Government Employee Pension: કેન્દ્ર સરકાર, એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ અને એમ્પ્લોય પેન્સન સ્કીમમાં કર્મચારીઓ માટે વધુ આર્થિક ફાયદો આપવાનો પ્લાન કરી રહી છે. તેના માટે પગાર ધોરણ રૂપિયા 15 હજાર થી વધારીને 21 હજાર કરવાની યોજના અમલમાં મૂકી શકે છે. આ પહેલા કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2014 માં પગાર ધોરણ રૂપિયા 6 હજારથી વધારીને 15 હજાર કર્યો હતો. જો આ રકમ 21 હજાર થાય તો EPS અને EPF કર્મચારીઓને વધુ આર્થિક ફાયદો થશે. તેમજ નિવૃત્તિ બાદ દર મહિને રૂપિયા 7 હજારને બદલે 10 હજારથી વધુ પેન્સન મળશે.
હાલના સમયમાં કર્મચારી પેન્સન યોજના ખાતામાં કર્મચારીના ખાતામાં મૂળ વેતન રૂ.15000 આપવામાં આવે છે. મૂળ વેતનના 8.33% EPS ખાતામાં જાય છે, જેની મહત્તમ રકમ રૂપિયા 1250 હોય છે. હવે જો સરકાર મૂળ વેતનની રકમ વધારીને 21 હજાર કરી દેવામાં આવે તો EPS રકમમાં પણ વધારો થઇ જાય. જો રૂ.21000 મુજબ ગણતરી કરીએ તો 8.33% લેખે રૂ.1749 થાય છે.
કર્મચારી ભવિષ્ય નિધિ અને અધિનિયમ 1952 હેઠળ કર્મચારી અને એમ્પ્લોયર બંને EPF ખાતામાં મૂળભૂત પગાર, મોંઘવારી ભથ્થાના 12 ટકા જેટલું આપવામાં આવે છે. કર્મચારીની સંપૂર્ણ રકમ ઈપીએફ ખાતામાં જમા થાય છે. 12% માંથી 8.33% કર્મચારી પેન્સન યોજનામાં જમા થાય છે અને બાકીની 3.67% રકમ ઈપીએફ ખાતામાં જાય છે.
પેન્સનની ગણતરી
EPF યોજના હેઠળ પગારમાં વધારા સાથે નિવૃત્તિ સમયે પેન્શનની રકમ પણ વધુ હશે. કર્મચારી પેન્શન યોજના 2014 મુજબ EPS પેન્શનની ગણતરી માટેનું સૂત્ર આ મુજબ છે. [પેન્શનપાત્ર સેવાના વર્ષોની સંખ્યા X 60 મહિના માટે સરેરાશ માસિક પગાર) / 70]
ઉદાહરણઃ જો મૂળ વેતન રૂ.21,000 કરવામાં આવે તો
ધારોકે, સેવાનો સમયગાળો 32 વર્ષ છે. નિવૃત્તિ પહેલા 60 મહિનાના સરેરાશ પગારને લઈને માસિક પગારની ગણતરી કરવામાં આવશે.જો કર્મચારીનો મૂળ પગાર 60 મહિના દરમિયાન મહિને 15,000 રૂપિયાથી વધુ છે તો, 15,000 રૂપિયા પેન્શનની ગણતરી માટે એક મહિનાના પગાર તરીકે ગણવામાં આવશે. આ ઉપરાંત, જો કોઈ કર્મચારીએ 20 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું હોય, તો સેવાના સમયગાળામાં 2 વર્ષ બોનસ તરીકે ઉમેરવામાં આવે છે.EPS સભ્યને મળતું માસિક પેન્શન રૂ.7286 એટલે કે [(34x15,000)/70] હશે.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર