નવી દિલ્હીઃ પાન કાર્ડ પરમેનેન્ટ એકાઉન્ટ નંબર હોય છે. ભારતમાં પાન કાર્ડ એક જરૂરી દસ્તાવેજ છે. 31 માર્ચ સુધી આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કરી શકાય છે. જો તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કર્યુ, તો 1 એપ્રિલથી તમારું પાન કાર્ડ કામ કરશે નહિ.
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, જો તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક નહિ હોય તો, પાન કાર્ડનો યૂનિક 10-ડિજિટ નંબર બેકાર થઈ જશે.
ઈનકમ ટેક્સ એક્ટ, 1961ના અધિનિયમ 1399AA હેઠળ જુલાઈ, 2017 સુધી જે પણ વ્યક્તિ પાન કાર્ડ માટે અરજી કરે છે. તેમને આવકની સાથે સાથે આધાર નંબર પણ આપવો જરૂરી છે. જો કોઈ વ્યક્તિ આધાર નંબર માટે અરજી કરે છે. તો તેમણે ITR કરતા સમયે આધારનો એનરોલમેન્ટ નંબર દાખલ કરવાનો હોય છે.
1. પાનને આધાર સાથે લિંક ન કરવા પર પાન કાર્ડ નકામું થઈ જશે. તમે તેને ઓળખ પત્ર તરીકે ઉપયોગમાં લઈ શકશો નહિ. 2. તમે ઈનકમ ટેક્સ ફાઈલ રિટર્ન નહિ કરી શકો. 3. તમારા પેન્ડિંગ રિટર્ન પર કોઈ કામગીરી નહિ કરવામાં આવે. 4. જો તમારું પાન લિંક નહિ હોય, તો ડિફેક્ટિવ રિટર્ન પર પણ કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે. 5. જો તમારું પાન લિંક નથી, તો ડિફેક્ટિવ રિટર્ન પર પણ કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે, 6. પાન લિંક નહિ હોવાના કારણે તમારે વધારે વ્યાજ દર પર ટેક્સ આપવો પડશે.
પાન લિંક નહિ હોવાના કારણ કરદાતાઓને બેંક કે અન્ય કોઈ ફાઈનાન્શિયલ પોર્ટલ પર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બધા જ નાણાકીય વ્યવહારો માટે ટ્રાન્ઝેક્શનની KYC માટે PAN બહુ જ જરૂરી હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર