જો તમારી સાથે છેતરપિંડી થઈ છે તો ફરિયાદ કરો અને પૈસા પરત મેળવો, જાણો કેવી રીતે?

પ્રતિકાત્મક તસવીર

જો તમારી સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી થઈ છે તો તમારે પૈસા માટે સહેજ પણ પરેશાન નહીં થવું પડે. તમારે છેતરપિંડીની માત્ર ફરિયાદ કરવાની રહેશે

  • Share this:
નવી દિલ્હી : જો તમારી સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી થઈ છે તો તમારે પૈસા માટે સહેજ પણ પરેશાન નહીં થવું પડે. તમારે છેતરપિંડીની માત્ર ફરિયાદ કરવાની રહેશે, ત્યારબાદ તમારા પૈસા એકાઉન્ટમાં આવી જશે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (પોસ્ટ ઓફિસ)એ નવા ફોર્મ બહાર પાડ્યા છે. આ ફોર્મની મદદથી તમે છેતરપિંડીની ફરિયાદ કરીને તમારા પૈસા માટે ક્લેઈમ કરી શકો છો.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે Simplified Standardized Claim Form લોન્ચ કર્યા છે. આ ફોર્મની મદદથી તમે તમારા પૈસા માટે ક્લેઈમ કરી શકો છો. તમે કયા ખાતા માટે ક્લેઈમ કરી શકો છે તેની અહીંયા જાણકારી આપવામાં આવી છે.

ક્લેઈમ કોણ કરી શકે?

પોસ્ટ પેમેન્ટ બેંકે આ અંગે જાણકારી આપી છે. જાણકારી આપી છે કે જો ગ્રાહકોનું પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ એકાઉન્ટ છે અને તેમની સાથે કોઈ છેતરપિંડી થઈ છે તો ગ્રાહક ક્લેઈમ કરી શકે છે. કેશ સર્ટીફિકેટ, મની ઓર્ડર, SOP અને PLI/RPLમાં તમારી સાથે છેતરપિંડી થઈ છે તો તમે ક્લેઈમ કરી શકો છો.

આ પણ વાંચો - Jio યૂઝર્સ હવે વોટ્સએપથી કરી શકશે મોબાઇલ રિચાર્જ, કોરોનાની વેક્સિનની ઉપલબ્ધતા અંગે પણ મળશે જાણકારી, જાણો કઇ રીતે

ફોર્મ કાઢવાનો ઉદ્દેશ્ય

પોસ્ટ ઓફિસમાં તમામ સર્કલના લોકો તેમની જરૂરિયાત અનુસાર અલગ અલગ ફોર્મનો ઉપયોગ કરી રહ્યા હતા. સમગ્ર દેશમાં એક જેવું બનાવવા માટે આ ફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે.

કેવી રીતે કરી શકાય ફરિયાદ?

· તમારે ફરિયાદ કરવી છે તો સૌથી પહેલા તમારે ફોર્મ ભરવાનું રહેશે.

· તે બાદ જમા કરતા સમયે સેલ્ફ અટેસ્ટેડ ફોટોકોપી પણ આપવાની રહેશે.

· ફોટોકોપીમાં Photo ID અને Address proof આપવાનું રહેશે.

· પાસબુક, ડિપોઝીટ રિસીપ્ટ પણ જમા કરાવવાની રહેશે.

· ઓરિજીનલ પાસબુક પણ જમા કરવાની રહેશે.

· તે બાદ બેંક તરફથી તપાસ કરવામાં આવશે.

કેટલો સમય લાગી શકે

આ પ્રકારની છેતરપિંડીની ફરિયાદ કર્યા બાદના 7 દિવસથી લઈને 25 દિવસનો સમય લાગી શકે છે. કેટલા દિવસનો સમય લાગશે તે તમારા કેસ ઉપર નિર્ભર કરે છે. જો Forensic examinationની જરૂરિયાત ઊભી થશે તો 3 મહિના સુધીનો સમય લાગી શકે છે.
First published: