મુંબઇ. Mutual Fund Investment: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણને લઈને તમારા મનમાં અનેક સવાલ હશે. મ્યુચ્યુઅલ ફંડ શું છે? તેમાં કેવી રીતે રોકાણ કરી શકાય? શું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે ડીમેટ એકાઉન્ટ (Dmat Account) ફરજિયાત છે? મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન (Mutual funds return) કેવી રીતે મળે છે? રોકાણના બીજા વિકલ્પ કરતા આ કઈ રીતે અલગ છે? ઝી બિઝનેસમાં છપાયેલા અહેવાલ પ્રમાણે માયવેલ્થ ડૉટ કોમના સહ-સ્થાપક હર્ષદ ચેતનવાલા (Harshad Chetanwala)એ આ સાથે જોડાયેલા તમામ સવાલના જવાબ આપ્યા છે.
મ્યુચ્યુઅલ ફંડ શું છે?
મ્યુચ્યુઅલ ફંડ રોકાણની ખૂબ સારી રીત છે. જેમાં અલગ અલગ રીતે અલગ અલગ કેટેગરીમાં રોકાણ કરી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં અનેક રોકાણકારો નાની નાની બચત એક ફંડ મેનેજરને આપે છે. આ ફંડ મેનેજર તમારા તરફથી આપવામાં આવેલી રકમ અલગ અલગ જગ્યાએ રોકે છે, જેના પર તમને રિટર્ન મળે છે. ફંડ મેનેજર હંમેશા પોતાના પોર્ટફોલિયો અને રોકાણ અંગે વિચારે છે. જો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો તેના માટે તમે નિષ્ણાત હોય તે જરૂરી નથી, કારણ કે આ કામ ફંડ મેનેજરનું છે.
ડીમેટ એકાઉન્ટ ફરજિયાત છે?
અનેક લોકોના દિમાગમાં એવી ગેરમાન્યતા છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે ડીમેડ એકાઉન્ટની જરૂરિયાત રહે છે. પરંતુ હકીકતમાં આવું નથી. જો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોય અને તમે તેના માધ્યમથી રોકાણ કરો છો તો એ અલગ વાત છે. મ્યુચ્યુઅલ ફંડમાં તમે કોઈ એજન્ટ, વિવિધ એપ્લિકેશન કે પછી સીધું રોકાણ કરી શકો છો. રોકાણ કરતી વખતે તમારી જરૂરિયાતને ધ્યાનમાં રાખો. તમે બાળકોના અભ્યાસ, લગ્ન, ભણતર, વિદેશ પ્રવાસ વગેરે માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો.
1000થી વધારે સ્કીમ
મ્યુચ્યુઅલ ફંડમાં આજના સમયમાં 1000થી વધારે સ્કીમ છે. જેમાં ઇક્વિટી અને ડેટ સ્કીમ સામેલ છે. જો તમે ઇક્વિટી ફંડમાં રોકાણ કરો છો તો તેમાં ફંડ મેનેજર લૉંગ ટર્મ માટે રોકાણ કરતો હોય છે, એટલે કે લાંબા ગાળા સુધી ટકી રહેવા માંગતા લોકોએ ઇક્વિટી સ્કીમમાં રોકાણ કરવું જોઈએ.
નાની મુદતના રોકાણ માટે ડેટ ફંડ સારો વિકલ્પ છે. જેમાં તમે એક કે બે મહિના માટે પણ પૈસા રાખી શકો છો. ત્યાં તમે લિક્વિડ ફંડ કે પછી અલ્ટ્રા શોર્ટ ફંડમાં રોકાણ કરી શકો છો. જો તમારો ગોલ 2 ત્રણ વર્ષનો હોય તો તમે કૉર્પોરેટ બૉન્ડમાં કે બેન્કિંગ ફંડમાં રોકાણ કરી શકો છો. તમે જે ફંડ લેવા માંગો તે અંગે થોડી જાણકારી મેળવી લેવી પણ હિતાવહ છે.
કઈ કઈ સ્કીમમાં રોકાણ કરી શકાય?
મ્યુચ્યુઅલ ફંડમાં તમે શેર બજાર ઉપરાંત સોનું, રિયલ્ટી અને ઇન્ટરનેશનલ ફંડમાં પણ રોકાણ કરી શકો છો. તમારી ઉંમર કેટલી છે અને તમારે પૈસાની જરૂરિયાત ક્યારે છે તેના આધારે પણ રોકાણનો નિર્ણય કરવો જોઈએ. શેર બજારની જે મ્યુચ્યુઅલ ફંડમાં પણ એક સામાન્ય નિયમ એવો છે કે જેમ વધારે સમય સુધી ટકી રહેશો તેમ જોખમ ઘટતું જાય છે અને વળતર વધતું જાય છે.
મ્યુચ્યુઅલ ફંડ માટે KYC કરાવવું ફરજિયાત છે. અહીં તમે બેંકની જેમ જ તમારું પાન કાર્ડ, આધાર નંબર અને એડ્રેસ પ્રૂફ આપીને કેવાયસી કરાવી શકો છો. આ કેવાયસી તમામ ફંડ માટે ચાલે છે. આ કેવાયસી તને ઑનલાઇન કે પછી ઑફલાઇન કરાવી શકો છો. જો તમને પ્લાન અંગે સંપૂર્ણ માહિતી હોય તો તમે સીધા જ જે તે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. આ માટે તમે તમારા રોકાણ સલાહકારની મદદ પણ લઈ શકો છો. ડીમેટ ખાતા દ્વારા પણ તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર