Mutual Fund: 29 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી અહીં લગાવો માત્ર 5000 રૂપિયા, થશે તગડો ફાયદો, જાણો કેવી રીતે

Earn Money: IDFC મ્યુચ્યુઅલ ફંડ અમેરિકન સ્ટોક્સમાં રોકાણ કરનારું ફંડ ઓફ ફંડ્સ 29 જુલાઇએ સબ્સક્રિપ્શન માટે ઓપન થશે

Earn Money: IDFC મ્યુચ્યુઅલ ફંડ અમેરિકન સ્ટોક્સમાં રોકાણ કરનારું ફંડ ઓફ ફંડ્સ 29 જુલાઇએ સબ્સક્રિપ્શન માટે ઓપન થશે

  • Share this:
હાલ શેરબજાર (Stock Market)માં IPOની બોલબાલા છે. રોકાણકારો IPOમાં પૈસા રોકીને મોટી રકમ કમાઈ રહ્યા છે. ત્યારે હવે મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund)માં પણ તમે પૈસા લગાવીને મોટી રકમ કમાઈ શકો છો. જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવવા માંગો છો, તો તમારી પાસે 29 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી બમ્પર કમાણી કરવાનો સોનેરી અવસર છે. આ માટે તમારે માત્ર 5000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, IDFC મ્યુચુઅલ ફંડ (IDFC Mutual Fund) અમેરિકી સ્ટોક્સમાં રોકાણ કરવાવાળું ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ જેપી મોર્ગન યુએસ ગ્રોથ ફંડ (JP Morgan US Growth Fund) સાથે જોડાયેલું છે.

આ ઓપન એન્ડેડ ફંડ હશે, એટલે કે તમે તેની અવધિ બાદ પણ સબ્સ્ક્રાઇબ કરી શકશો. આ અંગે IDFC મ્યુચ્યુઅલ ફંડ (IDFC Mutual Fund)ના પ્રવક્તાએ મિન્ટને જણાવ્યું કે, તેનો ફંડ એક્સપેન્સ રેશિયો (expense ratio) 2.25 ટકા છે. તેમજ ખરીદીના 1 વર્ષમાં કરવામાં આવેલા વળતર માટે 1% નો એક્ઝિટ લોડ છે.

આ પણ વાંચો, Gold Silver Price Today: સોનાના ભાવમાં નરમીનું વલણ, જાણો જ્વલેરી માર્કેટમાં શું ચાલી રહ્યા છે ભાવ

જાણો, કેટલું રોકાણ કરવું પડશે?

આ NFO દરમિયાન તમારે ઓછામાં ઓછા 5000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ ઉપરાંત તમે SIP તરીકે 1000 રૂપિયાથી શરૂ કરી શકો છો.

જેપી મોર્ગન યુએસ ગ્રોથ ફંડમાં 81 શેરોનો પોર્ટફોલિયો છે અને 31 મે સુધીમાં તેને રસેલ (Russell) 1000 ગ્રોથ ઇન્ડેક્સ માટે બેંચમાર્ક કરાયો છે. જે મુખ્યત્વે લાર્જ-કેપ ઓરિએન્ટેડ ફંડ છે, જેની થોડી ફાળવણી મિડ-કેપ શેરોમાં થાય છે.

સારું રહ્યું છે તેનું પ્રદર્શન

મહત્વનું છે કે આ ફંડ વિશ્વના ઘણા દેશોમાં ઈક્વિટી માર્કેટમાં રોકાણ કરે છે. આ ઉપરાંત આ શેરની આવકનો 40 ટકા ભાગ અમેરિકા સિવાયના અન્ય દેશોમાંથી આવે છે. જો ફંડના ગત પ્રદર્શનની વાત કરવામાં આવે તો તેણે છેલ્લા ઘણા વર્ષોમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તે ટેકનોલોજી, હેલ્થકેર, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી, ટેલિકોમ, રીઅલ એસ્ટેટ અને ઉર્જા ક્ષેત્રોમાં થોડું અન્ડરવેટ છે. તે નાણાંકીય અને ઇન્ડસ્ટ્રીયલ સેકટર્સમાં વધારે પ્રભુત્વ ધરાવે છે.

આ પણ વાંચો, શું Fastag માટે દર મહિને આપવો પડે છે ચાર્જ? જાણો આવા જ અન્ય સવાલોના જવાબ



આ છે ટોપ-10 હોલ્ડિંગ કંપનીઓ

આ ફંડની ટોપ-10 હોલ્ડિંગ કંપનીઓમાં આલ્ફાબેટ, Apple, માઈક્રોસોફ્ટ, ફેસબુક અને એમેઝોન શામેલ છે. IDFC મ્યુચ્યુઅલ ફંડના જણાવ્યા અનુસાર, આ ફંડ એવા રોકાણકારો માટે સારો છે, જેઓ લાંબાગાળાનું રોકાણ કરવા માંગે છે.

(Disclaimer: રોકાણ બજાર જોખમને આધિન છે. રોકાણકારોએ રોકાણ કરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જોઈએ. ન્યૂઝ18ગુજરાતી દ્વારા કોઈ રોકાણની ભલામણ કરવામાં આવતી નથી.)
First published: