Home /News /business /આ ભારતીયના દિમાગની ઉપજ હતી ફેસબુક, ઝકરબર્ગે ચોર્યો હતો આઇડિયા

આ ભારતીયના દિમાગની ઉપજ હતી ફેસબુક, ઝકરબર્ગે ચોર્યો હતો આઇડિયા

  તમને કહેવામાં આવે કે ફેસબુકના સંસ્થાપક એક ભારતીય હતા તો શું તમે આ વાત પર વિશ્વાસ કરશો? પરંતુ આ હકીકત છે. દિવ્ય નરેન્દ્ર એ જ વ્યક્તિ છે જેમણે ફેસબુક બનાવી હતી, પરંતુ તેને ક્યારેય તેનો શ્રેય નથી મળ્યો. તેમણે પોતાના બે સાથીઓની મદદથી એ ટેક્નિક વિકસિત કરી હતી જેને આજે આપણે ફેસબુક કહીએ છીએ. પરંતુ માર્ક ઝકરબર્ગ ફેસબુકને ઉભી કરી હતી. દિવ્ય નરેન્દ્ર પહેલા વ્યક્તિ હતા જેમણે ફેસબુકના માર્ક ઝકરબર્ગ સામે પ્રથમ કેસ દાખલ કર્યો હતો. આ વિશ્વાસઘાતનો કેસ હતો.

  દિવ્યનું આખું નામ દિવ્ય નરેન્દ્ર છે. તેઓ ભારતમાંથી અમેરિકા ગયેલા ડોક્ટર દંપતીના મોટા પુત્ર છે. નરેન્દ્રએ હાર્વર્ડમાંથી અભ્યાસ કર્યો છે. હાલ તેઓ પોતાની કંપની ચલાવે છે, જેનું નામ સમઝીરો છે.

  પરિવાર અમેરિકામાં વસી ગયો

  દિવ્યનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો. તેમના માતાપિતા ભારતમાંથી અમેરિકા આવ્યા હતા. બંને ડોક્ટર હતા. બંનેને ન્યૂયોર્કમાં પ્રેમ થઈ ગયો હતો. બંનેએ લગ્ન કરી લીધા હતા. નરેન્દ્ર શરૂઆતથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતા. 1984માં તેમનો જન્મ થયો હતો. 2000ના વર્ષમાં તેમણે હાર્વર્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. 2004માં તેઓ એપ્લાઇડ મેથેમેટિક્સમાં ગ્રેજ્યુએટ થયા હતા. બાદમાં તેમણે એમબીએ અને કાયદાનો અભ્યાસ કર્યો હતો.


  હાર્વર્ડ કનેક્ટની ફોર્મ્યુલા પર બની છે ફેસબુક

  દિવ્યએ હાર્વર્ડમાં પોતાના બે સાથીઓની મદદથી હાર્વર્ડકનેક્ટ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ 21મી મે 2004માં લોંચ કરી હતી. બાદમાં તેનું નામ બદલીને કનેક્ટયૂ કરી દેવામાં આવ્યું હતું. પ્રોજેક્ટની શરૂઆત 2002માં કરવામાં આવી હતી. તેનું આખું ફોર્મેટ ફેસબુક જેવું જ છે. આ વેબસાઈટ શરૂ થઈ. હાર્વર્ડ કોમ્યુનિટિ તરીકે કામ શરૂ થયું. પછી આ વેબસાઈટ બંધ થઈ ગઈ.  સંજય હતા પ્રથમ પ્રોગ્રામર


  સંજય મવીંકુર્વે તેના પ્રથમ પ્રોગ્રામર હતા. જેને હાર્વર્ડ કનેક્શન બનાવવાનું કહેવામાં આવ્યું હતું. સંજયે આના ઉપર કામ શરૂ કર્યું હતું પરંતુ 2003માં કામ અધૂરું છોડી દીધું હતું. તેઓ ગૂગલ ચાલ્યા ગયા હતા. સંજયના ગયા બાદ દિવ્યએ તેના બે મિત્રો સાથે મળીને આના પર કામ શરૂ કર્યું હતું. તેમને આ કામ માટે 400 ડોલર રકમ મળી હતી. બાદમાં વ્યક્તિગત કારણથી તેઓ આ પ્રોજક્ટથી અલગ થઈ ગયા હતા.

  દિવ્યએ માર્ક સાથે કર્યો સંપર્ક

  નવેમ્બર 2003માં વિક્ટર નામના મિત્રના રેફરન્સ પર વિન્કલેવોસ અને દિવ્યએ માર્ક ઝકરબર્ગનો સંપર્ક કર્યો હતો. આ પહેલા જ બંને આ પ્રોજેક્ટ પર ખૂબ કામ કરી ચુક્યા હતા. દિવ્યનું કહેવું છે કે અમે આ વેબસાઈટને ખૂબ ડેવલપ કરી ચુક્યા હતા. અમને માલુમ હતું કે અમે જ્યારે આ વેબસાઇટને કેમ્પસમાં લોકોને બતાવીશું ત્યારે તેઓ ખુશીથી ઝૂમી ઉઠશે. ઝકરબર્ગે જ્યારે હાર્વર્ડ કનેક્શન ટીમ સાથે વાત કરી ત્યારે ટીમને તેઓ ખૂબ જ ઉત્સાહી લાગ્યા હતા. તેમને વેબસાઇટ અંગે બતાવવામાં આવ્યું હતું. તેમને એ બતાવવામાં આવ્યું કે તેનો વિસ્તાર કઈ રીતે કરવામાં આવશે.

  પાર્ટનર બન્યા બાદ દગો દેવાની શરૂઆત

  મૌખિક વાચચીતમાં જ ઝકરબર્ગ તેમના પાર્ટનર બની ગયા હતા. તેમને પ્રાઇવેટ સર્વર લોકેશન અને પાસવર્ડ અંગે બતાવવામાં આવ્યું હતું જેના કારણે વેબસાઇટનું બાકીનું કામ પૂરુ કરી શકાય. બાદમાં ઝકરબર્ગે દિવ્યના મિત્રને એક પછી એક બે ઇમેલ કરીને કહ્યું હતું કે બાકીનું કામ ઝડપથી પૂરુ થઈ જશે. થોડા જ દિવસમાં વેબસાઇટનું કામ પૂરું થઈ જશે. જોકે, બાદમાં ઝકરબર્ગે તેને દગો દેવાનું શરૂ કરી દીધું હતું.  ઝકરબર્ગે ફોન ઉપાડવનું કર્યું બંધ

  ઝકરબર્ગે હાર્વર્ડ કનેક્ટ ટીમના ફોન ઉઠાવવાના તેમજ ઇમેલના જવાબ આપવાના બંધ કરી દીધા હતા. ચોથી ડિસેમ્બર 2003ના રોજ ઝકરબર્ગે જવાબ આપ્યો કે, મને માફ કરશો કે હું તમારા કોલનો જવાબ નથી આપી રહ્યો. હું આજકાલ ખૂબ જ વ્યસ્ત છું.

  ઝકરબર્ગે જાણ વગર ફેસબુક લોંચ કરી દીધી

  બાદમાં ઝકરબર્ગ ટીમથી અલગ થઈ ગયો હતો. આ વચ્ચે તેમણે ફેસબુક ડોટ કોમ નામથી એક વેબસાઇટ લોંચ કરી દીધી હતી. આ સાઇટમાં એ તમામ વસ્તુ હતી જે હાર્વર્ડ કનેક્ટમાં હતી. હાર્વર્ડ કનેક્ટ સોશિયલ સાઇટ હાર્વર્ડ સ્ટુડન્ટ્સ માટે હતી, જેનો દેશની અન્ય સ્કૂલો સુધી વિસ્તાર કરવાનો હતો. દિવ્ય અને વિન્કલેવોસને આ અંગેની માહિતી મોડેથી મળી હતી.

  કોર્ટે સ્વીકાર્યું કે આ આઇડિયા દિવ્યનો હતો

  ઝકરબર્ગે સાઇટ લોંચ કરી દેતા દિવ્ય અને વિન્કલેસોવ કોર્ટમાં પહોંચ્યા હતા. 2008માં ઝકરબર્ગે તેની સાથે કરાર કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કરાર હેઠળ તેને 650 લાખ ડોલરની રકમ આપવામાં આવી હતી. જોકે, દિવ્ય તેનાથી સંતુષ્ટ ન હતા. પરંતુ અમેરિકાની કોર્ટના નિર્ણયથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકનો મૂળ આઇડિયા દિવ્ય નરેન્દ્રનો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: CEO Mark Zuckerberg, Facebook

  विज्ञापन
  विज्ञापन