Business Idea: બિઝનેસની તકની શોધમાં વંજુલ ચોપરાએ દિલ્હીમાં તેમની ઓળખાણ વાળા લોકોને મળવાનો પ્રયત્ન કર્યો. તેમણે સામાન્ય વલણની બહાર કઈંક અલગ કરવાનો પ્રયત્ન કર્યો. એક દિવસ જ્યારે વંજુલ કોઈને મળ્યા પહોંચ્યા તો ત્યાં એક વ્યક્તિ સીસીટીવી લગાવી રહ્યો હતો. ત્યારબાદ તેણે તે વ્યક્તિ પાસેથી સીસીટીવી બિઝનેસ વિશે જાણકારી લીધી.
નવી દિલ્હીઃ ભારતીય વિદ્યાપીઠ પશ્ચિમ વિહારથી વર્ષ 2009માં ગ્રેજ્યુએશન કરવા વાળા વંજુલ ચોપડાએ એમબીએમાં એડમિશન લેવાનો પ્રયત્ન કર્યો. તેમને રેગ્યુલર કોલેજમાં MBAમાં એડમિશન ન મળ્યુ તો તે પછી તેમણે 2010-11માં કોરસ્પોન્ડન્સમાંથી એમબીએ કર્યુ. આની સાથે જ તેમણે મોબાઈલ એસેસરીઝના બિઝનેસની શરૂઆત કરી. વર્ષ 2012માં લગભગ બે લાખ રૂપિયાની મૂડીથી શરૂ થયેલો બિઝનેસ હવે 100 કરોડ રૂપિયાના ટર્નઓવર પર પહોંચશે.
સામાન્ય વલણની બહાર કઈંક અલગ કરવાનો પ્રયત્ન કર્યો.
બિઝનેસની તકની શોધમાં વંજુલ ચોપરાએ દિલ્હીમાં તેમની ઓળખાણ વાળા લોકોને મળવાનો પ્રયત્ન કર્યો. તેમણે સામાન્ય વલણની બહાર કઈંક અલગ કરવાનો પ્રયત્ન કર્યો. એક દિવસ જ્યારે વંજુલ કોઈને મળ્યા પહોંચ્યા તો ત્યાં એક વ્યક્તિ સીસીટીવી લગાવી રહ્યો હતો. ત્યારબાદ તેણે તે વ્યક્તિ પાસેથી સીસીટીવી બિઝનેસ વિશે જાણકારી લીધી.
તે સમયે તેમને ખબર પડી કે, એક સીસીટીવી કેમેરો અહીં 4,500 રૂપિયામાં મળે છે. જ્યારે આ વિશે ઈન્ટરનેટ પરથી ખબર પડી કે, ચીનમાંથી તે કેમેરો 1200થી 1500 રૂપિયામાં જ મળે છે. આ પછી તેમને લાગ્યુ કે, આ બિઝનેસ સારો છે અને આમાં કમાણી પણ સારી થઈ શકે છે. આ પછી વંજુલ તેના કાકા અને કેટલાક મિત્રો સાથે ચીન ગયો. ચીનથી પરત આવતા સમયે તેમની ફ્લાઈટ એક દિવસ મુલતવી થઈ ગઈ. ત્યાપબાદ સમય પસાર કરવા તેમણે બજારમાં ફરવાનું શરૂ કર્યુ.
વંજુલ્ કહ્યુ કે, ‘સંયોગથી અમે કેમેરાના બજારમાં જતા રહ્યા. જુદા-જુદા પ્રકારના સીસીટીલવી કેમેરાની સાથે રેકોર્ડર, કેબલ, પ્લગ અને એસેસરીઝ વિશે જાણકારી મેળવ્યા બાદ અમે સીસીટીવીનું કામ શરૂ કરવાની યોજના બનાવી.’ વંજુલ અને તેના મિત્રોએ ચીનમાં કેમેરાના બજારને જોઈને ત્યાંથી વ્યવસાયની શક્યતાઓ શોધવાનો પ્રયાસ કર્યો.
50 કેમેરાથી શરૂઆત
ચીનથી કંઈ ન લાવવાની જગ્યાએ તેઓએ 50 કેમેરા ખરીદી લીધા. ભારત પરત આવ્યા પછી કેટલાક લોકોને મળીને આ વિશે ચર્ચા કરી. તે સમયે સીસીટીવી કેમેરાના વિજ્યુઅલ મોબાઈલ પર જોવાની સુવિધા ન હતી, વંજુલે પહેલી વખત ભારતમાં તેની શરૂઆત કરી. ત્યારબાહ બુલેટ કેમેરા, ડોમ કેમેરા વગેરેની શરૂઆત કરવામાં આવી.
તૈયાર પ્રોડક્ટને બદલે પાર્ટસ
દિલ્હીના ઘણા કારીગરો સીધા ચીનથી આ વેપાર કરતા રહ્યા છે, ધીરે-ધીરે આ બજારમાં પણ સ્પર્ધાઓ વધવા લાગી. ત્યારબાદ બ્લૂ આઈએ ચીન પાસેથી તૈયાર પ્રોડક્ટ મંગાવવાની જગ્યાએ તેના પાર્ટસ મંગાવવાનું શરૂ કર્યુ. આનાથી તેમને કસ્ટમ ડ્યૂટિ ઘટાડવામાં મદદ મળી. આ રીતે વંજુલને પાંચ ટકાની બચત કરવામાં મદદ કરી. ભારતમાં પાર્ટસ મંગાવીને એકઠા કરવા વાળી બ્લૂ આઈ પહેલી કંપની હતી. દિલ્હી અને દેશભરના લોકો સીસીટીવીના પાર્ટસ ખરીદવા લાગ્યા.
બ્લૂ આઈએ સૌથઈ પહેલા 4G સિમ રાઉટર રજૂ કર્યું. આ પહેલા કંપનીએ એલાર્મ લોક રજૂ કર્યુ હતું. વર્ષ 2015માં શરૂ થયેલી બ્લૂ આઈ 2012-13માં સંપૂર્ણ રીતે અસ્તિત્વમાં આવી અને હવે તે સીસીટીવી, મોબાઈલ એસેસરીઝ, ઘરેલૂં ઉપકરણો અને કાર એસેસરીઝનો વેપાર કરે છે.
બિઝનેસ 100 કરોડની નજીક પહોંચી ગયો
વંજુલે કહ્યુ કે, દેશમાં સીસીટીવીના મામલે હજુ પણ 80% બજારો ખાલી છે, જેમાં વ્યાપારની અમર્યાદિત સંભાવના છે. પોતાના કામકાજમા વ્યસ્ત પતિ-પત્નીના કારણે હવે સીસીટીવી દરેક ઘરની જરૂપિયાત બની ગયા છે. જો બ્લૂ આઈના બધા જ સેગમેન્ટની વાત કરીએ તો, મોબાઈલ એસેસરીઝની સૌથી વધારે ભાગીદારી છે. બ્લૂ આઈ હરિયાણા, રાજસ્થાન, પંજાબ, યૂપી અને છત્તીસગઢમાં ઘણું જ લોકપ્રિય નામ બની ગયુ છે. બ્લૂ આઈ કંપનીમાં 400 લોકો કામ કરે છે, જ્યારે 18 રાજ્યોમાં કંપનીના ઉત્પાદનો 2000 સ્ટોપ પર વેચાઈ રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર