આ બૅન્કે FDના વ્યાજદરમાં કર્યા ફેરફાર, જાણો હવે કેટલો ફાયદો થશે

(IDBI) આઈડીબીઆઈ બૅન્કે એફડી પરના વ્યાજ દરમાં ફેરફાર કર્યા છે. આઈડીબીઆઈ બૅન્ક એફડી પર 3.50 ટકાથી લઇને 6.65 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

News18 Gujarati
Updated: October 5, 2019, 9:54 AM IST
આ બૅન્કે FDના વ્યાજદરમાં કર્યા ફેરફાર, જાણો હવે કેટલો ફાયદો થશે
જાણો, નવા વ્યાજ દરો
News18 Gujarati
Updated: October 5, 2019, 9:54 AM IST
IDBI આઈડીબીઆઈ બૅન્કે 1 ઑક્ટોબરથી ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. ત્યારબાદ હવે આઈડીબીઆઈ બૅન્ક એફડી પર 3.50 ટકાથી 6.65 ટકા સુધીનું વ્યાજ ચૂકવે છે. વરિષ્ઠ નાગરિકો માટે આ બૅન્ક એફડી પર 4% થી 7.15% વ્યાજ આપે છે.

ટૂંકા ગાળાની થાપણો માટે 6.15% વ્યાજ દર

આઈડીબીઆઈ બૅન્ક તેના ગ્રાહકોને ટૂંકા ગાળાની થાપણો હેઠળ 7 દિવસથી લઇને 1 વર્ષથી ઓછા સમયગાળા માટે એફડી આપે છે. બૅન્કે આ માટેનો દર 3.50 ટકાથી વધારીને 6.15 ટકા કર્યો છે. વરિષ્ઠ નાગરિકો માટે ટૂંકા ગાળાની એફડી પરનું વ્યાજ 4% થી 6.65% ના દરે નક્કી કરવામાં આવ્યું છે.

નવા વ્યાજ દરો

આઈડીબીઆઈએ 7 થી 14 દિવસની એફડી પર 3.50 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો છે. આઈડીબીઆઈ બૅન્કે 15 થી 30 દિવસ માટે 4.50 ટકાના દરે વ્યાજ ચૂકવવાનું નક્કી કર્યું છે. 31 થી 45 દિવસ માટે 4.75%, 46 થી 90 દિવસ માટે 5.50%, 91 દિવસથી 6 મહિના માટે 5.50% નો વ્યાજ દર, 6 મહિના માટે 5.75 ટકાનો વ્યાજદર આપશે.

આ પણ વાંચો: RBIની જાહેરાત, 24 કલાક મોકલી શકશો NEFT દ્વારા પૈસા
Loading...એક વર્ષથી પાંચ વર્ષ સુધીની એફડી માટે આઈડીબીઆઈ બૅન્કનું નવીનતમ વ્યાજ દર, આ દર 2 કરોડ રૂપિયાથી ઓછી થાપણો પર છે.
નવા ફેરફાર પછી આઈડીબીઆઈ બૅન્ક એક વર્ષની એફડી પર 6.65 ટકા વ્યાજ આપે છે. વરિષ્ઠ નાગરિક માટે આ 7.15 ટકા છે.
>> 1 વર્ષના સમયગાળા માટે 6.65 ટકા વ્યાજ દર
>> 1 વર્ષથી 2 વર્ષના સમયગાળા માટે 6.55% વ્યાજ દર
>> 2 થી 3 વર્ષના સમયગાળા માટે 6.5 ટકા વ્યાજ દર
>> 3 થી 5 વર્ષના સમયગાળા માટે 6.5 ટકા વ્યાજ દર.
>> 5 વર્ષના સમયગાળા માટે 6.40 ટકા વ્યાજ દર

આઈડીબીઆઈ બૅન્કનો 5 વર્ષથી 20 વર્ષના સમયગાળા માટેનો વ્યાજ દર. આ દર 2 કરોડથી ઓછો છે.
5 થી 7 વર્ષના સમયગાળા માટે 6.35 ટકા વ્યાજ દર.
7 થી 10 વર્ષ માટે 6.35 ટકા વ્યાજ દર
10 વર્ષથી 20 વર્ષનો 6 ટકા વ્યાજ દર

 
First published: October 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...