Home /News /business /SIPમાં કરવા માંગો છો રોકાણ, તો આ બાબતોનું ખાસ રાખો ધ્યાન; મળશે સારુ વળતર

SIPમાં કરવા માંગો છો રોકાણ, તો આ બાબતોનું ખાસ રાખો ધ્યાન; મળશે સારુ વળતર

એસઆઈપી એટલે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ

SIP Investment: જો તમે પણ શેરબજારમાં રોકાણ કરવા માંગો છો કે રોકાણ વિશે વિચારી રહ્યા છો, તો ઈક્વિટી આધારિત મ્યુચ્યુઅલ ફંડ તમારા માટે એકદમ યોગ્ય વિકલ્પ છે.

    નવી દિલ્હીઃ જો તમે પણ શેરબજારમાં રોકાણ કરવા માંગો છો કે રોકાણ વિશે વિચારી રહ્યા છો, તો ઈક્વિટી આધારિત મ્યુચ્યુઅલ ફંડ તમારા માટે એકદમ યોગ્ય વિકલ્પ છે. મ્યુચ્યુઅલ ફંડને ઘણા સારા અનુભવી ફંડ મેનેજર સાથે મળીને મેનેજ કરે છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં તમે 2 પ્રકારે રૂપિયા લગાવી શકો છો, પહેલા એકમુક્ત રકમ જમા કરવી અને બીજુ એસઆીપી દ્વારા રોકાણ કરવું.

    એસઆઈપી એટલે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ, આમાં તમે થોડા રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં નાખો છો અને ઓછા જોખમે વધારે નફો મેળવી શકો છો. જો તમે રોકાણની શરૂઆત કરી રહ્યા હોવ તો, 500 રૂપિયાથી પણ આમાં રોકાણ શરૂ કરી શકો છો. એટલા માટે અમે તમને જણાવવા માંગીએ છીએ કે, જો તમે પહેલી વખત રોકાણ કરી રહ્યા છો, તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

    આ પણ વાંચોઃ બેંક પાસબુક પર લખેલો IFSC કોડ શું હોય, શા કારણે ટ્રાન્ઝેક્શન માટે અતિ મહત્વપૂર્ણ

    શું છે ઉદ્દેશ્ય?

    રોકાણ કરતા પહેલા તમારે તે નક્કી કરવુ પડશે કે, તમારે કેટલું રોકાણ કરવું છે અને કેટલા સમય માટે કાયમ રાખવાનું છે. કારણ કે, દરેક વ્યક્તિનો નાણાકીય લક્ષ્ય અલગ-અલગ હોય છે. જેમ કે કોઈ ગાડી ખરીદવાની ઈચ્છા રાખે છે, તો કોઈ સ્પોર્ટસ બાઈક. બંને માટે જરૂરી ફંડમાં અંતર છે. એટલા માટે રોકાણ રણનીતિમાં પણ તફાવત હોવો જોઈએ.

    આ પણ વાંચોઃ તમારી પ્રોપર્ટીના દસ્તાવેજ ખોવાઈ ગયા છે? આટલી સરળ રીતે પાછા મેળવી શકો; જાણો A to Z સ્ટેપ્સ

    સાવધાનીથી કરો પસંદગી

    મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમે માત્ર ઈક્વિટી ફંડની સાથે ડેટ અને હાઈબ્રિડ ફંડમાં જ રોકાણ કરી શકો છો. લાંબા સમયમાં રોકાણ અને જોખમ ઉઠાવવાની ક્ષમતા સાથએ તમે ઈક્વિટી તરફ આવી શકો છો.



    રૂપિયાને એક જગ્યાએ ન નાખો

    જો તમે તમારા પૂરા રૂપિયા એક જ જગ્યાએ લગાવો છો, તો તે ડૂબી જવાનું જોખમ રહે છે. એટલા માટે હંમેશા કેટલાક જુદા-જુદા એસેટ ક્લાસમાં રૂપિયા લગાવવા જોઈએ. તેનાથી તમારા કેટલાક રૂપિયા સુરક્ષિત રહેશે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Mutual fund, SIP investment

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन