આ મોટી બેંકે ગ્રાહકોને કર્યા સાવચેત, નાની ભૂલ કરી દેશે ખાતું સાફ!

બેંકે કહ્યું છે કે, તમારે ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરતાં સમયે હંમેશા અમુક વાતોનું ધ્યાન રાખવું પડશે

News18 Gujarati
Updated: May 6, 2019, 3:43 PM IST
આ મોટી બેંકે ગ્રાહકોને કર્યા સાવચેત, નાની ભૂલ કરી દેશે ખાતું સાફ!
આ મોટી બેંકે ગ્રાહકોને કર્યા સાવચેત
News18 Gujarati
Updated: May 6, 2019, 3:43 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: IDBI બેંકે તેના ગ્રાહકોને સાવચેત કર્યા છે. બેંકે કહ્યું છે કે, તમારે ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરતાં સમયે હંમેશા અમુક વાતોનું ધ્યાન રાખવું પડશે. કેમ કે, ફ્રોડ કરનારા નાની ભૂલનો લાભ લઇને લોકોના બેંક ખાતા ખાલી કરી દે છે. તમને જણાવી દઇએ કે, હાલમાં જ બીજી બેંકોએ પણ પોતાા ખાતેદારોને સાવચેત કરતાં એલર્ટ જાહેર કર્યા છે. સાથે જ RBIએ જાહેર કરેલ નવા સર્ક્યુલરમાં આઇડીબીઆઇ બેંકની કેટેગરી બદલી નાંખી છે. હવે તે સરકારી નહીં, પરંતુ પ્રાઇવેટ બેંક થઇ ગઇ છે. તમને જણાવી દઇએ કે, આઇડીબીઆઇ બેંકમાં LICનું માલિકી હક છે.

બેંકે તેના ટ્વિટર એકાઉન્ટ પર ગ્રાહકોને એલર્ટ કરતાં કહ્યું કે, ગુગલ, ફેસબુક, યાહુ અથવા પછી ટ્વિટર પર IDBI Bank / ATM/ Costumer Support Numbers લખીને ક્યારેય સર્ચ ન કરો. આવામાં તમને ખોટી માહિતી મળશે અને તમારી સાથે ફ્રોડ થઇ શકે છે. જેથી તમારા નાણાંને સુરક્ષિત રાખવા માટે ભુલથી પણ આ કામ ન કરો.


>> બેંકે કહ્યું છે કે, તમને કોઇ માહિતી જોઇએ તો https://www.idbi.com પર લોગ-ઇન કરો. અહીં તમને યોગ્ય માહિતી મળશે. સાથે જ બેંકે તેના નંબર્સની યાદી પણ જાહેર કરી છે.

1800-209-4324/1800-200-1947/1800-22-1070 બેંકનું કહેવું છે કે, ફોન બેન્કિંગ માટે આ નંબરનો જ ઉપયોગ કરો.

આ પણ વાંચો: આ IT કંપનીમાં થશે બમ્પર ભરતી, આટલી સંખ્યામાં કર્મચારીઓની થશે પસંદગી
Loading...

>> જો કોઇને IDBI બેંકનું ડેબિટ કાર્ડ બ્લોક કરાવવું હોય તો ટોલ ફ્રી નંબર : 1800-22-6999

>> નોનો ટોલ ફ્રી નંબર: +91-2267719100

>> ભારત બહાર રહેનારા ગ્રાહકો +91-2267719100 પર ફોન કરી શકે છે.
First published: May 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...