હું સૌથી વધારે મિડલ ક્લાસ માટે વિચારૂં છું: અરૂણ જેટલી

 • Share this:
  નાણામંત્રી અરૂણ જેટલીએ News18 નેટવર્કના એડિટર ઈન ચીફ રાહુલ જોશીને આપેલ ઇન્ટરવ્યૂમાં બજેટ, રાજનીતિથી લઈને ઘણાં મામલાઓ પર પોતાનું મંતવ્ય જણાવ્યું હતું. જેટલીએ મધ્યમ વર્ગને બજેટમાં કાંઈ ન આપવાની વાતને નકારતા કહ્યું કે તેમણે આ વર્ગને 12 હજાર કરોડ રૂપિયાની રાહત આપી છે. સાથે જ તેમણે કહ્યું કે તેમની એક નજર વરસાદ પર અને બીજી નજર કાચા તેલની કિંમતો પર છે. નાણામંત્રીએ એક સાથે ચૂંટણી કરાવવાની વાતને પણ નકારી.

  મઘ્યમ વર્ગ સાથે જોડાયેલ સવાલો પર જેટલીએ કહ્યું કે એક વર્ગ જેના માટે તે મજબૂતીથી વિચારે છે તે મધ્યમ વર્ગ છે. જો આ વર્ગના કરદાતાઓની વાત કરીએ તો આ બજેટમાં કોઈને કોઈ પ્રકારે તેમને રાહત આપી છે. જ્યાં સુધી વાત કારોબારીઓની છે તો તેમની પાસે ખર્ચા પર લગામ લગાવવાની સંભાવના છે. નોકરીયાત ક્લાસના લોકોની સંખ્યા સૌથી વધારે છે અને તે ઈમાનદાર કરદાતા છે. સિસ્ટમે તેમની રક્ષા કરવી જોઈએ.

  મેં પહેલા જ વર્ષમાં કરની સીમા બેથી અઢી લાખ કરી દીધી હતી. મેં સેક્શન 80 સીની સીમાને વધારીને એક લાખથી દોઢ લાખ રૂપિયા કરી દીધી હતી. મેં હાઉસિંગ લોનની સીમાને દોઢ લાખથી બે લાખ રૂપિયા કરી દીધી હતી. તેના પછીના વર્ષે મેં ટ્રાન્સપોર્ટ અલાઉન્સને 800થી 1600 રૂપિયા કરી દીધી હતી. પ્રત્યેક બજેટમાં મધ્યમ વર્ગને 8000-10000 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી છે. આ વર્ષે મારા હાથ બંધાયેલ હતા. પરંતુ મેં સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે 8000 કરોડ રૂપિયાની રાહત આપી છે. જેનાથી અઢી કરોડ કરદાતાઓને રાહત મળશે. પેંશનર્સ અને વરિષ્ઠ નાગરિકો માટે ઈન્વેસ્ટમેન્ટની સીમા વધારી છે.

  જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, આટલા બધા પછી પણ તેવી ભાવના છે કે મિડલ ક્લાસને અવગણવામાં આવી રહ્યો છે. તેની પર જેટલીએ જવાબ આપ્યો કે, તમારી (મીડિયા)ની આમાં સૌથી મોટી ભૂમિકા છે, કારણ કે કેટલીક ચેનલોને બજેટને વખોડવાના કોઈ કારણો મળ્યાં નહીં. અમે ગરૂબો અને ખેતૂડો માટે ઘણી જાહેરાતો કરી છે. હવે તે પુછી રહ્યાં છે કે અમારી મિડલ ક્લાસ માટે શું કર્યું? અમે 12 હજાર કરોડની રાહત આપી છે.

  શું મિડલ ક્લાસને આગળ પણ કાંઈ મળશે? આવા સવાલ પર જેટલીએ કહ્યું કે, 'જ્યારે તમે સમાજમાં સુધારનો પ્રયાસ કરો છો ત્યારે અમીર અને ગરીબ બંન્નેને લાભ મળે છે. જ્યારે દેશમાં લાખો કિલોમીટરના હાઈવે બની રહ્યાં છે તો અમીર અને ગરીબ બંન્ને આની પર સફર કરે છે. માણસ હવે માત્ર અઢી હજાર રૂપિયામાં ઉડી શકે છે. જે પણ અમે કરી રહ્યાં છે તેનાથી સમાજના દરેક વર્ગને ફાયદો
  Published by:Kaushal Pancholi
  First published: