liveLIVE NOW

ICS 2021 Live Updates: ભારત આત્મનિર્ભરના ટાર્ગેટને પ્રાપ્ત કરશે- મુકેશ અંબાણી

ICS 2021 ક્લાઇમેટ સમિટ PHD ચેમ્બર, નીતિ આયોગ, પર્યાવરણ મંત્રાલય, ઔદ્યોગિક સંશોધન વિભાગ, CSIR અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી રહી છે

  • News18 Gujarati
  • | September 03, 2021, 10:53 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 2 MONTHS AGO
    11:8 (IST)

    મુકેશ અંબાણીએ રિલાયન્સના આગામી આયોજન વિશે જણાવ્યું કે, RIL 4 ફેક્ટરી સાથે મળીને જામનગર ખાતે Giga Complexના નિર્માણ પર કામ કરી રહી છે. વર્ષ 2035 સુધીમાં રિલાયન્સ નેટ ઝીરો કાર્બન કંપની હશે. આગામી દશકા માટે ગ્રીન હાયડ્રોજનનો ખર્ચ ઘટાડીને $1/kg કરવા પર કામ કરી રહ્યા છીએ.

    11:6 (IST)
    RIL ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે
    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રીન એનર્જી ક્ષેત્રના આયોજન વિશે મુકેશ અંબાણીએ જણાવ્યું કે, RIL ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે. આગામી 3 વર્ષોમાં `75,000 કરોડ રોકાણની યોજના છે. 2030 સુધીમાં રિલાયન્સ 100 GWની રીન્યુએબલ ક્ષમતાનું નિર્માણ કરશે. આ ઉપરાંત Hydrogen કિંમત અમુક વર્ષોમાં ઘટવાની શક્યતા છે.

    11:4 (IST)
    ભારત ન્યૂ એનર્જીમાં આત્મનિર્ભર બનવા તરફ- મુકેશ અંબાણી
    આંતરરાષ્ટ્રીય ક્લાઇમેટ સમિટમાં મુકેશ અંબાણીએ જણાવ્યું કે, ભારત ન્યૂ એનર્જીમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ભારતમાં ન્યૂ ગ્રીન રિવૉલ્યૂશનની શરૂઆત થઈ ગઈ છે. આપણા દેશમાં ગ્રીન એનર્જીમાં ગ્લોબલ લીડર બનવાની શક્યતા છે. Fossil Energyનો સારો વિકલ્પ ગ્રીન હાઈડ્રોજન છે.

    11:0 (IST)

    પોતાના સંબોધનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેને જણાવ્યું કે, ગ્રીન પાવર પર વડાપ્રધાન મોદીનું ફોકસ દુનિયા માટે સંદેશ છે. Fossil એનર્જી પર દેશને ભારે રકમ ખર્ચ કરવો પડી રહ્યો છે. માનવ જાતિ માટે જળવાયુ પરિવર્તન મોટો પડકાર છે.

    10:58 (IST)
    જળવાયુ પરિવર્તનને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી- મુકેશ અંબાણી
    પોતાના સંબોધનમાં મુકેશ અંબાણીએ જણાવ્યું કે, જળવાયુ પરિવર્તનને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. આપણે ગ્રીન એનર્જી તરફ ઝડપથી જવું પડશે. જળવાયુ પરિવર્તન એક વૈશ્વિક સમસ્યા છે. ભારત પોતાનું મહત્ત્વનું યોદગાન આપવા માટે તૈયાર છે.

    10:52 (IST)

    આંતરરાષ્ટ્રીય ક્લાઇમેટ સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે, સમિટમાં સંબોધન કરવું મારા માટે ગર્વની વાત છે. ભારત આત્મનિર્ભરના ટાર્ગેટને પ્રાપ્ત કરશે. 

    10:44 (IST)
    આગામી દાયકાઓમાં જલવાયુ સંબંધિત સમસ્યાઓ વધશે

    ક્લાઇમેટ ચેન્જ પર મુખ્ય કોન્ફરન્સ 'COP26' ગ્લાસગોમાં 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર 2021 સુધી યોજાવાની છે. COP-26ના પ્રમુખ આલોક શર્માએ તાજેતરમાં કહ્યું હતું કે, "વૈશ્વિક તાપમાનમાં વધારો 1.5 ડિગ્રીથી વધુ ન થાય તેની ખાતરી કરવાની આ છેલ્લી તક હશે." 2015ના કરાર હેઠળ, વિશ્વના નેતાઓ 2 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગ્લોબલ વોર્મિંગને મર્યાદિત કરવા સંમત થયા છે. તમને જણાવી દઈએ કે, 1980થી, સરેરાશ વૈશ્વિક તાપમાન 1.1 ° C થી વધુ વધ્યું છે. યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ પેનલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગ્લોબલ વોર્મિંગ નિયંત્રણમાંથી બહાર નીકળવાની નજીક છે. ઈન્ટર-ગવર્નલમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC) એ જણાવ્યું હતું કે, આવનારા દાયકાઓમાં વિશ્વ વધુ આબોહવા સંબંધિત સમસ્યાઓનો સામનો કરશે. રિપોર્ટ અનુસાર, તીવ્ર ગરમી, મોટા પાયે વાવાઝોડા અને હવામાન સંબંધિત અન્ય મોટી ઘટનાઓ હશે.

    10:41 (IST)
    ભારતની હાઇડ્રોજન ઇકોસિસ્ટમને 

    મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે
    સમિટમાં ભારતની હાઇડ્રોજન ઇકોસિસ્ટમ (Powering India’s Hydrogen Ecosystem)ને મજબૂત કરવા પર વિશેષ 

    ભાર મુકવામાં આવશે. સમગ્ર વિશ્વમાંથી નીતિ નિર્માતાઓ, નિયમનકારો, ઉદ્યોગ અગ્રણીઓ, નિષ્ણાતો અને 

    વૈજ્ઞાનિકો ભાગ લેશે. કેન્દ્રીય મંત્રીઓમાં ભૂપેન્દ્ર યાદવ અને જીતેન્દ્ર સિંહ, નીતિ આયોગના સભ્ય ડો.વી.કે. 

    સારસ્વત અને ગ્રીનસ્ટેટ ઇન્ડિયાના પ્રમુખ સ્ટ્રેલ હેરાલ્ડ પેડરસન મુખ્યત્વે કાર્યક્રમમાં ભાગ લેશે. તમને જણાવી 

    દઈએ કે, એપ્રિલ 2021માં જલવાયુ પરિવર્તન પર વર્ચ્યુઅલ લીડર્સ સમિટમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ 

    સમસ્યાનો સામનો કરવા માટે અમેરિકા સાથે નવી ભાગીદારી કરી હતી. જાન્યુઆરી 2021માં સત્તા સંભાળ્યા બાદ 

    યુએસ પ્રમુખ જો બાઈડેન દ્વારા આ પ્રથમ મોટી વૈશ્વિક પહેલ હતી.

    નવી દિલ્હી: પીડીએચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (PDH Chamber of Commerce & Industry)ની પર્યાવરણ સમિતિની પહેલ પર આંતરરાષ્ટ્રીય જલવાયુ શિખર સંમેલન 2021 (ICS 2021) ના ભાગ રૂપે ભારત 3 સપ્ટેમ્બર 2021ના રોજ આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. ગ્લોબલ હાઇબ્રિડ સમિટ ભારતની સ્વચ્છ ઉર્જામાં પરિવર્તનના કાર્યક્રમ માટે માહોલ તૈયાર કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (CMD Mukesh Ambani) સમિટમાં મુખ્ય વક્તા રહેશે. નોંધનીય છે કે, ICS એ ઈવેન્ટ માટે ઈન્વેસ્ટ ઈન્ડિયા (Invest India) સાથે ભાગીદારી કરી છે. આ સમિટ PHD ચેમ્બર, નીતિ આયોગ, પર્યાવરણ મંત્રાલય, ઔદ્યોગિક સંશોધન વિભાગ, CSIR અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી રહી છે.

    (ડિસ્કેલમર- ન્યૂઝ 18 ગુજરાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો એક ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની છે.)