IDBI બેંક અને LIC વચ્ચે થયેલા સોદાના વિરોધમાં બેંક-કર્મચારીઓ સોમવારથી હડતાળ પર

News18 Gujarati
Updated: July 13, 2018, 8:21 PM IST
IDBI બેંક અને LIC વચ્ચે થયેલા સોદાના વિરોધમાં બેંક-કર્મચારીઓ સોમવારથી હડતાળ પર
IDBI બેંક 16 જુલાઇથી છ દિવસ માટે બંધ રહી શકે છે, કર્મચારીઓએ આપી હડતાળની ચેતવણી 

IDBI બેંક 16 જુલાઇથી છ દિવસ માટે બંધ રહી શકે છે, કર્મચારીઓએ આપી હડતાળની ચેતવણી 

  • Share this:
ભારતીય જીવન વીમા કોર્પોરેશન (LIC)ના IDBI બેંકમાં હિસ્સો ખરીદવાના વિરોધમાં બેંક-કર્મચારીએ હડતાળ પર જવાની ધમકી આપી છે. બેંક-કર્મચારીઓએ જણાવ્યું હતું કે LIC અને IDBI બેંક વચ્ચે થયેલા સોદાના વિરોધમાં સોમવારથી 6 દિવસ માટે હડતાળ પર જઈશું.

અલબત્ત, IDBI બેંકે રેગ્યુલેટરી ફાઇલિંગમાં આની માહિતી આપી છે. IDBI બેંકેના કર્મચારીઓએ આ સોદા સિવાય પગારમાં વધારો ન થવાને કારણે પણ વિરોધ કર્યો છે.

આ કારણથી એવી આશંકા ઊભી થઈ કે જો તેમની માગણી સ્વીકારવામાં નહિ આવે તો તેઓ સોમવારથી 6 દિવસ માટે હડતાળ પર જઈ શકે છે. આ સમય દરમિયાન બેંકિંગ સેવાને અસર થશે અને એની મુશ્કેલીઓનો સામનો લોકોએ કરવો પડશે.

આઇડીબીઆઇ બેંકે રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે બેંકને અધિકારીઓ તરફથી આ સંબંધે નોટિસ મળી છે. એમાં 16 જુલાઇથી 21 જુલાઇ સુધી હડતાળ પર જવાની વાત છે.

IDBI બેન્કોના કર્મચારીનો પગારવધારાનો મુદ્દો નવેમ્બર, 2012થી પેન્ડિંગ છે. પાછલા વર્ષે પણ કર્મચારીઓએ હડતાળ પર જવાની ધમકી આપી હતી. જોકે ત્યારે આવું કંઈ કરવામાં આવ્યું નહોતું, કારણ કે મેનેજમેન્ટે તેમની માગણીઓ પૂરી કરવા માટે વચન આપ્યું હતું.

ઇન્ડિયા આઇડીબીઆઈ ઑફિસર્સ એસોસિયેશનના સભ્યોએ હાલમાં તો નાણાપ્રધાનની સામે એલઆઈસી અને આઈડીબીઆઇ બેંકના સોદાનો વિરોધ કર્યો છે.
First published: July 13, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading