આ બૅન્કમાં પૈસા ઉપાડવાનો નિયમ બદલાયો, લાગશે ચાર્જ

News18 Gujarati
Updated: November 8, 2019, 9:28 AM IST
આ બૅન્કમાં પૈસા ઉપાડવાનો નિયમ બદલાયો, લાગશે ચાર્જ
નવો નિયમ 1 ડિસેમ્બર 2019થી લાગુ કરવામાં આવશે.

બૅન્કે એટીએમ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં ફેરફાર કર્યા છે. બૅન્કનો આ નવો નિયમ 1 ડિસેમ્બર 2019થી લાગુ કરવામાં આવશે.

  • Share this:
આઈડીબીઆઈ બૅન્ક (IDBI Bank) એ એટીએમ ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભે આઈડીબીઆઈ બૅન્કે તેના ગ્રાહકોને એસએમએસ દ્વારા માહિતી આપી છે. આ એસએમએસમાં, આઈડીબીઆઈ બૅન્કે ગ્રાહકોને કહ્યું છે કે, જો તેઓ નૉન-આઈડીબીઆઈ બૅન્કના એટીએમમાંથી પૈસા ઉપાડે છે અને ઓછા બેલેન્સને કારણે આ વ્યવહાર નિષ્ફળ જાય છે, તો ગ્રાહકોએ તેના માટે ટ્રાન્ઝેક્શન ચાર્જ દીઠ 20 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે બૅન્કે એ પણ માહિતી આપી છે કે એટીએમ ટ્રાન્ઝેક્શનનો આ નવો નિયમ 1 ડિસેમ્બર, 2019 થી લાગુ કરવામાં આવશે.

અન્ય બૅન્કોમાં ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધુ

ખાનગી અને જાહેર ક્ષેત્રની મોટાભાગની બૅન્કો એટીએમ ટ્રાન્ઝેક્શન વિના મૂલ્યે આપે છે. આઈડીબીઆઈ બૅન્ક તેના એટીએમ પર અનલિમિટેડ એટીએમ ટ્રાન્ઝેક્શનની ઑફર કરે છે, પરંતુ અન્ય બૅન્કોના એટીએમ પર આ મર્યાદા એક મહિનામાં મહત્તમ 5 ટ્રાન્ઝેક્શન સુધીની છે. આ મર્યાદાથી વધુ ટ્રાન્ઝેક્શન કરવા પર ટ્રાન્ઝેકશન દીઠ 20 રૂપિયા નાણાકીય ચાર્જ ચૂકવવો પડે છે. નૉન ફાઇનાન્શિયલ ચાર્જ પ્રતિ ટ્રાન્ઝેકશન 8 રૂપિયા છે.

આ પણ વાંચો: HDFC બૅન્કના વ્યાજદરમાં ઘટાડો, ઓછા થઇ જશે લોનના EMI>> IDBI Bank સિવાય અન્ય બૅન્કો પણ બીજી બૅન્કોના એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લે છે. બરોડાની બૅન્કો આર્થિક ચાર્જ તરીકે રૂ. 20 અને નાણાંકીય ચાર્જ તરીકે 8 રૂપિયા લે છે.

>> કોટક મહિન્દ્રા બૅન્ક આ માટે નાણાકીય ચાર્જ તરીકે રૂ .20 અને જીએસટી 8.50 રુપિયા વસુલે છે.

>> પંજાબ નેશનલ બૅન્કમાં પણ એક મહિનામાં અન્ય બૅન્કોના મહત્તમ 5 એટીએમ ટ્રાન્ઝેક્શનની મર્યાદા હોય છે.

>> કેનેરા બૅન્ક પાસે આર્થિક ચાર્જ 20 રૂપિયા છે અને આ માટે નાણાકીય ચાર્જ 10 રુપિયા અને જીએસટી છે.
First published: November 8, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading