Home /News /business /

ગ્રાહકોને ઝટકો: હવે આ બેંકે બચત ખાતા પરનું વ્યાજ 2 ટકા ઘટાડ્યું, આજથી નવા દર લાગુ

ગ્રાહકોને ઝટકો: હવે આ બેંકે બચત ખાતા પરનું વ્યાજ 2 ટકા ઘટાડ્યું, આજથી નવા દર લાગુ

પ્રતીકાત્મક તસવીર

બેંકનું કેવું છે કે, જે વ્યક્તિ પોતાના ખાતામાં રૂ. 1 લાખથી ઓછું બેલેન્સ રાખશે, તેને 4 ટકા વ્યાજ દર મળશે

કોરોના મહામારી વચ્ચે વધુ એક બેંક દ્વારા વધુ વ્યાજદર ઘટાડવામાં આવ્યા છે. આ વખતે આઈડીએફસી બેંક દ્વારા બચત ખાતામા વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વર્તમાન સમયે આઈડીએફસી બેંક એક માત્ર એવી બેંક છે, જે રૂપિયા 1 લાખથી ઓછી રકમ જમા હોય ત્યારે 6 ટકા વ્યાજ આપે છે. આઈડીએફસી બેંક દ્વારા આગામી તારીખ 1 મેથી બચત ખાતા ઉપર મળતું વ્યાજે ઘટાડવાનો નિર્ણય લીધો છે.

હવે આટલો વ્યાજદર રહેશે

બેંકનું કેહવું છે કે, જે વ્યક્તિ પોતાના ખાતામાં રૂ. 1 લાખથી ઓછું બેલેન્સ રાખશે, તેને 4 ટકા વ્યાજ દર મળશે. જે કસ્ટમર રૂ. 1 લાખથી રૂ. 10 લાખ વચ્ચે બેલેન્સ રાખશે તેને 4.5 ટકા, જ્યારે 10 લાખથી વધુની બેલેન્સ રાખશે તેને પાંચ ટકા મહત્તમ વ્યાજ મળશે.

બિલ ન ભરતા સુરતની ખાનગી હૉસ્પિટલે પુત્રનો મૃતદેહ રસ્તા પર રઝળતો મૂકી દીધો: પિતાનો આક્ષેપ

અન્ય બેંકોમાં વ્યાજદર કેટલો?

હાલ ખાનગી ક્ષેત્રની આઈસીઆઈસીઆઈ બેંક 3થી 3.50 ટકા જેટલું વ્યાજ ઓફર કરે છે. એસબીઆઈ દ્વારા 2.60 ટકા વ્યાજ અપાય છે. મોટા ભાગની ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો વર્તમાન સમયે 3 થી 3.50 ટકા વ્યાજ આપે છે. રૂ. 1 લાખ સુધીનું એકાઉન્ટ બેલેન્સ રાખનારને Fincare Small Finance Bank 5 ટકા, આઈબીએલ બેંક 4.75 ટકા, સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક 4 ટકા, ઉજજીવન સ્મોલ ફાયનાન્સ બેંક 4 ટકા, ઈકવીટાસ સ્મોલ ફાયનાન્સ 3.5 ટકા અને બંધન બેંક 3 ટકા રિટર્ન આપે છે. રૂ.1 લાખથી વધુ રકમ જમા હોય ત્યારે સ્મોલ ઈકવીટાસ 7 ટકા, ઉજજીવન સ્મોલ ફાયનાન્સ 7 ટકા ઓફર કરે છે.

મહીસાગર: કોરોનાના દર્દીઓને શહેરોમાં મોકલાય છે અને સિવિલ હૉસ્પિટલમાં વેન્ટિલેટરો ધૂળ ખાઇ રહ્યાં છે

ઈન્ડસઇન્ડ બેંકે ઘટાડ્યું વ્યાજ

IndusInd Bank દ્વારા FD પર વ્યાજદર ઘટાડયો છે. હવે આ બેંક 7 થી 30 દિવસોની મેચ્યોરિટી ધરાવતી ડિપોઝિટ ઉપર 2.75 ટકા વ્યાજ આપશે.બેન્કમાં 31થી 45 દિવસોની મેચ્યોરિટી ધરાવતી ડિપોઝિટ ઉપર 3 ટકા, 46થી 60 દિવસની મેચ્યોરિટી પર 3.50 ટકા અને 61થી 90 દિવસોની મેચ્યોરિટી ઉપર 3.75 ટકા વ્યાજ મળશે. નવા વ્યાજ દર 26 એપ્રિલથી લાગુ આવી રહી થઈ ગયા છે.
First published:

Tags: Bank, IDFC, Interest Rate, Savings account

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन