Rupee Fall : ડોલર સામે રૂપિયો જો વધુ ગગડ્યો તો પેટ્રોલ અને ડીઝલ સહિત આ તમામ વસ્તુઓ થશે મોંઘી
Rupee Fall : ડોલર સામે રૂપિયો જો વધુ ગગડ્યો તો પેટ્રોલ અને ડીઝલ સહિત આ તમામ વસ્તુઓ થશે મોંઘી
ડોલરની સામે રૂપિયો ગગડ્યો
ભારત આવશ્યક ઇલેક્ટ્રિક સામાન અને મશીનરી, મોબાઈલ-લેપટોપ સહિત મોટી સંખ્યામાં દવાઓની આયાત કરે છે. મોટાભાગના મોબાઈલ અને ગેજેટ્સ ચીન અને અન્ય પૂર્વ એશિયાઈ શહેરોમાંથી આયાત કરવામાં આવે છે, જેમાંથી મોટાભાગનો બિઝનેસ ડોલરમાં થાય છે.
રિઝર્વ બેંકના પ્રયાસો છતાં ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે. ગુરુવારે એક ડૉલરની કિંમત વધીને 79.90 રૂપિયાની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચી હતી. આનાથી રિઝર્વ બેંક અને સરકારના પડકારો તો વધ્યા જ છે, પરંતુ ગ્રાહકોના ખિસ્સા પણ પણ ભાર વધે છે. નબળા રૂપિયાની અસર રસોડાથી લઈને દવાઓ અને મોબાઈલ ખરીદવા પર પણ પડે છે. આ ઉપરાંત તેના કારણે રોજગારીની તકો પણ ઘટે છે.
દવાઓ, મોબાઈલ, ટીવીના ભાવ વધશે
ભારત આવશ્યક ઇલેક્ટ્રિક સામાન અને મશીનરી, મોબાઈલ-લેપટોપ સહિત મોટી સંખ્યામાં દવાઓની આયાત કરે છે. મોટાભાગના મોબાઈલ અને ગેજેટ્સ ચીન અને અન્ય પૂર્વ એશિયાઈ શહેરોમાંથી આયાત કરવામાં આવે છે, જેમાંથી મોટાભાગનો બિઝનેસ ડોલરમાં થાય છે. જો રૂપિયો આ રીતે નબળો પડતો રહેશે તો દેશમાં આયાત મોંઘી થશે. વિદેશથી થતી આયાતને કારણે તેના ભાવમાં વધારો થશે. એટકે કે મોબાઈલ અને અન્ય ગેજેટ્સ પર મોંઘવારી વધશે અને તમારે વધુ ખર્ચ કરવો પડશે.
રસોડાના બજેટ પર અસર
ભારત 80 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. ક્રૂડ ઓઈલની કિંમત વધવાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે. જેનાથી માલ ઢોળાઈ મોંઘી થાય છે. આવી સ્થિતિમાં રૂપિયો નબળો પડવાને કારણે ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતી રોજબરોજની વસ્તુઓની કિંમત વધી શકે છે, જેના કારણે તમારું બજેટ ખોરવાશે. તેમજ પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થવાને કારણે ભાડું પણ વધી શકે છે, જેના કારણે મુસાફરી પણ મોંઘી થઈ શકે છે.
ભારત 60 ટકા ખાદ્ય તેલની આયાત કરે છે. તે ડોલરમાં ખરીદવામાં આવે છે. આવી સ્થિતિમાં જો રૂપિયો નબળો પડે છે તો સ્થાનિક બજારમાં ખાદ્ય તેલની કિંમતો વધી શકે છે. તાજેતરમાં સરકારે ખાદ્યતેલ સસ્તું બનાવવા તેના પરની આયાત ડ્યૂટી નાબૂદ કરી છે.
રોજગારીની તકો ઘટશે
ભારતીય કંપનીઓ વિદેશમાંથી સસ્તા દરે જંગી રકમની લોન લે છે. જો રૂપિયો નબળો પડે તો ભારતીય કંપનીઓ માટે વિદેશમાંથી ફંડ લેવું મોંઘુ થશે. જેનાથી તેમના ખર્ચમાં વધારો થશે, જેના કારણે તેમને વ્યવસાય વિસ્તરણ યોજનાઓ મુલતવી રાખવી પડી શકે છે. તેનાથી દેશમાં રોજગારીની તકો ઓછી થાય છે.
વિદેશ પ્રવાસ, શિક્ષણ મોંઘુ થશે
વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓએ રહેવાના ભાડાથી લઈને ફી સુધી બધું જ ડોલરમાં ચૂકવવું પડે છે. આવી સ્થિતિમાં રૂપિયો નબળો પડવાને કારણે તે વિદ્યાર્થીઓને પહેલાં કરતાં વધુ પૈસા ખર્ચવા પડશે. તેમના પરિવહનના ખર્ચમાં પણ વધારો થશે. આ ઉપરાંત વિદેશ પ્રવાસ પણ મોંઘો થશે.
IIFLના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ લાઈવ હિન્દુસ્તાનને જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રૂપિયો 80.50ના સ્તરે પહોંચી શકે છે, પરંતુ RBI રૂપિયામાં ઘટાડાને રોકવા માટે સતત પ્રયાસો કરી રહી છે, જેથી તે ટૂંક સમયમાં બાઉન્સ બેક કરશે. ગુપ્તાએ કહ્યું કે ડૉલર-રૂપિયાની દિશા ડિમાન્ડ-સપ્લાયના આધારે નક્કી થાય છે અને અત્યારે ડૉલરની ડિમાન્ડ ઘણી વધારે છે. આ ઉપરાંત વૈશ્વિક મંદીની આશંકા અને વિદેશી રોકાણકારોના સતત પ્રવાહને કારણે પણ રૂપિયો નબળો પડ્યો છે.
રૂપિયો નબળો પડવાના પાંચ કારણો
- વૈશ્વિક બજારમાં ડોલરની માંગમાં વધારો
- ભારતીય બજારમાંથી વિદેશી રોકાણકારોનો સતત ઉપાડ
- વૈશ્વિક મંદીનો ડર
- રશિયા-યુક્રેન કટોકટી આર્થિક અનિશ્ચિતતા બનાવે છે.
- યુરોપ સહિત વિશ્વના અનેક દેશોમાં રાજકીય ઉથલપાથલ
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર