Home /News /business /ભારતમાં જો બેંક ડૂબી જાય તો ખાતાધારકોને કેટલા રૂપિયા પાછા મળે? જાણી લો નહિ તો પછતાશો
ભારતમાં જો બેંક ડૂબી જાય તો ખાતાધારકોને કેટલા રૂપિયા પાછા મળે? જાણી લો નહિ તો પછતાશો
ગ્રાહકોને રૂપિયા પરત મળે કે નહિ?
અમેરિકન રેગ્યુલેટર્સ અને સરકારે ડિપોઝિટરેસને ખાતરી આપી છે કે તેમના નાણાં ડૂબશે નહીં. પરંતુ તેઓને તેમના પૈસા ક્યારે મળશે અને તેમના સંપૂર્ણ પૈસા પાછા મળશે કે કેમ આ પ્રશ્નોના જવાબ આપનાર હાલ કોઈ સામે આવ્યું નથી. સવાલ એ છે કે જો ભારતમાં કોઈ બેંક ડૂબી જાય તો ડિપોઝિટર્સના પૈસાનું શું થશે?
નવી દિલ્હીઃ અમેરિકામાં એકસાથે બે બેંકો ડૂબી જવાના સમાચારે ડિપોઝિટર્સને ચિંતામાં મૂકી દીધા છે. ભારતમાં પણ બેંકોમાં પૈસા રાખનારા લોકો હવે તેમની થાપણોની સુરક્ષાને લઈને ચિંતિત છે. સામાન્ય લોકોને નાણાકીય જગતમાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે બહુ ઓછી જાણકારી હોય છે. એવામાં અચાનક જ્યારે બેંક ડૂબી જવાના સમાચાર આવે ત્યારે તેમના પગ નીચેથી જાણે જમીન સરકી જાય છે. ડિપોઝિટર્સને પોતે છેતરાયાનો અનુભવ થાય છે. એક એક રૂપિયો ભેગો કરીને દીકરીના લગ્ન, બાળકોના ભણતર કે નિવૃત્તિ પછીના ખર્ચાઓ માટે યોજના કરી તે પૈસા બેંકમાં મૂકનાર વ્યક્તિને આવા સમાચાર આવ્યા બાદ શું કરવું તે સમજાતું નથી.
ભારતમાં શું છે તેના નિયમો
અમેરિકન રેગ્યુલેટર્સ અને સરકારે ડિપોઝિટરેસને ખાતરી આપી છે કે તેમના નાણાં ડૂબશે નહીં. પરંતુ તેઓને તેમના પૈસા ક્યારે મળશે અને તેમના સંપૂર્ણ પૈસા પાછા મળશે કે કેમ આ પ્રશ્નોના જવાબ આપનાર હાલ કોઈ સામે આવ્યું નથી. સવાલ એ છે કે જો ભારતમાં કોઈ બેંક ડૂબી જાય તો ડિપોઝિટર્સના પૈસાનું શું થશે?
થોડા વર્ષ પહેલા જ ભારત સરકારે બેંક ડિપોઝિટર્ના હિતમાં એક મોટો નિર્ણય લીધો હતો. જેમાં બેંકોમાં જમા લોકોના પૈસા માટે વીમા કવચની મર્યાદા વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી હતી. પહેલા આ મર્યાદા માત્ર રૂ. 1 લાખ હતી. અસલમાં ભારતમાં ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (Deposit Insurance and Credit Guarantee Corporation) બેંકોમાં જમા કરાયેલા નાણાંને વીમા કવચ આપે છે. આનો અર્થ એ છે કે જો કોઈ બેંક ડૂબી જાય છે તો આ કિસ્સામાં કંપની ડિપોઝિટર્સની રૂ. 5 લાખ સુધીની રકમ તેમને પરત કરે છે. તેમાં સેવિંગ્સ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ, રિકરિંગ એકાઉન્ટ સહિત તમામ પ્રકારની ડિપોઝિટનો સમાવેશ કરવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિના બેંકમાં એક કરતા વધુ ખાતા હોય એકસાથે એકથી વધુ પ્રકારના ખાતા હોય તો પણ બેંક ડૂબી જવાના કિસ્સામાં તેને DICGC તરફથી મળતું વળતર રૂ. 5 લાખ સુધી મર્યાદિત રહેશે. આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ, ધારો કે કોઈ વ્યક્તિના બેંકમાં બચત ખાતામાં 3 લાખ રૂપિયા છે. જો તેણે તે જ બેંકમાં રૂ. 3 લાખની એફડી કરી હોય તો પણ બેન્ક ડૂબી જવાના કિસ્સામાં તેમને વળતર તરીકે માત્ર રૂ. 5 લાખ મળશે. આ સાથે જ જો કોઈ વ્યક્તિની બેંકમાં 1 લાખ રૂપિયાની થાપણ છે, તો બેંક તૂટી જવાની સ્થિતિમાં, તેને વળતર તરીકે માત્ર 1 લાખ રૂપિયા મળશે. આ વ્યક્તિને રૂ. 5 લાખ આપવામાં આવશે નહીં.
98 ટકા ડિપોઝિટર્સના પૈસા છે સુરક્ષિત
ડિસેમ્બર 2021 માં કેન્દ્ર સરકારે બેંકોમાં જમા રકમનું વીમા કવચ રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવાની જાહેરાત કરી હતી. સરકારે 27 વર્ષ પછી ડિપોઝિટ ઇન્શ્યોરન્સ સંબંધિત કાયદામાં સુધારો કર્યો હતો. આ કાયદામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે RBI બેંક પર મોરેટોરિયમ લાગાવ્યાના 90 દિવસની અંદર ડિપોઝિટર્સને પૈસા પાછા મળી જશે. કાયદામાં આવેલા આ ફેરફારને કારણે હવે ભારતમાં બેંકોના 98 ટકા ડિપોઝિટર્સના નાણાંને વીમાનું રક્ષણ મળી ગયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર