નવી દિલ્હી : મોદી સરકારે નાણાંકીય વર્ષ 2020-21 માટે 8.5 ટકા વાર્ષિક વ્યાજને મંજૂરી આપતા EPFOના સભ્ય કર્મચારીઓને ફાયદો થશે. PF ખાતાધારકોના ખાતામાં વ્યાજના પૈસા ટ્રાન્સફર કરી દેવાશે. જોકે, યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) અને PF એકાઉન્ટ સાથે આધાર નંબર લિંક (UAN Aadhaar Linking) હોવો જરૂરી છે. આધાર નંબર લિંક નહીં થાય તો પૈસા અટવાઈ શકે છે.
PF ખાતું આધાર સાથે લિંક કરવું શા માટે જરૂરી?
અત્યાર સુધી આધાર UAN લિંક કરવા માટેની સમય મર્યાદા 1 જૂન સુધીની હતી. જે વધારીને 1 સપ્ટેમ્બર કરાઈ છે. સોશ્યલ સિક્યોરિટી કોડની કલમ 142 હેઠળ PF એકાઉન્ટ આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. જો આધાર UAN એકાઉન્ટ સાથે લિંક ન હોય તો તમારા ખાતામાં માસિક PF યોગદાન જમા નહીં કરાવી શકે. આ ઉપરાંત બંને લિંક થયા પછી જ EPF ભંડોળમાંથી લોન કે ઉપાડ લઈ શકાય છે.
આવી રીતે કરો EPF એકાઉન્ટને આધાર સાથે લિંક
- EPFOની સત્તાવાર વેબસાઈટ પર જાવ.
- https://unifiedportal mem.epfindia.gov.in/memberinterface/ આ લિંકને ક્લિક કરો.
- ત્યારબાદ તમારા UAN અને પાસવર્ડ નાખી લોગીન થાવ.
- હવે Manage સેક્શનમાં જઈ KYC વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યાં EPF એકાઉન્ટ સાથે આધાર લિંક કરવા ઘણા ડોક્યુમેન્ટ જોવા મળશે.
- તમે Aadhaar વિકલ્પ પસંદ કરી, તમારો આધાર નંબર અને આધાર કાર્ડમાં રહેલા નામને નાંખીને Service પર ક્લિક કરો.
- હવે તમે આપેલી જાણકારી SAVE થઈ જશે અને તમારું આધાર UIDAIના ડેટા સાથે વેરીફાઈ થશે.
- KYC ડોક્યુમેન્ટ ખરા હશે તો તમારું આધાર EPF એકાઉન્ટ સાથે લિંક થઈ જશે અને આધારની ડિટેલ સામે “Verify” લખેલું જોવા મળશે.
" isDesktop="true" id="1120896" >
આવી રીતે ઓફલાઈન લિંક કરી શકાય
પહેલા “Aadhaar Seeding Application” ફોર્મ ભરવાનું રહેશે. તેમાં UAN તથા આધાર સહિતની વિગતો નાંખવી પડશે. આ ઉપરાંત UAN, PAN અને આધારની સ્વ પ્રમાણિત નકલો જોડવાની રહેશે. હવે આ ફોર્મને EPFO કે કોમન સર્વિસ સેન્ટર (CSC) આઉટલેટમાં કોઈ પણ ફિલ્ડ ઓફિસમાં એક્ઝિક્યુટિવ પાસે જમા કરાવવું પડશે. પ્રોપર વેરિફિકેશન બાદ તમારું આધાર તમારા EPF એકાઉન્ટ સાથે જોડી દેવાશે. આ બાબતે તમારા નોંધાયેલા નંબર પર મેસેજ આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર