Home /News /business /IPO હોય તો આવો, લિસ્ટિંગ પર જ રોકાણકારોને માલામાલ કરી દીધા; જાણો કેટલે પહોંચ્યો ભાવ?
IPO હોય તો આવો, લિસ્ટિંગ પર જ રોકાણકારોને માલામાલ કરી દીધા; જાણો કેટલે પહોંચ્યો ભાવ?
આ સ્મોલ કંપનીના IPOએ માર્કેટમાં કરી ધમાકેદાર એન્ટ્રી
શાનદાર લિસ્ટિંગ પછી થોડી જ વારમાં આ શેરની માંગ ઘણી વધી. જે કારણથી કંપનીના શેર જોતજોતામાં જ 57.75 રૂપિયાના સ્તપ પર પહોચી ગયા. એટલે કે, લિસ્ટિંગ પછી કંપનીના શેરનો ભાવ 5 ટકા વધ્યો છે.
નવી દિલ્હીઃ શેરબજારમાં earth stahl and alloysએ ઘમાકેદાર એન્ટ્રી કરી છે. બીએસઈમાં 55 રૂપિયા પ્રતિ શેરના ભાવે કંપનીનુ લિસ્ટિંગ થયું છે. જે પ્રાઈસ બેન્ડ 37.50 ટકાથી વધારે છે. એટલે કે, જે રોકાણકારોએ કંપનીના આઈપીઓને સબસ્ક્રાઈબ કર્યો હશે અને જેમને શેર એલોટ થયા હશે, તેઓ લિસ્ટિંગના દિવસે જ માલામાલ થઈ ગયા હશે. લસ્ટિંગની થોડી વાર પછી જ કંપનીના શેર અપર સર્કિટ પર છે. જાણકારી અનુસાર, કંપનીના શેરોનું પ્રાઈસ બેન્ડ 38 રૂપિયાથી 40 રૂપિયા હતું.
અપર સર્કિટ પર સ્ટોક
શાનદાર લિસ્ટિંગ પછી થોડી જ વારમાં આ શેરની માંગ ઘણી વધી. જે કારણથી કંપનીના શેર જોતજોતામાં જ 57.75 રૂપિયાના સ્તપ પર પહોચી ગયા. એટલે કે, લિસ્ટિંગ પછી કંપનીના શેરનો ભાવ 5 ટકા વધ્યો છે. જાણકારી અનુસાર, આ કંપનીનું અપર સર્કિટ લેવલ છે.
આ એમએસઈ આઈપીઓ 27 જાન્યુઆરીથી 31 જાન્યુ દરમિયાન ઓપન થયો હતો. ત્યારબાદ ગ્રે માર્કેટમાં સતત કંપનીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ત્યારથી જ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, કંપની પણ શેરબજારમાં શાનદાર લિસ્ટ થઈ શકે છે. જો કે, કંપનીએ તેના રોકાણકારોની આ આશાને તોડી નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર