Home /News /business /Gratuity: જો તમને ગ્રેચ્યુટીની રકમ ન આપવામાં આવે તો શું કરશો? આ રીતે કાયદાકીય પગલાં લઇ શકાય

Gratuity: જો તમને ગ્રેચ્યુટીની રકમ ન આપવામાં આવે તો શું કરશો? આ રીતે કાયદાકીય પગલાં લઇ શકાય

કર્મચારીનો ગ્રેચ્યુટીનો અધિકાર પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ 1972 હેઠળ સુરક્ષિત છે.

Gratuity Rules: જો તમને કંપની છોડ્યાના 30 દિવસની અંદર ગ્રેચ્યુટી ન મળે તો તમે તમારા એમ્પ્લોયરને કાયદાકીય રીતે નોટિસ મોકલી શકો છો. આ પછી જો તમને ગ્રેચ્યુટી ન મળે તો તમે આગળની કાર્યવાહી કરી શકો છો.

    Gratuity Rules and Law: જો તમે કંપનીમાં 4 વર્ષ 240 દિવસ કામ કરો છો તો તમે ગ્રેચ્યુટીના હકદાર છો. ગ્રેચ્યુટીનો અમુક હિસ્સો ફક્ત તમારા CTCમાંથી જ કાપવામાં આવે છે. કંપની માટે એ ફરજિયાત છે કે જો તમે નિર્ધારિત સમય પછી કંપની છોડો તો પણ તમને ગ્રેચ્યુઈટી આપવામાં આવશે. સામાન્ય રીતે કંપનીઓ ગ્રેચ્યુટી આપવામાં ઇન્કાર કરતી નથી. ધારો કે તમારા એમ્પ્લોયર તમને ગ્રેચ્યુઇટી આપવાનો ઇનકાર કરે છે, તો તમારી પાસે કયા વિકલ્પો રહે છે?

    તેના માટે તમે સૌથી પહેલા તમારા એમ્પ્લોયરને કાનૂની નોટિસ મોકલો. જો તમારા એમ્પ્લોયર હજુ પણ તમને ગ્રેચ્યુટી ચૂકવવામાં હાનાકાની કરે તો તમે તમારા જિલ્લાની શ્રમ કમિશનરની ઓફિસમાં ફરિયાદ કરી શકો છો. સામાન્ય રીતે આવા કેસોની તપાસ માટે મદદનીશ શ્રમ કમિશનરની નિમણૂક કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે કર્મચારીનો ગ્રેચ્યુટીનો અધિકાર પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ 1972 હેઠળ સુરક્ષિત છે.

    આ પણ વાંચો:MMTCને લાગી જશે તાળાં, આવતા અઠવાડિયે મળનારી બેઠકમાં લેવાઈ શકે છે અંતિમ નિર્ણય

    કેસ અધિકારીને મોકલ્યા પછી શું?


    જો તમારો દાવો સાચો છે અને અધિકારી કંપનીને તમારી ગ્રેચ્યુટી ચૂકવવાનો આદેશ આપે છે તો તમારા એમ્પ્લોયરને તે 30 દિવસની અંદર ચૂકવવા પડશે. જો આમ ન થાય તો 15 દિવસની અંદર અધિકારી કંપની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી શકે છે.

    સજાની જોગવાઈ વિષે


    જો એમ્પ્લોયર દોષી સાબિત થાય છે તો તેને 6 મહિનાથી 2 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. એમ્પ્લોયરને માત્ર કર્મચારીને ગ્રેચ્યુટી ચૂકવવાનો આદેશ નથી કરાતો, પરંતુ વિલંબિત સમયગાળા માટે વ્યાજ ચૂકવવા માટે પણ કહેવામાં આવે છે. આ સિવાય ઘણી વખત એમ્પ્લોયર પાસેથી દંડ પણ વસૂલવામાં આવે છે. થોડા વર્ષો પહેલા મધ્યપ્રદેશમાં આવા જ એક કેસમાં કોર્ટે એમ્પ્લોયર પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.


    ગ્રેચ્યુટી વીમો


    ગ્રેચ્યુટી ફક્ત તે જ કંપનીઓમાં આપવામાં આવે છે જ્યાં કર્મચારી 10 થી વધુ હોય. આ કંપનીઓએ ગ્રેચ્યુટીનો વીમો પણ લેવો પડશે. આ સુનિશ્ચિત કરે છે કે જ્યારે ગ્રેચ્યુઈટી ચૂકવવાનો સમય આવે ત્યારે કંપની પાસે ભંડોળની કમી ન પડે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Business news, Employees, Gratuity, Gratuity rules

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन