ?

વધુ જુઓ ...
મુંબઈઃ શું તમે એસઆઇપી (SIP) દ્વારા મ્યુચ્યયુઅલ ફંડની સ્કીમ્સ (Mutual Fund Schemes)માં રોકાણ કરો છો? જો હાં, તો એસઆઇપીના દર મહીને એક નક્કી તારીખે તમારા બેંક એકાઉન્ટમાંથી નીકળતા હશે. આવું તમારા ઇન્વેસ્ટમેન્ટના સમગ્ર સમયગાળા દરમિયાન થાય છે. આ સમયગાળો 5 વર્ષ, 10 વર્ષ અથવા ત્યાં સુધીનો હોઇ શકે છે, જ્યાં સુધી તમે તે સ્કીમ બંધ ન કરાવો. કારણ કે એસઆઇપી લાંબા સમયગાળા (Long term SIP Investment)નું રોકાણ છે. ક્યારેક એવું પણ બની શકે છે કે SIP પેમેન્ટની તારીખ સમયે તમારા એકાઉન્ટમાં પૂરતા પૈસા ન હોય. આવી સ્થિતિમાં SIPનું પેમેન્ટ ચૂકી (missed your sip payment) જાઓ છો. તો આવી સ્થિતિમાં શું કરવું જોઇએ?

Farming business ideas: ભારતના આ ખેડૂત પાસે દુનિયાભરમાંથી લોકો શીખવા આવે છે ઓર્ગેનિક ખેતી

જો કોઇ મહિને તમારું SIP પેમેન્ટ મિસ થઇ ગયું તો ફંડ હાઉસ નેતા માટે તમારી પાસે પેનલ્ટી વસૂલ કરતું નથી. પરંતુ જો વારંવાર આવું બને છે તો તે યોગ્ય નથી. સતત 3 વખત સિપનું પેમેન્ટ મિસ થવાથી ફંડ હાઉસ તમારું SIP કેન્સલ કરી દે છે. તેથી જો કોઇ કારણસર તમારું SIP પેમેન્ટ મિસ થઇ જાય તો તેમાં ચિંતાની કોઇ વાત નથી.

કેટલી લાગી શકે છે પેનલ્ટી?

તમારી બેંક SIP પેમેન્ટ ચૂકી જવા પર તમારી પાસેથી પેનલ્ટી વસૂલે છે. પેનલ્ટીની રકમ અલગ અલગ બેંકોના આધારે અલગ અલગ હોય છે. જે રૂ. 150થી રૂ. 750 સુધી હોઇ શકે છે. તેથી તમારે SIP પેમેન્ટની તારીખ યાદ રાખવી જોઇએ. નક્કી તારીખ પહેલા તમારે બેંક એકાઉન્ટમાં પર્યાપ્ત પૈસા રાખવા જરૂરી છે. તમારી બેંક તમને SIP પેમેન્ટની નક્કી તારીખ પહેલા રીમાઇન્ડર જરૂર મોકલે છે.

છેલ્લી બાજી પણ જીતી ગયા Rakesh Jhunjhunwala, આ શેરે બે દિવસમાં આપ્યું 45 ટકા રિટર્ન

જો રોકાણના સમયગાળા દરમિયાન વચ્ચે વચ્ચે તમારું SIP પેમેન્ટ મિસ થઇ જાય છે તો તેની સીધી અસર તમારા રોકાણ પર પણ પડશે. લાંબા સમયના રોકાણ છતા તમારું રીટર્ન ઘટી શકે છે. બીજી તરફ બેંક દ્વારા પેનલ્ટી લગાવવાથી તમારું મોનેટરી લોસ થાય છે. તેવામાં SIPમાંથી રોકાણનો સંપૂર્ણ ફાયદો મળી શકતો નથી. તેનાથી તમારા રોકાણનો ઉદ્દેશ્ય પૂર્ણ નહીં થઇ શકે.

પૈસાની તંગી સમયે શું કરવું?

એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો પૈસાની કમીના કાણે SIPનું પેમેન્ટ મિસ થઇ રહ્યું છે તો તેનો ઉપાય પણ છે. તમે ફંડ હાઉસને કહીને તમારું SIP થોડા સમય માટે સ્ટોપ કરાવી શકો છો. મોટા ભાગના ફંડ હાઉસ ઇન્વેસ્ટર્સને આ ફેસિલિટી આપે છે. જ્યારે તમારી આર્થિક સમસ્યા પૂર્ણ થઇ જાય ત્યારે તમે SIPને ફરી શરૂ કરાવી શકો છો. તે માટે પણ તમારે ફંડ હાઉસને જાણ કરવાની રહેશે.

Hot Stocks: શોર્ટ ટર્મમાં કમાણી કરવી હોય તો નિષ્ણાતોએ સૂચવેલા આ સ્ટોક્સ પર દાવ રમો

SIP સ્ટોપ કરાવવા માટે ઓછામાં ઓછા 30 દિવસ પહેલા ફંડ હાઉસને આ અંગે રીક્વેસ્ટ મોકલવાની રહેશે. તમે એપ્લિકેશન ફોર્મ દ્વારા ફંડ હાઉસને ઓનલાઇન કે ઓફલાઇન રીક્વેસ્ટ મોકલી શકો છો. આપને જણાવી દઇએ કે SIP સ્ટોપ કરાવ્યા બાદ પણ તમારા રોકાણ પર તમને રીટર્ન મળતું રહેશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Money Investment, SIP investment, Sip mutual fund, રોકાણ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन